• શુક્રવાર, 15 મે, 2026

બારોઈના વાડામાંથી 41 હજારના લોખંડના સામાનની ઉઠાંતરી

ભુજ, તા. 14 : મુંદરા પાસેના બારોઈના વાડામાંથી નગરપાલિકાના સિવિલ કોન્ટ્રાકટરના રાખેલા લોખંડના સામાનની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે કોન્ટ્રાકટર એવા માંડવીના મનોજ રામજીભાઈ મૂછડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બારોઈના શિવપારસ એકતાનગર પાસે તેમની માલિકીના વાડામાં મુંદરા નગરપાલિકાના સિવિલ કોન્ટ્રાકટરનો લોખંડનો સામાન ગટરના ફર્મા અને વાયબ્રેટરની પટ્ટીઓ એમ આશરે 630 કિલોગ્રામ જેની કિંમત રૂા. 40950ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ગત તા. 7/5 રાતથી બીજા દિવસની રાત સુધી ચોરી કરી લઈ ગયો છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd