મુંબઇ, તા. 27 : પહેલા રિયાન રિકલટન અને સૂર્યકુમાર
યાદવની અર્ધસદી અને પછી જસપ્રીત બુમરાહની 4 અને ટ્રેંટ બોલ્ટની 3 વિકેટની મદદથી લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ પ4 રને નવાબી જીત મેળવી મુંબઇ ઇન્ડિયન્સે પ્લેઓફ
ભણી આગેકૂચ કરી છે. પોઇન્ટ ટેબલ પર એમઆઇ 10 મેચમાં 6 જીત સાથે
12 અંક ધરાવે છે અને બીજા સ્થાને
પહોંચ્યું છે, જ્યારે એલએસજી 10 મેચમાં પાંચમી હારથી 10 અંક સાથે 6 નંબર પર લટકી રહી છે. આજની મેચમાં મુંબઇના
7 વિકેટે 21પ રનના જવાબમાં લખનઉ
ટીમ 20 ઓવરમાં 161 રને ઓલઆઉટ થઇ હતી. પ્લેયર ઓફ
ધ મેચ વિલ જેક્સે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે ઝડપી 21 રન કર્યા હતા અને 18 રનમાં 2 વિકેટ લીધી હતી. મુંબઇની ચુસ્ત બોલિંગ સામે
લખનઉ તરફથી કોઇ બેટધર મોટી ઇનિંગ્સ રમી શકયો ન હતો અને મોટી ભાગીદારી થઇ ન હતી. મિચેલ
માર્શે 24 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 34, નિકોલસ પૂરને
1પ દડામાં 3 છગ્ગાથી 27, આયુષ બદોનીએ 22 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 3પ અને ડેવિડ
મિલર 24 રન કરી આઉટ થયા હતા. લખનઉના
કપ્તાન રિષભ પંતનું કંગાળ ફોર્મ યથાવત્ રહ્યંy હતું. તે પહેલા દડે ચોગ્ગો ફટકારી બીજા દડે ખરાબ સ્વીપ શોટ મારી
આઉટ થયો હતો. બુમરાહે 22 રનમાં 4 અને બોલ્ટે 20 રનમાં 3 વિકેટ લીધી હતી. અગાઉ લખનઉ સુપર જાયન્ટસના કપ્તાન રિષભ પંતે ટોસ
જીતીને વાનખેડે સ્ટેડિયમની સપાટ પીચ પર બોલિંગ પસંદ કરી હતી. મુંબઇ તરફથી પહેલી વિકેટમાં
રોહિત શર્મા અને રિયાન રિકલટન વચ્ચે 17 દડામાં 33 રનની ઝડપી
ભાગીદારી થઇ હતી. રોહિત પ દડામાં ઉપરાઉપરી
બે છગ્ગા ફટકારી 12 રને મયંક
યાદવના દડામાં આઉટ થયો હતો, જ્યારે રિકલટન
અર્ધસદી પછી 32 દડામાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાથી પ8 રને આઉટ થયો હતો. તેના વિલ જેક્સ (29) વચ્ચે બીજી વિકેટમાં 3પ દડામાં પપ રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી.
મિડલ ઓવરમાં સૂર્યકુમાર યાદવે લખનઉના બોલરોની ધોલાઇ કરીને મુંબઇની રનરફતાર વધારી હતી.
સૂર્યકુમાર ફક્ત 28 દડામાં 4 ચોગ્ગા-4 છગ્ગાથી પ4 રનની વિસ્ફોટક
ઇનિંગ્સ રમી આઉટ થયો હતો. ડેથ ઓવર્સમાં નમન ધીરે અણનમ રહીને 11 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 2પ અને કોબિન
બોશે 10 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 20 રનની ઇનિંગ્સ
રમી હતી. આથી મુંબઇ ઇન્ડિયન્સના 20 ઓવરમાં 7 વિકેટે 21પ રન થયા હતા. કપ્તાન હાર્દિક પંડયા (પ) અને તિલક વર્મા (6) નિષ્ફળ રહ્યા હતા. લખનઉ તરફથી
સિઝનની પહેલી મેચ રમી રહેલા ઝંઝાવાતી ઝડપી બોલર મયંક યાદવ અને આવેશખાને 2-2 વિકેટ લીધી હતી.