• રવિવાર, 15 જૂન, 2025

ભચાઉમાં ચાલતા ટેન્કરમાં અચાનક આગથી દોડધામ

ગાંધીધામ, તા. 13 : ભચાઉમાં ટેન્કરમાં અચાનક આગ લાગતાં દોડધામ થઇ પડી હતી. જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. ભચાઉના વિજપાસરમાં રહેનાર અમિન જુસબ ઘાંચી શ્યામ રોડવેઝમાં કામ કરે છે. કંપનીનું ટેન્કર નંબર જી.જે. 12-એ.ઝેડ. 9919 લઇને ગાંધીધામથી જામનગર ખાતે આ ચાલક ડીઝલ ભરવા નીકળ્યો હતો. તા. 12/6ના મોડીરાત્રે ભચાઉના કેસરી ગઢ રિસોર્ટ પાસે પહોંચતાં એન્જિનમાંથી ધુમાડા નીકળતાં આ યુવાને ગાડી બાજુએ મૂકી પોતે ઊતરી ગયો હતો અને જોતજોતામાં આગ લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અગ્નિશમન દળને જાણ કરાતાં દળના કર્મીઓએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તેટલીવારમાં કેબિન, એન્જિન, પૈડા, ડીઝલ ટાંકી, વાયરિંગ વગેરે સળગી ગયું હતું. આગના આ બનાવ અંગે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd