• રવિવાર, 28 એપ્રિલ, 2024

દોઢ વર્ષ પૂર્વે ગઢશીશામાંથી ચોરાયેલા મોબાઇલનો ભેદ એલસીબીએ ઉકેલ્યો

ભુજ, તા. 28 : દોઢેક વર્ષ પૂર્વે ગઢશીશાની વાહન સ્પેરપાર્ટસની દુકાન ઉપર કાઉન્ટર પરથી ચોરાયેલા મોબાઇલનો ગામનો એક શખ્સ ઉપયોગ કરતો હોવાનું સામે આવતાં ઉપયોગ કરનારને ચોરાઉ મોબાઇલ સાથે એલસીબીએ ઝડપી કેસનો ભેદ ઉકેલ્યો છે. કેસની વિગતો મુજબ પદમપુરમાં રહેતા ગઢશીશામાં ઓટોમોબાઇલની દુકાન ધરાવતા હીરાલાલ હંસરાજ પટેલે કાઉન્ટર પર રાખેલો મોબાઇલ તા. 1/9/22ના ચોરી થયાની ફરિયાદ તા. 8/3/23ના ગઢશીશા પોલીસ મથકે નોંધાઈ હતી. દરમ્યાન, એલસીબીને બાતમી મળી હતી કે, ચોરીમાં ગયેલો મોબાઇલ ફોન હાલે નાથા હંસરાજ ગોહિલ (રહે. પ્રતાપનગર, ગઢશીશા) ઉપયોગ કરી રહ્યો છે જેના આધારે એલસીબીએ તપાસ કરતાં નાથાને પકડી તેના પાસેના મોબાઇલના આધાર-પુરાવા માગતાં તે આપી શક્યો હતો. આથી 26,000ના મોબાઇલ સાથે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang