• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ખાવડાના દયારામભાઈ દાવડા (ઉ.વ. 69) તે સ્વ. કંકુબેન ખીમજીભાઇ ખેરાજ દાવડાના પુત્ર, સ્વ. ગોમાબેન નેણશીભાઈ જોબનપુત્રાના જમાઈ, ગં.સ્વ. ભાનુબેનના પતિ, સ્વ. વાઘજીભાઈ, હેમરાજભાઈ, સ્વ. શામજીભાઇના ભાઇ, સ્વ. શારદાબેન તથા અનસૂયાબેનના દિયર, સંજયભાઈ, ઉમેશભાઈ, બીનાબેન, કિરણબેનના પિતા, ડિમ્પલબેન, અંકિતભાઇ ગણાત્રા, કેતનભાઇ પવાણીના સસરા, કશિશ, પાર્થવી, દેવિકના દાદા, ધ્રુવ તથા આરુષના નાના, પ્રભાબેન, જયશ્રીબેન, ઇલાબેન, તારાબેન, બિંદુબેન, હરેશભાઇ, રાજેશભાઈ, પ્રકાશભાઈના કાકા, રિદ્ધિબેન, બિંદિયાબેન, અનિતાબેનના કાકાસસરા, અનસૂયાબેન (નાથાબેન), સ્વ. મુલાબેન, ગ.સ્વ. પુષ્પાબેન, રંજનબેન, હિનાબેન, સંતોકબેન (શિલ્પાબેન), રશ્મિબેન, સ્વ. દિપાબેનના બનેવી તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 28-8-2026ના સાંજે 4થી 6 નિવાસસ્થાને નરનારાયણનગર શેરી નં. 9, ભુજ ખાતે અને બંને પક્ષની  પ્રાર્થનાસભા તા. 29-8-2026ના શનિવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.

ભુજ : રામીબેન સેતણિયા (ચારણ) (ઉ.વ. 68) તે નારણભાઈ સ્વ. ભીમજીભાઈ સેતણિયાના પત્ની, કરશનભાઇ (માધાપર), ખીમજીભાઇ, નરશીભાઈ, મુકતાબેન સ્વ. રમેશભાઈ ખીમસુર, જશુબેન ઈશ્વરભાઈ ચૌહાણના માતા, પરસોત્તમ, કિશોર, મયૂર, હંસા, વસંત, જમના, મમતાના દાદી, કમળાબેન, ગીતાબેન, બબીબેનના સાસુ, જીવીબેન સ્વ. જીવાભાઈના જેઠાણી, જિજ્ઞાબેનના દાદીસાસુ, રેવાંશના પરદાદી તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 30-8-2026ના સાંજે આગરી અને તા. 31-8-2026ના સવારે ઘડાઢોળ (પાણિયારું)  સ્ટેશન રોડ, ચારણવાસ, ભુજ ખાતે.

ભુજ : ગવરીબેન વાઘેલા (ઉ.વ. 80) તે સ્વ. કાનજીભાઇ દામજીભાઇ વાઘેલા (આકાશવાણી-ભુજ)ના પત્ની, વિનોદ વાઘેલા (આકાશવાણી-ભુજ), ઉષાબેન, હેમુબેન, માલતીબેન, મંજુલાબેનના માતા, રેખાબેનના સાસુ, સાગર, દિવ્યાંશીના દાદી તા. 26-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-8-2026ના શનિવારે સાંજે 5થી 6 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 6-9-2026ના રવિવારે 10.30થી 12 નિવાસસ્થાને દાદુપીર, વાલ્મીકિવાસ, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.

આદિપુર : મૂળ ભીમાસર-ભુટકિયાના પ્રદીપભાઇ મિરાણી (ઉ.વ. 59) તે સ્વ. જીવીબેન બાબુલાલ મગનલાલ  મિરાણીના પુત્ર, હેમલતાબેનના પતિ, ગિરધરલાલ ધારશીભાઇ ગણાત્રા (ગેડી)ના જમાઇ, જિગરભાઇ, જાગૃતિબેન સાગરભાઇ રાજદે, છાયાબેનના પિતા, રાશીબેન, સાગરભાઇ મહેન્દ્રભાઇ રાજદે, તેજશકુમાર પ્રદીપભાઈ રાજદે (માધાપર)ના સસરા, જમનાદાસ, પ્રવીણભાઇ, જગદીશભાઇ, કનૈયાલાલ, હરેશભાઈ, સ્વ. લક્ષ્મીબેન વિશનજીભાઇ નાથાણી, અરૂણાબેન ઘનશ્યામભાઇ દતાણી, જયશ્રીબેન દિનેશભાઈ ગંધાના ભાઈ, સ્વ. ત્રિભુવનદાસ, સ્વ. ખીમજીભાઇ, સ્વ. જયંતીલાલના ભત્રીજા, સ્વ. ચમનલાલ, ગિરધરલાલ, વંસતલાલ, સ્વ. બળવંતભાઈ, રમેશભાઇ, સ્વ. ઈશ્વરભાઇ, પ્રકાશભાઈ, સ્વ. મનોજભાઈ, નવીનભાઇ, દિનેશભાઈ, આશાબેન અનિલભાઈ પૂજારા, સુશીલાબેન નટવરલાલ ચંદે, દક્ષાબેન વિનોદભાઈ પૂજારાના પિતરાઇ ભાઇ, વેલજીભાઇ, કનૈયાલાલ, નાનાલાલ, કમલેશભાઈ, પ્રભાવતીબેન વંસતલાલ પૂજારા, નીલાવંતીબેન કેવળલાલ રામાણી, મુક્તાબેન છગનલાલ રામાણીના બનેવી, અરજણભાઇ નારણજીભાઇ ચંદે (કીડિયાનગર)ના દોહિત્ર, દેવજીભાઈ, કેશવલાલના ભાણેજ તા. 25-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-8-2026ના રવિવારે સાંજે 4.30થી 530 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.

માધાપર (તા. ભુજ) : ઝવેરીલાલ મણિશંકર ભટ્ટ (લાખલાણી) (ઉ.વ. 79) તે સ્વ. મુક્તાબેન મણિશંકર ભટ્ટના પુત્ર, સ્વ. વિઠ્ઠલદાસ (તુલસીદાસ) (નલિયા)ના જમાઈ, ગં.સ્વ. વિમલાબેનના પતિ, સ્વ. ચંદુભાઈ, હરેશભાઈ, વિનુભાઈ, પ્રફુલભાઈ, દિલીપભાઈ, દિનાબેન પંકજભાઇ કલૈયા (મોરબી)ના ભાઈ, સ્વ. પ્રભાબેન, જ્યોત્સનાબેન, નીતાબેન, છાયાબેનના જેઠ, જયેશભાઈ (દેવ ઇલેક્ટ્રિકલ્સ), મનીષભાઈ (પીજીવીસીએલ)ના પિતા, પ્રિયાબેન, હર્ષિતાબેનના સસરા, નીલેશભાઈ, કલ્પેશભાઈ, હિમાંશુભાઈ, રોહિલભાઈ, જયભાઈ, દીપના મોટાબાપા, દેવ, મયુષી, મયંક, દીક્ષિતના દાદા તા. 27-8-2026 અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-8-2026ના શનિવારે સાંજે 5થી 6 યક્ષ મંદિર કોમ્યુનિટી હોલ, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ અંજારના કચ્છ ગુર્જર ક્ષત્રિય ગં.સ્વ. પુષ્પાબેન (ઉ.વ. 81) તે સ્વ. ત્રંબકલાલ ભવાનજી વરુ (કચરાણી)ના પત્ની, સ્વ. કેશરબેન ભવાનજીભાઇ વરૂના પુત્રવધૂ, સ્વ. કંકુબેન વિશનજીભાઇ ટાંક (મનેન્દ્રગઢ)ના પુત્રી, છગનલાલ વિશનજીભાઇ ટાંકના બહેન, નીતિનભાઇ (નાસિક), અજયભાઈ (માધાપર), હિનાબેન (નાસિક), મમતાબેન ( બિલાસપુર)ના માતા, સ્વ. નૂતન, પૂર્વી, નરેન્દ્ર ચૌહાણ, રુષી ચૌહાણના સાસુ, ઓજસ, હિરલ, દીપ, મીતના દાદી, ભાવિક, નિશિતા, શુભિકા, ભાવિશા, લક્ષના નાની, સ્વ. જયંતીલાલભાઇ, સ્વ. દેવશીભાઇ, સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. હિમ્મતરામભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. વસંતરાય, સ્વ. જયાબેન, સ્વ. કનકબેનના ભાભી, સ્વ. નરશીભાઇ પ્રેમજીભાઇ ચૌહાણ (નાસિક), મધુભાઇ રામજીભાઇ ટાંક (રાજકોટ), સ્વ. રમણીકલાલભાઇ રામજીભાઇ ચૌહાણ (બિલાસપુર), સ્વ. નાનાલાલભાઇ મૂરજીભાઇ ચાવડા (રાયપુર)ના વેવાણ તા. 26-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-8-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, જૂનાવાસ, બસ સ્ટેશન પાસે, માધાપર ખાતે.

ખેડોઈ (તા. અંજાર) : જનકબા જાડેજા તે સ્વ. ગંભીરાસિંહ (બાપાલાલાસિંહ ટપુભા)ના પત્ની, ઇન્દ્રજિતાસિંહ અને જયવિરાસિંહના માતા, સૂર્યરાજાસિંહ અને હર્ષરાજાસિંહ ના દાદી તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. બેસણુ તા. 27-8-2026થી તા. 31-8-2026 સોમવાર સાંજ સુધી કોમ્યુનિટી હોલ, ખેડોઈ પંચાયત પાસે, ખેડોઈ ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : વસંતલાલ (ઉ.વ. 74) તે સ્વ. ઇન્દુમતીબેન શિવજી દેવજી જેસરેગોરના પુત્ર, દક્ષાબેનના પતિ, હિતેન, નિશાબેનના પિતા, તરુલતાબેન, ધવલકુમાર, પ્રબોધભાઇ માકાણીના સસરા, રિષભ, જેનીશના દાદા, માનના નાના, જયાબેન મહેશ મોતા (મસ્કા-મુલુંડ), સ્વ. પ્રદીપભાઇના ભાઇ, પુષ્પાબેનના જેઠ, વિશાલ, હાર્દિકના કાકા, દીપેશ, વૈશાલીના મામા, પ્રાણજીવન લક્ષ્મીદાસ મોતા (મસ્કા-મુંબઇ)ના જમાઇ તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 29-8-2026ના બપોરે 3.30થી 5.30 રાજગોર સમાજવાડી, ભુજપુર ખાતે.

આણંદપર-યક્ષ (તા. નખત્રાણા) : અબજી મનજી પોકાર (ઉ.વ. 88) તે સ્વ. ભચીબેન મનજી પોકારના પુત્ર, સ્વ. મેઘબાઈના પતિ, વાલબાઈ વાલજી નાયાણી (વિથોણ)ના ભાઈ, નાનજીભાઈ, લક્ષ્મીબેન મણિલાલ રૂડાણી (વિભાપર), પ્રેમજીભાઈ, ગંગારામભાઈ, દિનેશભાઈ (વાકવલી)ના પિતા, પાર્વતીબેન, વિજયાબેન, મંજુલાબેન, વૈષ્નવીબેનના સસરા, મંજુલાબેન રાજેશ રૂડાણી (નાના અંગિયા), કાંતિલાલ, હેમંત, સંજય, માનસીબેન નીલેશ ડાયાણી (સુરત), ભક્તિ, નયન, ક્રિષ્ના, ધ્રુવીના દાદા, વર્ષાબેન, શોભનાબેનના દાદાજી સસરા, સ્વ. રતનશી હરજી રૂડાણી (દેવપર યક્ષ)ના જમાઈ તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-8-2026ના શનિવારે સવારે 8.30થી 11 તથા બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, આણંદપર (યક્ષ) ખાતે.

ભાડરા મોટા (તા. લખપત) : રામીબેન મેઘજીભાઇ પાયર (ઉ.વ. 98) તે વાલજી મેઘજી (પ્રમુખ, મારૂ સમાજ-અબડાસા), ભારમલભાઇ, મનજીભાઇ, ડેમાબેન પરબતભાઇ (ટોડિયા), કાનબાઇ નાથાભાઇ પરગડુ (કોઠારા)ના માતા, મંગાભાઇ, બુધાભાઇ, અરવિંદભાઇ, નરશીભાઇ, ચાંપશીભાઇ, દિનેશભાઇ, પરેશભાઇ, મોહનભાઇના દાદી, સ્વ. ભીમજી ધનજી (ગંગોણ), સ્વ. ખેતુબેન, કેસાબેન (વંગ), મુરીબાઇ (બેરૂ), મૂળજી ધનજી (નખત્રાણા)ના બહેન તા. 26-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 29-8-2026ના રાત્રે અને પાણી (ઘડાઢોળ) તા. 30-8-2026ના સવારે નિવાસસ્થાને ભાડરા ખાતે.

રાજકોટ : સાગર રાજેશભાઈ ભગલાણી (ઉ.વ. 26) તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-8-2026ના શનિવારે સાંજે 4થી 6 નિવાસસ્થાને માર્કાટિંગયાર્ડ, મનહર સોસાયટી શેરી નં. 9, આર.ટી.ઓ. ઓફિસની બાજુમા, રાજકોટ ખાતે. સંપર્ક : રાજેશભાઈ ભગલાણી-98256 07091, નીતેશભાઈ ભગલાણી-97276 26594, મોહિલ ભગલાણી-90675 45688.

Panchang

dd