• રવિવાર, 17 મે, 2026

કુકમા ખાતે યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

નિરોણા (તા. નખત્રાણા), તા. 16 : ભુજ તાલુકાનાં કુકમા ખાતે સિણાઈનગર યુવા સંગઠન દ્વારા વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું, જેમાં કાળી તળાવડીની દોસ્તી ટીમ ચેમ્પિયન બની હતી. સિણાઈનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટમાં 16 ટીમે ભાગ લીધો હતો. ફાઈનલ મુકાબલો કુકમાની ચામુંડા ઈલેવન અને કાળી તળાવડીની દોસ્તી ટીમ વચ્ચે થયો હતો, જેમાં કાળી તળાવડીની ટીમ વિજયી બની હતી. વ્યવસ્થા સિણાઈનગર યુવા સંગઠન દ્વારા કરવામાં આવી હતી. ચેમ્પિયન ટીમના કપ્તાન રિયાઝ ગગડાને સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ હંસાબેન ચાવડાના હસ્તે ટ્રોફી અર્પણ કરાઈ હતી. ટૂર્નામેન્ટમાં વિવિધ ટ્રોફીઓ હરભોલે લોજ તરફથી આપવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટનાં સફળ આયોજન માટે સિણાઈનગર યુવા સંગઠનના ઠાકુરભાઈ સંજોટ તેમજ નિખિલભાઈ મારવાડાએ જહેમત ઉઠાવી હતી.  

Panchang

dd