• શનિવાર, 27 એપ્રિલ, 2024

માધાપર ધોરીમાર્ગ પરથી પાંચ લાખની ટ્રેઇલરની ટ્રોલી ચોરનારો ઝડપાયો

ભુજ, તા. 28 : ગત તા. 6થી 7/3 વચ્ચે માધાપર ધોરીમાર્ગ પર જોષી પેટ્રોલપંપ પાસેના સર્વિસરોડ પર રાખેલી પાંચ લાખની ટ્રેઇલરની ટ્રોલી ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. ટ્રોલી ચોરનાર સરૂપસિંહ ભૂરજી ગોહીલ (મૂળ સુભાષપર તા. લખપત હાલે ભુજ)ને  બી-ડિવિઝન પોલીસે આજે ઝડપી પાડયો હતો. બી-ડિવિઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પેટ્રોલિંગ દરમ્યાન કો. શ્યામ ગઢવીને બાતમી મળી હતી કે, માધાપરમાંથી ટ્રોલી ચોરનાર આરોપી સરૂપસિંહ ગોહીલ હાલે રેલવે ફાટક પાસે ચાની લારી પાસે બેઠો છે. આથી સરૂપસિંહને ઝડપી પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ કરતાં તેણે માધાપર ટ્રોલી ચોરી ઉપરાંત અમદાવાદ ઓઢવ પોલીસમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાની કબૂલાત કરી હતી. કામગીરીમાં પી.આઇ. આર. જે. ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ .એસ.આઇ. નીલેશભાઇ ભટ્ટ, હે.કો. મયૂરસિંહ જડેજા, મહાવીરસિંહ જાડેજા, કોન્સ. વિજયજી ઠાકોર, રાજ જેસર અને શ્યામ ગઢવી જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang