• રવિવાર, 28 એપ્રિલ, 2024

ભુજનાં જમીન કૌભાંડમાં ચાર પૂર્વ અધિકારીના જામીન મંજૂર

ભુજ, તા. 27 : શહેરના બિલ્ડરને લાગુની સરકારી જમીન ફાળવી દેવાના કૌભાંડમાં સીઆઇડીએ ઝડપેલા ચાર પૂર્વ અધિકારીના જામીન મંજૂર થયા છે.2023માં સપ્ટેમ્બરમાં ગુના સબબ સીઆઇડી ક્રાઇમે ભુજના બિલ્ડર સંજય શાહ, પ્રકાશ વજિરાણી ઉપરાંત તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્માની અટક બાદ ગુનામાં ભુજના તત્કાલિન પ્રાંત અધિકારી સેજા લક્ષ્મણભાઇ ગલ્ચર, તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર ફ્રાન્સીસ સુવેરા, તત્કાલીન મામલતદાર રજનીકાંત વલવી, તત્કાલીન સર્કલ ઓફિસર સુરેન્દ્ર દવેને ઝડપ્યા હતા. સેજા ગલ્ચર, ફ્રાન્સીસ સુવેરા, રજનીકાંત વલવી અને સુરેન્દ્ર દવેના છઠ્ઠા અધિક સેશન્સ જજે જામીન મંજૂર કરતાં ચારે પૂર્વ અધિકારી જામીન પર આજે મુક્ત થયાની વિગતો મળી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang