• રવિવાર, 15 જૂન, 2025

રતાડિયા પાસે પામ ઓઈલ ચોરતી ટોળકી સકંજામાં

ભુજ, તા. 13 : માંડવી-ગાંધીધામ ધોરીમાર્ગ પર રતાડિયા ગામ તરફ જતા માર્ગ પર પ્રાગપર પોલીસ મથક હદ વિસ્તારમાં પામ ઓઈલની ચોરી કરનારી  ટોળકીના અનવર મામદ સંધી અને માધાભાઈ મંગરાભાઈ ભરવાડને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી કિં. રૂા. 51,000નો 510 લિટર પામ ઓઈલનો જથ્થો તથા બે મોબાઈલ નંગ-2 કિં. રૂા. 10,000 મળી કુલ રૂપિયા 61,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે અન્ય આરોપી જુસબ હુસેનભાઈ કકલ નાસી છૂટયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં માંડવી-ગાંધીધામ ધોરીમાર્ગ પર પ્રાગપર પોલીસ મથકની હદમાં આવેલા ગુંદાલા ગામની સીમમાં રતાડિયા ગામ તરફ જતા ચાર રસ્તાની નજીક આવેલા એસ.આર. પેટ્રોલપંપની બાજુમાં સિમેન્ટના પતરાંવાળી ઓરડી ભાડે કૃત્ય આચરતા અનવર અને માધાભાઈને પોલીસે ઝડપી લીધા હતા. આ ચોર ટોળકી ઓરડી ભાડે રાખી ધોરીમાર્ગ પર પસાર થતા જુદા-જુદા પામ ઓઈલના ટેન્કરોમાંથી તેલની ચોરી કરી કેરબામાં સંગ્રહ કરી પોતાના કબજાની ઓરડીમાં રાખી ગેરકાયદે વેચાણ કરતા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂા. 51,000ની કિંમતનું 510 લિટર પામઓઈલ તથા બે મોબાઈલ કિં. રૂા. 10,000 મળી કુલ રૂા. 61,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને પ્રાગપર પોલીસ મથકને સોંપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd