• રવિવાર, 17 મે, 2026

`જેહાદી ડ્રગ્સ' સાથે આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ

નવી દિલ્હી, તા. 16 : ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ એક મોટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરીને ભારતમાં દિલ્હી અને મુંદરા બંદરેથી પહેલીવાર જેહાદી ડ્રગ્સ તરીકે ઓળખાતા કેપ્ટાગોનનો રૂા. 182 કરોડનો જથ્થો જપ્ત કર્યો છે. 11મી મેના દિલ્હીમાં 31.પ કિલો ડ્રગ્સ મળી આવ્યા બાદ ત્યાંથી મળેલી બાતમી પરથી 14મી મેના મુંદરા બંદરે એક સીએફએસ ક્ષેત્રમાં હાથ ધરાયેલાં ઓપરેશનમાં 196.2 કિલો ડ્રગ્સ કબજે કરાયું હતું, જે કેપ્ટાગોન હોવાનો ખુલાસો આજે થયો છે. અહીં નોંધનીય છે કે, ભારતમાં પહેલીવાર પકડાયેલા કેપ્ટાગોનનો ઘટસ્ફોટ સૌપ્રથમ કચ્છમિત્રએ જ કર્યો હતો. એનસીબીએ ઓપરેશન `રેજપિલ'નાં નામે કરેલી  કાર્યવાહી દરમ્યાન સીરિયાના એક નાગરિકની પણ ધરપકડ કરી છે અને વૈશ્વિક સ્મગલિંગ સિન્ડિકેટના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ભારતને ટ્રાન્ઝિટ પોઈન્ટ બનાવીને મધ્ય-પૂર્વમાં આ જોખમી સિન્થેટિક ડ્રગ્સ મોકલવાની તૈયારી વિફળ બનાવાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભારતમાં પહેલીવાર કેપ્ટાગોન ડ્રગ્સ જપ્ત થયું હોવાને સમર્થન આપીને એનસીબીને અભિનંદન આપ્યાં હતાં અને નશામુક્ત ભારત માટે મોદી સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ ઓપરેશનની શરૂઆત એક વિદેશી ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે થઈ હતી. મળેલી સચોટ માહિતીના આધારે ગઈઇની ટીમે 11 મેના નવી દિલ્હીના નેબ સરાઈ વિસ્તારમાં આવેલા એક સામાન્ય રહેણાક મકાનમાં દરોડા પાડયા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીને ત્યાંથી 31.5 કિલોગ્રામ કેપ્ટાગોનની ગોળીઓ મળી આવી હતી. સૌથી ચોંકાવનારી બાબત ડ્રગ્સ છુપાવવા માટે અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી હતી. કસ્ટમ અને એરપોર્ટ સિક્યુરિટીની નજરમાંથી બચવા માટે આ પ્રતિબંધિત ગોળીઓને એક મોટા કોમર્શિયલ ચપાતી કાટિંગ મશીન (રોટલી કાપવાના મશીન)ના આંતરિક ભાગોમાં ખૂબ જ ચાલાકીપૂર્વક પેક કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દર્શાવે છે કે, આ આખું મશીન એર કાર્ગો દ્વારા સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં મોકલવાનું આયોજન હતું. આ ઘરમાંથી એક સીરિયન નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા સીરિયન નાગરિકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તે 15 નવેમ્બર, 2024ના ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. તેના વિઝાની અવધિ 12 જાન્યુઆરી, 2025ના સમાપ્ત થઈ ગઈ હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ભારતમાં રોકાયો હતો અને ઓળખ છુપાવવા માટે નેબ સરાઈમાં ભાડે મકાન રાખીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. દિલ્હીમાં ઝડપાયેલા કન્સાઇન્મેન્ટ અને આરોપીની આકરી પૂછપરછના આધારે આ ઓપરેશનનો બીજો અને સૌથી મોટો તબક્કો ગુજરાતમાં શરૂ થયો. 14 મેના ગઈઇની ટીમોએ મુંદરા પોર્ટ પર આવેલા કન્ટેનર ફેસિલિટેશન સ્ટેશન (ઈજિ)માં દરોડા પાડયા હતા. ત્યાં સીરિયાથી આયાત કરાયેલા એક શંકાસ્પદ કન્ટેનરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાવાર દસ્તાવેજો અનુસાર ઘેટાંનું ઊન હોવાનું જાહેર કરાયું હતું. મુંદરા પોર્ટ પર કન્ટેનર ખોલીને જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ઊનની વિશાળ બોરીઓની વચ્ચે છુપાવેલી ત્રણ બેગ મળી આવી હતી. આ બેગમાં 196.2 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો કેપ્ટાગોન પાઉડર ભરેલો હતો. આ પાઉડરનો ઉપયોગ ભારતમાં જ ગોળીઓ બનાવવા અથવા તેને અન્ય કોઈ માધ્યમથી ફરીથી ખાડી દેશો તરફ રિ-રૂટ કરવા માટે થવાનો હતો. એજન્સીના જણાવ્યા અનુસાર મુંદરા પોર્ટ પરથી ઝડપાયેલો આ વિશાળ જથ્થો પણ ખાડી વિસ્તારના દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયા અને તેના પડોશી મધ્ય-પૂર્વીય દેશોમાં મોકલવા માટે ટ્રાન્સશિપમેન્ટ થવાનો હતો. આ દેશોમાં હાલના સમયમાં કેપ્ટાગોનનો ઉપયોગ કાયદો-વ્યવસ્થા અને જાહેર સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આ ઐતિહાસિક સફળતા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈઇના અધિકારીઓને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, મોદી સરકાર નશામુક્ત ભારત બનાવવા માટે સંકલ્પબદ્ધ છે અને આ ઓપરેશન અંતર્ગત ભારતમાં પહેલીવાર રૂા. 182 કરોડનું જેહાદી ડ્રગ્સ પકડાયું છે.  ગૃહમંત્રીએ ચેતવણી આપતાં ઉમેર્યું કે, હું ફરીથી દોહરાવું છું કે, ભારતની ધરતીનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરીને દેશમાં પ્રવેશતા અથવા અહીંથી બહાર જતા ડ્રગ્સના એક-એક ગ્રામ પર અમે કડક કાર્યવાહી કરીશું. તેમણે આ ઓપરેશનને ડ્રગ્સ વિરુદ્ધ સરકારની ઝીરો ટોલરન્સ નીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું છે. હાલમાં ગઈઇ આ સીરિયન નાગરિકના બેકગ્રાઉન્ડની ખૂબ જ બારીકાઈથી તપાસ કરી રહી છે. આટલા મોટા જથ્થાની આયાત અને લોજિસ્ટિક્સ પાછળ કયા સ્રોતમાંથી ફાંડિંગ પૂરું પાડવામાં આવ્યું, કયા સ્થાનિક ઓપરેટરોએ તેને ભારતમાં મદદ કરી અને નાણાંની હેરફેર માટે કયા હવાલા નેટવર્કનો ઉપયોગ થયો તેની તપાસ ચાલી રહી છે. સીરિયામાં સક્રિય આતંકવાદી સંગઠનો સાથે આ આરોપી સીધો જોડાયેલો છે કે કેમ તે દિશામાં પણ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ તપાસ કરી રહી છે. - જેહાદી ડ્રગ્સ નામ કેમ પડયું ? : આ પ્રતિબંધિત દવાને વૈશ્વિક સ્તરે જેહાદી ડ્રગ્સ અથવા પૂઅર મેન્સ કોકેઈન તરીકેનું કુખ્યાત નામ સીરિયાનાં ગૃહયુદ્ધ દરમિયાન મળ્યું. ઈંજઈંજ અને અન્ય કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદી સંગઠનો પોતાના આતંકીઓને યુદ્ધનાં મેદાનમાં ઉતારતાં પહેલાં આ ડ્રગ્સ આપતા હતા. આ ડ્રગ્સનાં સેવનથી સૈનિકો કે આતંકીઓમાં અતિશય શારીરિક ઊર્જા આવી જાય છે, ભૂખ અને થાક ગાયબ થઈ જાય છે અને સૌથી ખતરનાક બાબત એ છે કે, વ્યક્તિના મગજમાંથી ડર, દર્દ કે દયાની લાગણી બિલકુલ નષ્ટ થઈ જાય છે, જેથી તેઓ વધુ ક્રૂરતાપૂર્વક હિંસા આચરી શકે છે.  

Panchang

dd