ગાંધીધામ, તા. 14 : આદિપુરમાં યુવાનના આપઘાત પ્રકરણે એફ.એસ.એલ.
રિપોર્ટ ત્વરિત મેળવવા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી હતી. આદિપુરમાં રહેનાર દીપેશ ત્રિવેદી
નામના યુવાને બે મહિના પહેલાં આપઘાત કર્યો હતો, જે અંગે જુદા-જુદા શખ્સો સામે ગુનો દર્જ કરાયો હતો. આ પ્રકરણમાં
બે મહિના થવા આવ્યા છતાં હજુ હસ્તાક્ષર એફ.એસ.એલ. રિપોર્ટ મળ્યો નથી. કેસમાં યુવાનની
ડાયરી તથા બ્રહ્મસમાજની મિનિટબુક રજૂ કરવામાં આવી હતી. આ એફ.એસ.એલ. રિપોર્ટ ત્વરિત
મળે તે માટે તેની પત્ની એવી ફરિયાદી દીપા દિપેશ
ત્રિપાઠીએ પોલીસવડાને લેખિત રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આપઘાત કરવા મજબૂર કર્યાનો આ કિસ્સો થોડા દિવસો પહેલા સામાજિક અને રાજકીય રીતે
ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. બનાવ બાબતે ફોજદારી નોંધાયા બાદ રજૂઆતો સહિતના દોર વચ્ચે
પોલીસ તંત્રએ સમયાંતરે આરોપીઓની અટક કરી હતી. જેમાંથી અમુક જણ જામીનમુક્ત થઈ ચૂક્યા
છે.