• બુધવાર, 30 એપ્રિલ, 2025

સંજય શાહને પ્રદીપ શર્માએ ફાળવેલી 5.92 કરોડની મિલકત કબજે લેવાઇ

અમદાવાદ,તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી): મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે મળી સંજય શાહને નિવૃત્ત આઇએએસ પ્રદીપ શર્માએ કરેલી સરકારી જમીનની ફાળવણી મામલે ઇડીએ મોટી કાર્યવાહી કરતાં રૂા. 5.92 કરોડની સ્થાવર મિલકતને કામચલાઉ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં ભુજમાં આવેલા પ્લોટ સામેલ છે. ઇડીએ છેતરપિંડી અને ગેરરીતિ બદલ સીઆઇડી, ક્રાઇમ બ્રાન્ચ, બોર્ડર ઝોન, ભુજની એફઆઇઆરના આધારે તપાસ શરૂ કરી હતી. કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને સંજય શાહ કેસના સંદર્ભમાં ઇડીએ તપાસ હાથ ધરી હતી. સીઆઇડી ક્રાઇમ બ્રાંચ - બોર્ડર ઝોન ભુજ દ્વારા છેતરપિંડી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.  આ કેસની તપાસમાં ઇડીએ ઝંપલાવ્યા બાદ મની લોન્ડરિંગ ગ એક્ટ હેઠળ તપાસ કરી હતી અને રૂા. 5.92 કરોડની સ્થાવર મિલકત કામચલાઉ જપ્ત કરવામાં આવી છે. ઇડીની તપાસમાં સામે આવ્યું કે, પ્રદીપ શર્મા અન્ય મહેસૂલી અધિકારીઓ સાથે મળીને સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણીમાં સામેલ હતા.  ઉલ્લેખનીય છે કે, કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને સાંકળતા વિવિધ ફોજદારી કેસોમાં આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું. વ્યવસાયે હોટેલિયર એવા સંજય શાહને ફાળવાયેલી વિવિધ જમીનની ફાળવણીનો મુદ્દો સપાટી પર આવ્યા બાદ આ પ્રકરણને ફોજદારીનું સ્વરૂપ મળ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd