• ગુરુવાર, 21 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા બુદ્ધભટ્ટી વર્ષાબેન (ગીતાબેન) (ઉ.વ. 56) તે મનસુખભાઇ કાનજીના પત્ની, સ્વ. ગોદાવરીબેન કાનજી માધવજીના પુત્રવધૂ, નિકેત, હેન્સી, ઉર્વિના માતા, અદિતી, આયુષીના દાદી, પ્રાહિલના નાની, સ્વ. રિમ્પલબેન, પુનિતકુમાર (માનકૂવા), જયકુમાર (ઇડર)ના સાસુ, સ્વ. જટાશંકર, સ્વ. ચૂનીલાલ, સ્વ. જેન્તીલાલ, કેશવલાલ, સ્વ. ઝવેરીલાલ, હસમુખ, જગદીશ, સ્વ. ઝવેરબેન (ભુજ), મંગળાબેન, જ્યોતિબેન (અંજાર) તથા રીટાબેનના ભાભી, સ્વ. જયાબેન, માનવંતીબેન, સ્વ. લક્ષ્મીબેન, રસીલાબેન, નલિનીબેન, મંજુલાબેનના દેરાણી, જયશ્રીના જેઠાણી, સાકરિયા નીમુબેન હરિરામ (નારાણપર), સાકરિયા સાવિત્રીબેન શિવજી (નખત્રાણા)ના પુત્રી, સ્વ. કીર્તિ, રૂપાબેન, રાજેશભાઇ (ગીતા સ્ટુડિયો), લીનાના બહેન, રંજનબેન, કલ્પનાબેનના નણંદ, સ્વ. વિનુ, સ્વ. રમેશ, હરીશ, રજુ, સ્વ. પ્રદીપ, સંજય, સ્વ. અશોક, ભાવેશ, વિશાલ, ડિપેન, કરણ, હાર્દિક, હર્ષલ, હંસા, પ્રવીણા, હર્ષા, જયશ્રી, ક્રીટા, જિજ્ઞા, હસ્મિતા, ભાવિની, તન્વી, નેહા, મિતાલી, મોનિકાના કાકી તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 નવી લોહાણા મહાજનવાડી, નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ: મૂળ દયાપરના નરાસિંહભાઈ કાનજીભાઈ પટેલ (ઉ.વ. 73) (ટેલિફોન ખાતાના નિવૃત્ત કર્મચારી) તે સ્વ. કાનજી હરજી પટેલના પુત્ર, સ્વ. લીલાબેનના પતિ, અનિલ, ચેતન, શર્મિષ્ઠા (રત્નાગિરિ), મુકતા (રણુ)ના પિતા, સંગીતા અને અંજલિના સસરા, દર્શિલ, ભૂમિ, નિત્યના દાદા, સ્વ. દેવજીભાઈ, ભગવાનજીભાઇ, ભૂપેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, સુરેશભાઈ (ઊંઝા)ના ભાઈ, સ્વ. ધનજી પુંજા ખેતાણી (કોટડા(જ.) હાલે સંબલપુર)ના જમાઈ તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5-2026ના સાંજે 5થી 6 આર્ય સમાજવાડી, લાલ ટેકરી, ભુજ ખાતે.

અંજાર : મૂળ ભુજના ગં.સ્વ. પરીબેન (ઉ.વ. 92) તે અરવિંદરાય અંજારિયાના પત્ની, ઇશ્વરલાલ જે. વૈષ્ણવ (બી.એસ.એન.એલ.)ના પુત્રી, સ્વ. દુષ્યંતભાઇ (ટેલિફોન), હેમંતભાઇ (જિલ્લા પંચાયત), ગં.સ્વ. ચેતના મુકેશ ઝાલાના માતા, ખ્યાતિ બિમલ વૈદ્ય, વૈશાલી ઋષભ બૂચ, પૂજા, કૃતિકા ભાવિન ધોળકિયા, નીકિતા અંજારિયાના દાદી, રિતેશ, સારાંશના નાની, શ્રેયશ, પલાશ, આરુષ, માર્મિકના પરદાદી તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. મો. 95662 33799, 98985 13345, 87809 87879.

માંડવી : રામભાઇ (ઉ.વ. 55) તે સ્વ. ઠક્કર નર્મદાબેન જીવરામભાઇ રણછોડદાસ દાવડા (વાયોર હાલે માંડવી)ના પુત્ર, રક્ષાબેનના પતિ, ગં.સ્વ. અનસુયાબેન (લીલાવંતીબેન) અજીતભાઇ ઠાકરશી પલણ (માંડવી)ના મોટા જમાઇ, વરુણના પિતા, નીતુબેનના સસરા, મધુબેન નરેન્દ્રભાઇ સોમૈયા, વીણાબેન પ્રવીણભાઇ માણેક, નીતાબેન ઘનશ્યામભાઇ ઠક્કર, ઉષાબેન કિરણભાઇ બાફના, મીનાબેન જયંતભાઇ રૂપારેલ, સીમાબેન સમીરભાઇ દાવડા, બીનાબેન કેતનભાઇ ચોથાણી, સોનીબેન અશોકભાઇ આથા, શ્યામભાઇના ભાઇ, પંકજભાઇ, મનીષભાઇ, ભાવનાબેન શૈલેષભાઇ ભમરિયા, શીતલબેન ભાવિકભાઇ ગંધા, રૂપાબેન અંકિતભાઇ રાયમંગિયાના બનેવી તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-5-2026 ગુરુવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

નખત્રાણા : મૂળ રવા (ભાચુંડા)ના ગોસ્વામી ભરતભારથી પ્રેમભારથી (ઉ.વ. 60) (બળેશ્વર મહાદેવ ભુજિયા તળેટીના પૂજારી) તે સ્વ. પ્રેમભારથી લાલભારથી તથા સ્વ. નાનુબેનના પુત્ર, સ્વ. લક્ષ્મણભારથી (નખત્રાણા), ચંદુભારથી (ભુજ), સ્વ. લક્ષ્મીબેન હરિગર (વિંઝાણ)ના ભાઇ, જેન્તીભારથી, સ્વ. જીતેન્દ્રભારથીના કાકા, મીતભારથી, ભાવિનબેન (ખાખર), ભારતીબેન (નખત્રાણા)ના મોટાબાપા તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-5-2026 શુક્રવારે બપોરે 4થી 5 લક્ષ્મણભારથી પ્રેમભારથીના નિવાસસ્થાન વૃંદાવન સોસાયટી, જી.ઇ.બી. પાવરહાઉસની પાછળ, નખત્રાણા ખાતે.

નખત્રાણા : મૂળ તગડી (તા. ધંધુકા)ના લતાબા અર્જુનદેવસિંહ ચુડાસમા (ઉ.વ. 65) તે અર્જુનદેવસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની,  ડો. દુષ્યંતકુમાર (ઓસ્ટ્રેલિયા), મિથિલેશસિંહ (આશાપુરા ફાર્મ એન્ડ રિસોર્ટ-માતાના મઢ)ના માતા,  રૂદ્રાંશસિંહના દાદી, સ્વ. યોગેન્દ્રસિંહ (તગડી), પ્રહલાદસિંહ (ગાંધીધામ)ના નાના ભાઇના પત્ની, મયુરધ્વજસિંહ, રઘુરાજસિંહ (તગડી), ધનંજયસિંહ (ગાંધીધામ)ના કાકી, યશપાલસિંહ ઝાલા (કોટેશ્વર પેટ્રોલિયમ કોટડા (જ.) તથા આશાપુરા પેટ્રોલિયમ રવાપર)ના મામી, રાજવીરસિંહ ઝાલા, હરિરાજસિંહ ઝાલા (ભુજ), હરિરાજસિંહ ઉદયપાલસિંહ જાડેજા (ઓમ કેબલ નખત્રાણા)ના નાની, સ્વ. લખધીરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા (ઉપલેટા), સ્વ. પ્રદ્યુમનસિંહ જાડેજા (ભુજ)ના બહેન તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-5-2026 સુધી નિવાસસ્થાન તગડી ખાતે તથા ઉત્તરક્રિયા તા. 30-5-2026ના નિવાસસ્થાન તગડી ખાતે. નખત્રાણામાં પ્રાર્થનાસભા તા. 24-5-2026ના રવિવારે સાંજે 4થી 6 રૂડી સતીમા મંદિર સ્થાનકે (વિરાણી રોડ) નખત્રાણા ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ વજેપુરા કંપાના રમીલાબેન પરમાર (ઉ.વ. 55) તે મેહુલ, મિતેષના માતા, મોહનભાઈ અરજણભાઇ પરમારના પત્ની, ભાવેશ, સંજયના કાકી, રમીલાબેન ચમનભાઇના ભાભી, કમલેશ રાઠોડ (માનકૂવા)ના મામી, મોહનભાઇ પરબતભાઇ ગોહિલ (બાયડ)ના બહેન, સવિતાબેન ગોવિંદ લોંચા (ઠાકરનગર), ધનીબેન બાબુલાલ વાઘેલાના નાના બહેન તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 24-5-2026ના સત્સંગ, તા. 25-5-2026ના સોમવારે સવારે 10 વાગ્યે ઘડાઢોળ નિવાસસ્થાને.

કુકમા (તા. ભુજ) : અજય પ્રેમજીભાઇ વાસાણી (પ્રજાપતિ) (ઉ.વ. 28) તે મીઠીબેન પ્ર્રેમજીભાઇ મહાદેવભાઇ વાસાણીના પુત્ર, પ્રભુભાઇ, કરણભાઇ, દીપકભાઇ, અમરભાઇ, કાજલબેન ધર્મેન્દ્રભાઇ ચોનાણીના નાનાભાઇ તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2026 ગુરુવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી, કુકમા ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

ત્રંબૌ (તા. ભુજ) : મનસુખભાઇ વેલજીભાઇ કાતરિયા (ઉ.વ.50) તે ગં. સ્વ. લક્ષ્મીબેન વેલજીભાઈ કાતરિયાના પુત્ર, ગં. સ્વ. ગીતાબેનના પતિ, કાંતાબેન માવજીભાઈ હડિયા (નાગોર)ના જમાઇ, ગં. સ્વ. શાંતિબેન હીરાભાઈ કાતરિયાના ભત્રીજા,  કેશવજીભાઇ, વલમજીભાઈ, હરજીવનભાઈ, નવીનભાઈ, મોહનભાઈ, લીલાવતીબેન (ચંદિયા), જયાબેન (નાગોર), કંકુબેન (અંજાર), વનિતાબેન (નાગોર), ઉષાબેન (શિણાય)ના ભાઈ, દમયંતીબેન, વનિતાબેન, અમરતબેનના દિયર, પ્રીતિબેન, રેખાબેનના જેઠ, યતિન, યશ, રચનાના પિતા, ચેતન, ભાવેશ, નરેશ, પારસ, વંદનાના કાકા, હર્ષ, યુગ, મોહિલ, રુદ્ર, કાજલ, મિરલના મોટા બાપા તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5-2026ના શુક્રવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે. 

શિણાઇ : ખીમજીભાઇ મૂલજીભાઇ હડિયા તે સ્વ. રતનબેન મૂલજીના પુત્ર, સ્વ. વાલીબેન લાલજી બાંભણિયાના જમાઇ, મંજુબેનના પતિ, નરશીભાઇ, ડાયાલાલ, મોહનભાઇ, અમરતબેન, મુક્તાબેનના ભાઇ, ગં.સ્વ. કાંતાબેન, ગં.સ્વ. ગૌરીબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેનના જેઠ, નરેન્દ્ર, પ્રેમજી, હંસાબેન, ઇન્દિરાના પિતા, આરતીબેન, પૂજાબેન, અનિલભાઇ, શાંતિલાલના સસરા, વિશાલ, રોહન, ક્રિષ્ના, શ્વેતા, રોશનીના દાદા તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5-2026 શુક્રવારે સવારે 10થી 11 જૂની સમાજવાડી (વૃંદાવનવાડી), શિણાય ખાતે.

ભાદરાઇ (તા. અંજાર) : વિજય (ઉ.વ. 14) તે શંકર પાંચા ધેડા તથા લખમીબાઇના પુત્ર, અરવિંદના ભત્રીજા, ભૂપેશના મોટાભાઇ, સામત વાછિયા આયડી (દહીંસરા)ના દોહિત્ર તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 21-5-2026ના નિવાસસ્થાન ભાદરાઇ ખાતે.

રતડિયા (તા. મુંદરા) : કુંભાર ઇશાક ઉર્ફે આદિલ (ઉ.વ. 21) તે મામદ લધુના પુત્ર, સિકંદર, સમીરના ભાઇ તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-5-2026 ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના ખાતે.

મંગરા (તા. મુંદરા) : અધાયાભાઇ જુમાભાઇ ધુવા (ઉ.વ. 63) તે જુમાભાઇ વેલાભાઇના પુત્ર, સ્વ. ભારાભાઇ, મગનભાઇ, કેસાભાઇ, રાણબાઇ, સ્વ. મેગબાઇ, પુરબાઇના ભાઇ, ભરતભાઇ, વિશાલભાઇ, જશોદાબેન, સવિતાબેનના પિતા, લાલજીભાઇ, અશોકભાઇ, સોનબાઈ, કેસરબાઈના કાકા, ભવાનભાઈ, કરશનભાઇ, ધનજીભાઇના સાળા તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 21-5-2026 ગુરુવારે આગરી, તા. 22-5-2026 શુક્રવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન મહેશ્વરીવાસ, મંગરા ખાતે.

ડાડોર (તા. નખત્રાણા) : થેબા મુસા હાજી જાકબ (ઉ.વ. 60) તે હાસમ (સરપંચ-ડાડોર), કાસમ (મુતવલી-ડાડોર મુસ્લિમ જમાત), મૌલાના હસનભાઇ, સફીમામદના પિતા, દાઉદના મામા, વલીમામદના મોટાભાઇ, હાજી ઐયુબ થેબાના ફુઆ તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-5-2026 ગુરુવારે સવારે 10.30 વાગ્યે ડાડોર મુસ્લિમ જમાતખાના ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : જશુબેન કરશન નજાર (ઉ.વ. 49) તે સ્વ. કરશન મુરજીના પત્ની, મુરજી જખુના પુત્રવધૂ, રાહુલ, વિપુલ, પ્રફુલ, રસીલાના માતા, સામજી, ભાણજી, બાબુલાલ, કમળાબેન મુરજી જેપાર (ભારાસર-માનકૂવા)ના ભાભી, મંગરિયા બાબુભાઇ, ખીમજી, મેઘજી કારા (ભુજોડી), સામુબેન તેજાભાઇ બળિયા (ખારીરોહર)ના બહેન તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 22-5-2026 શુક્રવારે સાંજે અને તા. 23-5-2026 શનિવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન નિરોણા ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : હાલે વિજય સો મિલ હલશીબગાન કોલકાતા કડવા પાટીદાર રમેશભાઇ ભગવાનદાસ પદમાણી (ઉ.વ. 55) તે ભગવાનદાસભાઇ ભીમજીભાઇ પદમાણીના મોટા પુત્ર,  મનીષાબેનના પતિ, જય, કવિતાના પિતા, ગીતાબેન, જગદીશભાઇના ભાઇ તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-5-2026ના સવારે 8.30થી 10  લક્ષ્મીનારાયણ મંદિર, વિથોણ ખાતે.

ચોપડવા (તા. ભચાઉ) : મૂળ ભીમાસર (ભુટકિયા)ના જમનાબેન વેલજીભાઇ દવે (ઉ.વ. 78) તે સ્વ. વેલજીભાઇ જખુભાઇના પત્ની, દેવજીભાઇ કારાભાઇ ગરવાના સાસુ તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. ભજન તા. 22-5-2026ના સાંજે તથા તા. 23-5-2026ના પુષ્પાંજલિ ચોપડવા (તા. ભચાઉ) ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સરસ્વતીબેન (ઉ.વ.75) તે સ્વ. રવિલાલ નાનજી ભટ્ટના પત્ની, નાનજી કુંવરજી ભટ્ટના પુત્રવધૂ, મણિશંકર, ભવાનીશંકર કુંવરજી ભટ્ટના ભત્રીજાવહુ, રેખાબેન ગિરીશભાઇ (ભાટ સિમરોલી), હરેશના માતા, દેવકીબેનના સાસુ, ધ્રુવ, યજ્ઞેશના દાદી, સ્વ. ભીખાલાલ બારોટ (મહેસાણા)ના પુત્રી, રિદ્ધિ દર્શનભાઇ રાજગોર (ભુજ)ના નાની તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6 દરિયાસ્થાન મંદિર ખાતે. 

Panchang

dd