ગાંધીધામ, તા. 29 : ભચાઉમાં રહેનાર એક મહિલાને
ફરવા જવાનું કહી બાદમાં જુદી-જુદી જગ્યાએ લઇ જઇ વારંવાર દુષ્કર્મ કરાતાં બે શખ્સ વિરુદ્ધ
પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભચાઉમાં રહેનાર એક પરિણીત મહિલા ગત તા. 22/4ના રાત્રે પોતાના ઘરે હતી ત્યારે
ચીરઇનો ઓસમાણ ઇબ્રાહીમ પરીટ અને વીડીનો રઘુવીર નામનો શખ્સ મહિલાના ઘરની બહાર આવ્યા હતા અને ફરવા જવાનું
કહી ગાડીમાં બેસાડી વીડી ખાતે રઘુવીરના ઘરે લઇ ગયા હતા. આ મકાનમાં તથા અમદાવાદ, રાજકોટ જુદી-જુદી જગ્યાએ લઇ જઇ ઓસમાણ નામના શખ્સે મહિલા સાથે વારંવાર શરીર
સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સ તથા તેની મદદગારી કરનાર એમ બંને સામે પોલીસે
ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.