• રવિવાર, 17 મે, 2026

ગાંધીધામ મનપાએ 14 મહિનામાં લીધેલા 120 નમૂનામાંથી ચાર ફેલ

ગાંધીધામ, તા. 16 : ગાંધીધામ મહાનગરપાલિકાના એક વર્ષમાં વિભાગ દ્વારા પહેલી એપ્રિલ-2025થી લઈને મે-2026 એટલે કે 14 મહિના દરમિયાન ખાદ્ય પદાર્થોના 120થી વધુ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ચાર નમૂના નિષ્ફળ આવ્યા છે. હજુ 30થી વધુ નમૂનાનો રિપોર્ટ આવવાનો બાકી છે. હાલના સમયે ઉનાળાની સિઝનમાં સવા મહિના દરમિયાન કેરીનો રસ, આઇક્રીમ, ગોલા, જ્યુસ, ઠંડાપીણા, શરબત સહિતના 19 નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.  અગાઉ લીધેલાં સેમ્પલોમાં કેસર પેંડા અને વેજ ફ્રેટ ફેલાવ્યા હતા, જ્યારે તાજેતરમાં મિક્સ ચવાણું અને દૂધનો નમૂનો નાપાસ થયો છે. જવાબદારોના કહેવા મુજબ આ નમૂનાઓ ગુણવત્તામાં ઓછા ઊતર્યા છે. તેનો રિપોર્ટ આવી ગયો છે, હવે જવાબદાર વેપારીઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વર્ષ દરમિયાન 101 નમૂના લીધા હતા, તેમાંથી 30થી વધુના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી, લોકો ખોરાક આરોગી ગયા છે તેમ છતાં તેના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. નમૂનાઓ પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. અહીં ઝડપથી કાર્યવાહી થતી નથી, જેનાં પગલે રિપોર્ટ સમયસર આવતા નથી. એક એપ્રિલ 2026થી 16 મે 2026 દરમિયાન કુલ ખાદ્ય પદાર્થોના અને ઠંડાપીણાના 19 નમૂના લેવામાં આવ્યા છે તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તે પૈકીના નમૂનાઓના રિપોર્ટ આવ્યા નથી. ગાંધીધામ મહાનગરપાલિકા બની ગઈ છે, ત્યારે અહીં એક ફૂડ ટેસ્ટિગ લેબોરેટરી સ્થાપિત કરવાની માંગ થઈ રહી છે. જો સ્થાનિકે લેબોરેટરી હોય, તો રિપોર્ટ પણ જલ્દી આવવાની સંભાવના છે. મહાનગરપાલિકાનો 188 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. અહીં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને વેચવામાં આવતા હોવાની વખતોવખત ફરિયાદો ઊઠી છે. સમયાંતરે નમૂના પણ લેવાય છે, પરંતુ પૂરતો સ્ટાફ ન હોવાથી કામગીરી થઈ શકતી નથી. જવાબદારો પાસે મહાનગરપાલિકાના અનેક ચાર્જ છે, જેના કારણે અન્ય કામગીરી ઉપર પણ અસર પડે છે. મહાનગરપાલિકા બન્યા તેના દોઢ વર્ષથી વધુનો સમય વીતી ગયો છે, હવે સ્ટાફ ભરતી થાય તે જરૂરી છે. - 40થી વધુ રેંકડીઓની તપાસ, રેસ્ટોરાંને બોર્ડ મારવા સૂચના : પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં 40થી વધુ રેંકડીની તપાસ કરવામાં આવી હતી, તેમાં ખાસ કરીને પાણીપુરીની લારીઓનું ચાકિંગ કરાયું હતું. હેન્ડ ગ્લોઝ પહેરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી, તો રેસ્ટોરાંમાં એનાલોક પનીર કે દૂધમાંથી બનેલું પનીર છે તેવાં બોર્ડ મારવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત બરફ ફેક્ટરીઓની પણ તપાસ કરવામાં આવી હતી. 

Panchang

dd