નવી દિલ્હી, તા. 16 : ભારતની ટોપ પુરુષ ડબલ્સ જોડી
સાત્ત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપન સુપર 500ની ફાઇનલમાં જગ્યા બનાવી
લીધી છે. સેમિફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ મલેશિયાના ગોહ સેફેઇ અને નુરઇઝુદ્દીનને
હરાવીને 2026ની સીઝનમાં પહેલી વખત ફાઇનલની
ટિકિટ કપાવી છે. 2024માં ભારતીય
જોડીએ આ સ્પર્ધા જીતી હતી. સાત્ત્વિક અને ચિરાગે પહેલી ગેમ હાર્યા બાદ મુકાબલો પોતાના
નામે કર્યો હતો. આ મુકાબલો 22 મિનિટ ચાલ્યો
હતો. પીવી સિંધૂ અને લક્ષ્ય સેન પહેલાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ સાત્ત્વિક
અને ચિરાગ ઉપર આશા વધી હતી અને બન્નેએ સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે
રવિવારે ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીનો સામનો ઇન્ડોનેશિયાના રોલી કાર્નાડો અને ડેનિયલ
માર્થિન સાથે થશે. આ જોડીએ ચીના જી ટિંગ અને રેન જિયાંગ યૂને 21-15, 21-18થી હરાવી હતી.