• બુધવાર, 30 એપ્રિલ, 2025

કેનેડામાં માર્ક કાર્નીની લિબરલ પાર્ટી જીતી : ચૂંટણીમાં ઊલટફેર

નવી દિલ્હી, તા. 29 : કેનેડામાં માર્ક કાર્નીની લિબરલ પાર્ટીની ચૂંટણીમાં જીત થતાં કાર્નીનું બીજી વખત વડાપ્રધાન  બનશે. કાર્નીના પક્ષની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપી મજબૂત ભાગીદારીથી સાથે કામ કરવા ઉત્સુક હોવાનું કહ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબકેનેડીયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી) અનુસાર માર્ક કાર્નીએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલિવરેને હરાવ્યા હતા. ટ્રમ્પે ચૂંટણી દરમિયાન ફરી એક વખત કેનેડાને અમેરિકાનું 51મું સ્ટેટ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ કેનેડાના લોકોને એક મજબૂત નેતા ચૂંટવા વાત કરી હતી. માર્કે ચૂંટણી અભિયાનમાં ટ્રમ્પ સામે કડક વલણ અપનાવ્યું હતું. માર્કની જીત બાદ મોદીએ શુભેચ્છા આપવા સાથે ભારત અને કેનેડા લોકતાંત્રિક મૂલ્યો, કાયદો-વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લોકો વચ્ચેના જીવંત સંબંધથી બંધાયેલા દેશ છે તેમ જણાવી મજબૂત ભાગીદારી માટે કામ કરવા ઉત્સુકતા દર્શાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd