• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

દુબઈમાં ઇન્વેસ્ટર્સ વિઝાનાં નામે શખ્સે 1.30 લાખ ખંખેરી લીધા

ગાંધીધામ, તા.  26 : ભચાઉ તાલુકાના સામખિયાળીના યુવાને દુબઈમાં કંપની  શરૂ કરવા  ઇન્વેસ્ટર્સ  વિઝા માગવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને ટૂરિસ્ટ વિઝા આપી  છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે ભોગ બનનાર યુવાન સુનીલ ઈશ્વરદાન ગઢવીએ આરોપી અંકિત  મહાશુખરાય ઓઝા સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવને  ગત 2023થી 2024ના અરસામાં અંજામ આપ્યો હતો. ફરિયાદીએ  ઇન્વેસ્ટર્સ વિઝા મેળવવા ગૂગલમાં સર્ચ કર્યું હતું.  અલગ અલગ કંપનીઓમાંથી કોઈ કંપની પસંદ કરી હતી.  ત્યારબાદ આરોપીએ ફરિયાદી સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. દુબઈમાં કંપની ખોલી આપવાની કામગીરી અંગે વાત કરી હતી. આરોપીએ દસ્તાવેજ અને 1.35 લાખ આપવા કહ્યું હતું. ફરિયાદીએ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. થોડાં દિવસો બાદ કોઈ જવાબ ન આવતાં સંપર્ક કરતાં શખ્સે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ટૂરિસ્ટ વિઝા મોકલી આપ્યા હતા. હાલ આ વિઝા ઉપર દુબઈ આવી જાઓ પછી ઇન્વેસ્ટર્સ વિઝા કરાવી આપીશ તેવી વાતો કરી હતી અને પૈસા પરત આપવાના બદલે  માત્ર રૂા.5000 આપ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang