• શનિવાર, 27 એપ્રિલ, 2024

ગાંધીધામ : બળાત્કારના બનાવમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

ગાંધીધામ, તા. 28 : શહેરમાં એક કિશોરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તથા તેને સાથ આપનારા તેના મિત્રને સાત વર્ષની સખત કેદની સજાનો ધાક બેસાડતો ચુકાદો કોર્ટે આપ્યો હતો. શહેરમાં રહેનાર આરોપી મોહમ્મદ શાહરૂખ મોહમ્મદ જગનમિયા બડાઇ નામના શખ્સે 17 વર્ષીય એક કિશોરીનું ચારેક વર્ષ અગાઉ અપહરણ કર્યું હતું. ભોગ બનનાર કિશોરીને ભગાડવા માટે શાહરૂખના મિત્રો રંજિતકુમાર શ્રીકાશી ઠાકુર અને લકી ઉર્ફે પ્રકાશ શ્રીશત્રુઘ્ન ઠાકુરે મદદગારી કરી હતી. મુખ્ય આરોપી શાહરૂખે કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગે શહેરના -ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બનાવની તપાસ હાથ?ધરી આરોપીઓની ધરપકડ કરી હતી.  તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસ અહીંના બીજા અધિક સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. કેસ દરમ્યાન લકી ઉર્ફે પ્રકાશ ઠાકુરનું અવસાન થતાં તેનું નામ રદ કરાયું હતું. કેસમાં સરકાર તરફે 15 સાહેદ અને 29 દસ્તાવેજી આધાર રજૂ કરાયા હતા. પુરાવાઓનું મૂલ્યાંકન કરી બંને પક્ષને સાંભળી અધિક સેશન્સ જજ (સ્પે. પોક્સો જજ) બી. જી. ગોલાણીએ શાહરૂખ અને રંજિતકુમારને તક્સીરવાન ઠેરવ્યા હતા અને મુખ્ય આરોપી શાહરૂખને જુદી જુદી કલમ તળે 10 વર્ષની સખત કેદ તથા કુલ રૂા. 25,000નો દંડ ફટકાર્યો હતો તેમજ તેની મદદગારી કરનારા રંજિતકુમારને જુદી જુદી કલમ તળે કુલ સાત વર્ષની સખત કેદની સજા અને રૂા. 10,000નો દંડ ફટકાર્યો હતો. બંનેને દંડની રકમ ભરે તો વધુ સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો તથા ભોગ બનનારને રકમમાંથી રૂા. 26,000 તથા પીડિત વળતર યોજના હેઠળ વળતર પેટે?રૂા. બે લાખ ચૂકવવાની ભલામણ કરતો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજાએ સંપૂર્ણ ટ્રાયલ ચલાવી હતી. મૂળ ફરિયાદીના વકીલ તરીકે હેતલકુમાર સોનપાર, પ્રકાશ દેવરિયા, સદામ હુસેન લાડક, ચેતન ગઢવી હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang