• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : હાલે બદલાપુર-મુંબઇ રંજનાબેન શશિકાંત પૂજારા (ઉ.વ. 65) તે સ્વ. શશિકાંતભાઇ દેવચંદ પૂજારાના પત્ની, ચિરાગ તથા નિકુંજના માતા, સ્વ. હાંસબાઇ દેવચંદ દામજી પૂજારાના પુત્રવધૂ, સ્વ. વૃજલાલભાઇ, સ્વ. કાંતિલાલભાઇ, સ્વ. હિંમતલાલભાઇ, વસંત, અશોક, સ્વ. મણિબેન, સ્વ. જયાબેન, ગં.સ્વ. તારાબેન, ગં.સ્વ. ભારતીબેનના ભાભી, ગં.સ્વ. વીણાબેનના દેરાણી, જ્યોતિબેન, સલ્વીબેનના જેઠાણી તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-8-2026ના બુધવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : ગં.સ્વ. ધીરજબેન ભીન્ડે (ઉ.વ. 72) તે સ્વ. કિશોરચંદ્ર ભીન્ડેના પત્ની, સ્વ. વાલજી મોતીરામ ભીન્ડે (લોડાઈ)ના પુત્રવધૂ, સ્વ. હિનાબેન ભૂપતભાઈ, પ્રીતિબેન કિરીટભાઈ, કવિતાબેન અલ્પેશભાઈ, સીમાબેન દીપકભાઈના માતા, ભૂપતભાઈ, કિરીટભાઈ, અલ્પેશભાઈ, દીપકભાઈના સાસુ, સ્વ. રૂક્ષ્મણીબેન લાલજી મુરજી ઠક્કર (પંડિતપોત્રા) (સંઘડ)ના પુત્રી, સ્વ. ડાઈબેન (નર્મદાબેન) ગોરધનદાસ કારિયા, સ્વ. જમનાબેન ધરમશી ગણાત્રા, સ્વ. લક્ષ્મીબેન ધરમશી ભીન્ડે, સ્વ. ગુણવંતીબેન રામજીભાઈ રાયમંગિયા, સ્વ. શિવદાસભાઈ, સ્વ. બાબુલાલ, ભીખુભાઈ (ભગવતીપ્રસાદ)ના બહેન, સ્વ. સરસ્વતીબેન બાબુલાલ, રેખાબેન ભીખુભાઈના નણંદ, સ્વ. લીલુબેન, સ્વ. રૂક્ષ્મણીબેન, સ્વ. મંગલભાઈ, શંકરભાઈ, વિઠ્ઠલદાસના ભાભી, રાહુલ, તુષાર, સાહિલ, મિહીર, હેમા, હર્ષના નાની, મીનાબેન ભરતભાઈ કોટેચા, ભાવનાબેન રાજેશભાઈ આડઠક્કર, જગદીશભાઈ, ભાવેશભાઈ, રિતેશભાઈ, ચિરાગભાઈના ફઈ તા. 21-8-2026ના કોલકાતા (લીલવા) ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા (ભાઈઓ તથા બહેનોની સાથે) તા. 26-8-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, રાજેન્દ્ર કોડરાણી માર્ગ, અંજારખાતે.

અંજાર : ખત્રી મેમુનાબેન ઝુલ્ફીકાર (છાપારા) (ભુજવાળા) (ઉ.વ. 40) તે ખત્રી અલીમામદ જુસબ (રાજકોટ)ના પુત્રી, મોહીનુદ્દીન તથા શેરબાનુ નૂરમામદ (અંજાર)ના બહેન, સાહિદ અને શાહરુખના માતા તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-8-2026ના મંગળવારે સવારે 11થી 12 મસ્જિદે ખિજરા, નવા અંજાર ખાતે.

આદિપુર : મૂળ મંજલના ભાવસાર ગિરધરલાલ માવજી ભટ્ટી (ઉ.વ. 80) તે ચંદ્રિકાબેનના પતિ, સ્વ. તુલસાબન વેલજીના જમાઇ, મનીષા, હેતલબેન, હિમાંશુ, સ્વ. કોમલના પિતા, દીપેશ શાંતિલાલ (રજિસ્ટ્રાર, રાપર કોર્ટ), હેમંત હર્ષદભાઇ, અંકિતાના સસરા, સ્વ. હરિલાલ, સ્વ. દયારામ, જશવંત (ઉમા અગરબત્તી), સ્વ. મંગળાબેન મોહનલાલ, સ્વ. રુક્ષ્મણિબેન ખટાઉભાઇ, ગં.સ્વ. રાધાબેન મુલચંદભાઇના ભાઇ, ગં.સ્વ. કૌશલ્યાબેન, ગં.સ્વ. આશાબેન, ભગવતીબેનના દિયરદિનેશ, પરેશ, હેમંત (રોયલ પ્લોટ્સ પ્રા.લિ.), મયૂર (રોયલ ફ્લેક્સ બેનર), જયંત, હિના અજય ચાવડા, અમિતા રાજેશ વ્યાસ, સારિકા મનીષ ભાવસાર, એડવોકેટ નીલમ નાનજી મઢવી, ચંદાના કાકા, કિશોર વેલજીના બનેવી, પ્રિના, પ્રિનલ, નુપૂર, સંગીત, સાવન, પ્રથમ, માહી, પ્રગતિ, જીલ, તશ્વીના દાદા, દિશાર્થ, ડો. સુમિત, ઓમ, તન્વી, ધ્રુવ, ગુંજીલ, રિશી, પ્રિશા, યશ્વીના નાના તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-8-2026ના બુધવારે સાંજે 4થી 5 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.

નખત્રાણા : મહેશ્વરી રમેશ નરશીં સુડિયા (ઉ.વ. 38) તે લખમાબાઇ નરશીં મુરાના પુત્ર, સવિતાબેનના પતિ, કાનજી, પ્રવીણ, પરમાબેન કાનજી ફફલ (રોહા-કોટડા), કેશરબેન કાનજી ગડા (ઘડાણી), ધનબાઇ હંસરાજ ઝોલા (મુરુ)ના ભાઇ, દેવેન્દ્ર, જેકીના પિતા, મંગલ અરજણ પાયણ (વિભાપર)ના જમાઇ, પચાણ, બાબુના ભત્રીજા, મનજી જુમા, આલા રાજા, હરજી રામા, બુધા રાજા, વીરજી રામા, રાણા સુમારના કાકાઇ ભાઇ તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન ગણેશનગર, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : ખલીફા હાસમ અબ્દુલ્લાહ (ઉ.વ. 78) તે ઇબ્રાહિમના પિતા, આધમ, નૂરમામદ, રજબઅલી, જુસબના ભાઇ, ઉમર, જાફર, હારૂન (નેત્રા)ના બનેવી, રમજાન જુમ્મા (ચાંદરાણી કોટડા), મ. ફિરોજ અનવર (બેરાજા)ના સસરા તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.

કેરા (તા. ભુજ) : હેમલતાબેન તે પ્રાણલાલભાઈ ભાણજી વ્યાસના પત્ની, સ્વ. કાશીબેન પ્રાગજી વીરજી ત્રિવેદીના પુત્રી, સ્વ. અરાવિંદભાઈ, નરેન્દ્રભાઈના માતા, ગં.સ્વ. ભારતીબેન, કલ્પનાબેનના સાસુ, જિતેશ, શિવમ, નિશા, નેહાના દાદી, સ્વ. જશોદાબેન પ્રભુલાલ વ્યાસના દેરાણી, વિનુબેન જેન્તીલાલ વ્યાસના જેઠાણી, સ્વ. જેન્તીલાલભાઈના ભાભી, સ્વ. પ્રભુલાલભાઈના નાના ભાઈના પત્ની, નિધિના પરદાદી તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-8-2026ના બુધવારે સાંજે 4થી 5 બાપાશ્રીની સમાજવાડી, બાલમંદિર સામે, કેરા ખાતે.

બળદિયા (તા. ભુજ) : પરબતભાઇ બોખાણી (ઉ.વ. 62) તે સ્વ. વીરબાઇ પચાણભાઇ બોખાણીના પુત્ર, જશોદાબેનના પતિ, સ્વ. લાછુબેન લધુભાઇ જુમાભાઇ બુચિયાના જમાઇ, મગનલાલ, સ્વ. કરમશીભાઇ, હમીરભાઇ, ભચુભાઇ, દેવલબેન પરબતભાઇ ખોખર, મેઘાબેન કાનજીભાઇ ખોખર, સ્વ. સામાબેન સુરેશભાઇ ખોખરના ભાઇ, ભાવનાબેન, અરવિંદ, વિજય, નીલેશ, સંદીપ, વિપુલના પિતા, સામજી પૂંજાભાઇ સિજુ, કવિતાબેન અરવિંદ, વનિતાબેન વિજય, હીરલબેન નીલેશના સસરા, સુરભિ, નિરાલી, રાજવીર, દુલારી, જયવીર, દેવાંશીના દાદા, કુશ, ભવ્યના નાના તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-8-2026ના સાંજે 4થી 6 તથા ધાર્મિકક્રિયા દિયાડો તા. 26-8-2026ના અને તા. 27-8-2026ના ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાન ઉપલોવાસ, બળદિયા ખાતે.

સુમરાસર (તા. ભુજ) : દામજીભાઇ ગાગલ (ઉ.વ. 50) તે સ્વ. કુંવરબેન ગોપાલભાઇ જેઠાભાઇ ગાગલના પુત્ર, સ્વ. પાંચાભાઇ જેઠાભાઇ, સ્વ. કરમણભાઇ જેઠાભાઇ, રાજીબેન અરજણભાઇ ચાડના ભત્રીજા, વેજીબેનના પતિ, મુકેશભાઇ, મનીષાબેન, મૈયાબેનના પિતા, હરિભાઇ ગોપાલભાઇ, ત્રિકમ ગોપાલભાઇ, દેવકરણભાઇ ગોપાલભાઇ, ધુનીબેન ભારમલભાઇ, રતનબેન કાનાભાઇ ચાડના ભાઇ, સ્વ. કાનાભાઇ કરશનભાઇ કેરાસિયાના જમાઇ, હીરા કાનાભાઇ કેરાસિયાના બનેવી, સ્વ. નારણભાઇ વસ્તાભાઇ પટેલ, સ્વ. ગોપાલભાઇ વસ્તાભાઇ, સવાભાઇ વસ્તાભાઇ, ધનાભાઇ વસ્તાભાઇ પટેલના ભાણેજ, હરિભાઇ પાંચાભાઇ, હરિભાઇ કરમણભાઇ, રણછોડભાઇ પાંચાભાઇ, માવજીભાઇ પાંચાભાઇના કાકાઇ ભાઇ, સુરેશ, વિવેક, વિશાલ, રાહુલ, રાજદીપ, તન્મયના કાકા તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન સુમરાસર ખાતે.

અંતરજાળ (તા. ગાંધીધામ) : રૂપાલીબેન રાજગોર (ઉ.વ. 46) તે બિપિનભાઇ નારાણજી રાજગોરના પત્ની, હેરી, ક્રિશના માતા, અમરદીપના ભાભી, ડિમ્પલબેનના બહેન, દેવાંશી, વીર, વિધુના કાકી, સ્વ. સુશીલાબેન નારાણજી મીઠુભાઇ રાજગોર (જય ખેતરપાળ કેટરર્સ)ના પુત્રવધૂ, હંસાબેન ગટુભાઇ પટેલ (વલસાડ)ના પુત્રી તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 25-8-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. 47, પરશુરામધામ સોસાયટી, અંતરજાળથી નીકળશે.

મોટા સલાયા (તા. માંડવી) : મણિબેન (ઉ.વ. 95) તે સ્વ. દેવગિરિના પત્ની, સ્વ. હીરબાઇ હરિગિરિ લાલગિરિના પુત્રવધૂ, પાર્વતીબેન ખીમગિરિ (જામનગર, હાલે માધાપર), જમનાબેન વિશ્વગિરિ (મુંબઇ હાલે ભુજ), સ્વ. પરસોત્તમગિરિ, હીરાગિરિ, સ્વ. દિનેશગિરિ, હરેશગિરિ, કિશોરગિરિ, લતાબેન જગદીશગિરિ (ભુજ), યોગેશગિરિના માતા, ગં.સ્વ. વાસંતીબેન, હેમલતાબેન, ગં.સ્વ. પ્રેમિલાબેન, અરૂણાબેન, વર્ષાબેન, સંગીતાબેનના સાસુ, સ્વ. ભાણબાઈ હીરાગિરિના ભાભી (નાની ખાખર), ભાવનાબેન સચિનગિરિ (ભુજ), આશિષગિરિ, પૂનમબેન રોહનગિરિ (ભુજ), પ્રીતિબેન કેતનગિરિ (મુંબઈ), રીનાબેન સંદીપગિરિ (અંજાર), લખનગિરિ, જીગરગિરિ, હિતેષગિરિ, સોનાલીબેન કપિલગિરિ (અંજાર), પ્રતીકગિરિ, ભાવેશગિરિ, જિજ્ઞેશગિરિ, દર્શનગિરિ, રોહનગિરિ, હર્ષગિરિ, ક્રિષગિરિ, હેતલ, કાજલ, મૈત્રીના દાદી, આશાબેન, મનીષાબેન, માધુરીબેન, શિલ્પાબેન, સ્વેનીબેન, દુર્ગાબેન, પ્રિયાબેનના દાદીસાસુ, ગામ વીંઢના ભારથી પરિવારના દીકરી, હિતાર્થ, વીર, વંશ, વેદ, નિશિવ, શ્રિયા, પાર્શ્વી, રાધિકા, દિત્યા, આર્નવીના પરદાદી તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-8-2026ના બુધવારે સાંજે 4થી 5 જૈનપુરી, માંડવી ખાતે. ઘડાઢોળવિધિ (બારસ) તા. 4-9-2026ના નિવાસસ્થાન સલાયા (તા. માંડવી) ખાતે.

સુખપર (તા. મુંદરા) : જુણેજા રહેમતબાઈ સાલેમામદ (ઉ.વ. 49) તે અબ્દુલ હુસૈન, મામદના માસી, સદામના દાદી તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-8- 2026ના મંગળવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન, સ્કૂલની પાછળ, સુખપર (તા. મુંદરા) ખાતે.

નાની તુંબડી (તા. મુંદરા) : સમેજા અફસાનાબાનુ (ઉ.વ. 30) તે સમેજા મ. રમજુ બુઢાના પુત્રવધૂ, ચવાણ ઓસમાણ હારુન (ફરાદી)ના પુત્રી, અસલમ રમજુ સમેજાના પત્ની તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-8-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ સમાજવાડી, નાની તુંબડી ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : મૂળ નાગલપર (તા. માંડવી)ના બાદલભાઇ ગરવા (ગાજણ) (ઉ.વ. 45) તે છગનભાઇ જખુભાઇ ગાજણના પુત્ર, સ્વ. બાબુલાલ વેલજી મુછડિયા (અંગિયા નાના)ના જમાઇ, ભાવિક, વૈશાલીના પિતા, દિનેશભાઇ, હરિલાલ, નર્મદાબેન (મિરજાપર)ના ભાઇ, અશ્વિન, રાજેશ (અંગિયા નાના)ના બનેવી, શાન્તિલાલ, બાબુલાલ, સ્વ. વેલજી, અમૃતભાઇના ભાણેજ તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મફતનગર, વિથોણ ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સોતા કાસમ અભુભખર (ઉ.વ. 69) તે હારુન રસીદ, ઓસમાણ ગની, અસગરઅલી (હોટેલવાળા)ના પિતા, રફિક, રિઝવાન (રાજુ મોબાઇલ)ના મોટાબાપા, મહમદહુશેન, સલીમ, સુલતાનના કાકા, તાહીરહુશેન (મુંદરા), આસીફ (મુંદરા)ના સસરા તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-8-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, કોઠારા ખાતે.

સુરત : વાગડ સાત ચોવીસી જૈન મૂળ ભચાઉના વાડીલાલભાઇ રતનશીભાઇ સંઘવી (ઉ.વ. 84) તે સૂરજબેનના પતિ, સ્વ. નૈત્તમલાલ, સ્વ. મોહનલાલ, સ્વ. અમૃતબેન, સ્વ. લાડુબેનના ભાઇ, પ્રદીપભાઇ (અમદાવાદ), ધર્મેન્દ્રભાઇ (સુરત), બીનાબેન વિપુલ વોરા, ભાવનાબેન રિતેશ ખંડોર, રીટા કિશોર કુબડિયા, સોનલ ભાવેશ ઘોડાના પિતા, સ્વ. ભાણજીભાઇ લીલાધરભાઇ મહેતા (રાયપુર)ના જમાઇ, મોહનલાલ, ગિરીશભાઇ, ચંદનબેન, સ્વ. જયાબેન, લતાબેન, દેશાબેન, નીલમબેન, કુસુમબેન, કુમુદબેન, કલ્પનાબેનના બનેવી, હર્ષાબેન, લતાબેનના સસરા, સપનાબેન, પંક્તિબેનના દાદાસસરા, નવીનભાઇ, જિતેન્દ્રભાઇ, જયેશભાઇ, સ્વ. પરેશભાઇ, સ્વ. વિકાસભાઇ, સ્વ. ભાવેશભાઇ, નીતાબેન, જિજ્ઞાબેન, સ્વ. હિનાબેનના કાકા, અક્ષય, મોનિક, શેફાલી, દીપાલી, મનાલીના દાદા તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. પિતૃવંદના તા. 26-8-2026ના સવારે 10થી 12 મોઢ વણિક વાડી, પાલ, સુરત ખાતે. સંપર્ક : પ્રદીપભાઇ-98796 13157.

Panchang

dd