• બુધવાર, 30 એપ્રિલ, 2025

લોકોને વન ટુ વન મળી પ્રશ્નો જાણવા કોંગ્રેસની પહેલ

ભુજ, તા. 29 : કોંગ્રેસ પક્ષ આયોજિત સુજન સંગઠન અભિયાન અંતર્ગત ઉત્તરાખંડના ધારાસભ્ય નિઝામુદ્દીન કાજીના અધ્યક્ષસ્થાને આજે આયોજનની વિગતો અપાઇ હતી. કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠન અને મજબૂતીના પ્રયાસો હેઠળ લોકોને વન ટુ વન મળી પ્રશ્નો જાણવાની પહેલ કરાઇ હોવાનું આ પ્રસંગે જણાવાયું હતું. ઉમેદભવન ખાતે આ સંદર્ભે પક્ષ દ્વારા આજે બોલાવાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત  કરતાં ઉપસ્થિત પ્રભારીઓ રઘુભાઇ દેસાઇ, કેસી ઝાલા, પ્રકાશભાઇ વાઘાણી, રણજિતસિંહ ઠાકોર તથા વિશેષ ઉપસ્થિત ઉત્તરાખંડના ધારાસભ્યોને આવકાર્યા હતા. કાઝી મહમદ નિઝામુદ્દીને જણાવ્યું હતું કે કચ્છમાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી ગુજરાત વિધાનસભા, જિલ્લા ગામો સુધી પહોંચવા કાર્યરત છે. કચ્છ જિલ્લામાં ભુજ, લખપત, અબડાસા, માંડવી, મુંદરા, અંજાર, ભચાઉ, રાપર, ગાંધીધામ વિ. તાલુકામાં તા. 3મે સુધી મુલાકાત લઇને લોકોના પ્રશ્નો જાણવા પ્રયાસ કરશે અને પાર્ટી દ્વારા રહી ગયેલી કમીઓને દૂર કરવા પ્રયત્નશીલ રહેશે. `ઓપન હાઉસ' અંગર્તત સર્કિટ હાઇસ કે અતિથિગૃહમાં પણ જે કોઇ વ્યક્તિ તેમને વ્યક્તિગત કે સમિતિ સહિત મુલાકાત કરવા ઇચ્છે છે તેમને મળવાની તૈયારી બતાવી હતી અને તેમની વાત-રજૂઆત ઉચ્ચ લેવલે પહોંચાડવા તેમજ અહેવાલમાં નિર્દેશ કરવા જણાવ્યું હતું. પત્રકાર પરિષદમાં પુછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે કદી ધર્મ જાતિવાદ સાથે રાજનીતી નથી કરી. હંમેશાં જાતિ ધર્મથી ઉપર ઊઠી આર્થિક નીતિની વાત કરી છે. કોંગ્રેસ એક વિચારધારા છે જેની અસર અનેક દેશોમાં જોવા મળી છે, તેના ઉદાહરણ રૂપે બાપુની પ્રતિમા આજે પૂરી દુનિયાના દેશોમાં હોવાનું કહેવાયું હતું. દરેકની ઉમ્મીદને અનુરૂપ પરિણામ આવે તેવી આશા વ્યક્ત કરતાં સૌથી ઊંચી અપેક્ષાના સ્તરે કામ કરવા તૈયારી પક્ષે બતાવી હતી. રઘુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો સાથે જે લોકો પોતાનો અવાજ ઉપર સુધી નથી પહોંચાડી શકતા તેવા લોકોના અવાજ ગામેગામ જઇ પ્રશ્નો સાંભળી જાણવાનો પ્રયાસ કરાશે તેમજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કોને હોદ્દા પર રાખવા વિ. નિર્ણયો લેશે. આ પ્રસંગે કિરીટસિંહ ઝાલા, રણજિતસિંહ ઠાકોર, પીનાબેન ગેડિયા, વી.કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા, નારાણભાઇ મહેશ્વરી, કિશોરદાન ગઢવી, ગનીભાઇ કુંભાર, નીતેશ લાલણ, ઘનશ્યામસિંહ ભાટી, દેવેન્દ્રસિંહ જેઠવા, અંજલિ ગોર, રમેશભાઇ ગરવા, રાણુભા જાડેજા, હાસમ સમા, રફિકભાઇ મારા સહિતના હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd