• રવિવાર, 17 મે, 2026

ભુજમાં પાણીનાં ભૂતિયા જોડાણો પર ધોંસ શરૂ : પાંચ જોડાણ કપાયાં

ભુજ, તા. 16 : શહેરમાં સર્જાયેલી પાણીની કટોકટીને પગલે તાજેતરમાં જ ધારાસભ્યની ઉપસ્થિતિમાં મળેલી સુધરાઈની બેઠકમાં મળેલી સૂચનાને પગલે ભુજમાં ખાસ ડ્રાઈવ યોજી પાણીનાં ભૂતિયા જોડાણો કાપવા સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. ભુજ સુધરાઈના આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી અનુસાર છેલ્લા બે દિવસમાં શહેરમાં ચારથી વધુ પાણીનાં ગેરકાયદે જોડાણો કાપવામાં આવ્યાં હતાં, જેમાં ખાસ કરીને હિલગાર્ડન રોડ પર પેન્થન મોલનું 1.5''નું જોડાણ, મુંદરા રોડ પર પ્લેટિનમ પ્લાઝા દ્વારા મુખ્ય લાઈનમાંથી મેળવેલું એકનું કનેક્શન, સુરલભિટ્ટ રોડ પર મદીના બ્લોક વર્કર્સનું મુખ્ય લાઈનમાંથી લીધેલું પાંચનું જોડાણ તેમજ ખાનગી ફાર્મહાઉસમાં લીધેલું બેનું જોડાણ કાપી નખાયું હતું. આ કામગીરી સતત ચાલુ રહેશે, તેવું સુધરાઈના વોટર સપ્લાય શાખા દ્વારા જણાવાયું હતું. 

Panchang

dd