• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

વીજ કંપનીની બેદરકારીથી પાંચ ઘેટાં મર્યાનો ચુકાદો

ભુજ, તા. 23 : અંજાર તાલુકાના આંબાપર રહેતા બધા બેચરા રબારીની માલિકીના ઘેટાં તેઓ તા. 25-10-11ના ખેતરમાં ચરાવતા હતા ત્યારે ઇલેકટ્રીક થાંભલામાંથી વાયર તૂટી જતા જીવતો વાયર પાંચ ઘેટાં પર પડતા મૃત્યુ થયા હતા. બધા રબારીએ પીજીવીસીએલના કર્મચારીઓની બેદરકારી અંગે વળતરની રકમ મેળવવા અંજારની સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. બન્ને તરફથી રજૂ થયેલા પુરાવાઓ અને વિવિધ જોગવાઇઓ તથા જુદા-જુદા ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે વીજ કંપનીના કર્મચારીઓની બેદરકારીથી ઘેટાંઓનું મોત થયું હોવાનું માની વળતરની પૂરેપૂરી રકમ રૂા. 25 હજાર તથા માનસિક ત્રાસના રૂા. બે હજાર ચુકવી આપવા પીજીવીસીએલને હુકમ કર્યો છે. આ કેસમાં વાદીપક્ષે ભુજના ધારાશાત્રી રાજેશ પ્રેમજી ઠક્કર તથા હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang