• બુધવાર, 20 મે, 2026

અવસાન નોંધ

ભુજ : કિરણભાઇ ભટ્ટી (ઉ.વ. 64) (નિવૃત્ત એમ.ઇ.એસ.) તે ગં. સ્વ. જયાબેન રામજીભાઇ ભટ્ટીના પુત્ર, હંસાબેનના પતિ, સ્વ. વિનોદભાઇ, મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, લતાબેન ભૂપેન્દ્ર મકવાણાના ભાઇ, વિજય, હિરેનના પિતા, નેહલ, જલ્પાના સસરા,  ગં.સ્વ. સુશીલાબેન, નીમાબેનના દિયર, સ્વ. પૂજાલાલ જાદવના જમાઇ, સૌમ્ય, ખુશાંશ, વિહાનાના દાદા, પ્રિન્સ, શીતલના કાકા, મંજુલાબેન દિનેશભાઇ ચાવડા, જાગૃતિબેન ઉપેન્દ્રભાઇ આચાર્યના વેવાઇ, વનરેખા, વિશાલ ચૌહાણના કાકાજી સસરા, મિત્તલ, ચાંદની, ચિરાગના મામા તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2026ના સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : મૂળ રવાના ભરતભારથી પ્રેમભારથી ગુંસાઈ (ઉ.વ. 60) (ભુજિયા તળેટી ભળેશ્વર મહાદેવના પૂજારી) તે સ્વ. નાનુબેન પ્રેમભારથીના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન હરિગર, સ્વ. લક્ષ્મણભારથી (નખત્રાણા), ચંદુભારથી (માધાપર)ના ભાઈ, મીતભારથી, ભાવિની, ભારતીના મોટાબાપા, જયંતીભારથી (પપ્પુ) - નખત્રાણાના કાકા  તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિકવ્યવહાર બંધ છે. સાદડી રાખેલ નથી. સંપર્ક : 95583 96425, વિધિ મફતનગર નખત્રાણા ખાતે તા. 20-5-2026ના.

ભુજ : મૂળ રાપર-માંડવીના મોરબિયા શશિકાંત ખીમજીભાઇ (ઉ.વ. 86) તે મોરબિયા ચાંદુબેન ખીમજીભાઇ દેવકરણના પુત્ર, કમલાબેનના પતિ, મનીષભાઇ મોરબિયા (અક્ષર ગ્રુપ-શાહ ડેવલોપર્સ), ડો. કલ્પનાબેન, ડો. રૂપાલીબેનના પિતા, પ્રતિમાબેન તથા ડો. અનિલભાઇ જૈન (એપિક હોસ્પિટલ-અમદાવાદ)ના સસરા, નવીનભાઇ, ગુણવંતીબેનના ભાઇ, સ્વ. કાંતિલાલ શેઠના સાળા, સ્વ. ધનવંતીબેનના દિયર, મહેતા ચૂનીલાલ સાકરચંદના જમાઇ, સ્વ. શાંતિલાલ, સ્વ. જેઠાલાલના બનેવી, ઇશાની જશભાઇ દેસાઇ (અમદાવાદ), ડો. સાક્ષીના દાદા, ડો. કુનાલ, સિદ્ધાર્થના નાના, કાજલના નાનાજી, નવ્યના મોટા નાના, સ્વ. હીરાચંદભાઇ, સ્વ. લીલાધરભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ. જેવતીબેનના ભત્રીજા, આશા, મીના, સ્વ. કલ્પના, જાગૃતિ, સોનલ, ફાલ્ગુનીના કાકા તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 વી.બી.સી. સમાજવાડી, આર.ટી.ઓ. પ્રથમ માળે, ભુજ ખાતે.

ભુજ : ચાકી યાસ્મિનબેન (ઉ.વ. 58) તે ઇસ્માઇલ ઉર્ફે બાપાડાભાઇ ચાકીના પત્ની, મ. હાજી લતીફના પુત્રવધૂ, મ. અસલમ, અખ્તર, આસિફના માતા, ચાકી રમજાન હાજી સિધિક (ઉર્ફે પપ્પુ, જીઇબીવાળા), સોયબ હાજી સલીમ (ગોધરા)ના સાસુ, ચાકી તન્વીર દાઉદ (ઉર્ફે પપ્પુભાઇ-મુંબઇ), રજબઅલી (મુંબઇ)ના બહેન તા. 18-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-5-2026ના ગુરુવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

ભુજ : ચાકી શિફાબાનુ (ઉ.વ. 22) તે રમજુ (ઉર્ફે પપ્પુ) (જી.ઇ.બી.)ના પુત્રી, મ. સિધિક (જી.ઇ.બી.), અબ્દુલ (જી.ઇ.બી.), હાજી સાલેમામદ (જી.ઇ.બી.), રજાક હાજી હુસેન, કાસમ હાજી હુસેનના પૌત્રી, રેહાન, આયશા, મો. સાદિકના બહેન, ચાકી ઇસ્માઇલ (બાપાડો)ના દોહિત્રી, સરફરાજ શકીલ, ઇમરાન હાજી હુસેનના ભત્રીજી, અખ્તર ઇસ્માઇલ, આસિફ ઇસ્માઇલના ભાણેજી તા. 18-5-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-5-2026 ગુરુવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

અંજાર : હરિહરરાય મોહનલાલ પંચોલી (ઉ.વ. 89) તે સ્વ. રત્નપ્રભાબેન, નિર્મળાબેનના પતિ, સ્વ. કમલેશ, ચંદ્રેશના પિતા, સ્વ. દિવ્યાબેન, કિરણબેનના સસરા તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2026 ગુરુવારે સાંજે 5થી 6 રોટરી હોલ, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

અંજાર : મૂળ ઢોરીના મહેશભાઈ સચદે (ઉ.વ. 64) (ખોડિયાર રોડવેઝ-ગાંધીધામ, સારા વૂડ ઇમ્પેક્સ-ગાંધીધામ) તે સ્વ. મંજુલાબેન અર્જુનભાઈ સચદેના પુત્ર, મોંઘીબેન મૂળજીભાઈના પૌત્ર, જવેરબેન લાલજીભાઈના દોહિત્ર, સ્વ. ચંદુભાઈ દલસુખભાઈ ઠક્કર (રાજકોટ)ના જમાઇ, ભાવનાબેનના પતિ, નિશા, મીતના પિતા, હિરેનકુમાર (ગાંધીધામ), મોનિકાબેન (ભુજ)ના સસરા, સ્વ. દીપકભાઈ, જયરાજભાઈ, ધીરેનભાઇ, સ્વ. રાજેશભાઈના ભાઇ, ગ.સ્વ. જ્યોતિબેનના દિયર, કંચનબેનના જેઠ, અલકાબેન, હિતેષભાઇ, સંજયભાઈના બનેવી, સ્વ. સંદીપ, રાકેશ, કોમલના કાકા, રુચિ, ભાવિ, હિરેન, હેન્સી, નક્ષ, ધ્રુવના મોટાબાપા, સારાના દાદા, મિસિકા, વિહાનના નાના તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 અંજાર લોહાણા મહાજન વાડી, સવાસર નાકા, અંજાર ખાતે.

માંડવી : મૂળ મોડકુબાના ગં.સ્વ. જાડેજા તાજુબા દાનસંગજી (ઉ.વ. 95) તે સ્વ. જાડેજા દાનસંગજજી કાનજીભાના પત્ની, ખોડ લાખિયારજી વેસલજી (ખુઅડા)ના પુત્રી, સ્વ. ગોપાલજી કાનજીભા, સ્વ. ખીમાજી કાનજીભા, સ્વ. મદારસંગજી કાનજીભાના ભાભી, સ્વ. મનુભા, નટવરસિંહ, સ્વ. ભરતસિંહ, સ્વ. કુમારસિંહ, વિજયસિંહ, અજિતસિંહ, પ્રતાપસિંહ, હિંમતસિંહ, કમલેશસિંહ, સિસોદિયા જનકબા હર્ષદસિંહ (ચંડીસર)ના માતા, નરેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, યોગરાજસિંહ, મહાવીરસિંહ, રવિરાજસિંહ, રાજવીરસિંહ, દુષ્યંતસિંહ, કર્મવીરસિંહ, વિશ્વરાજસિંહ, ઋતુરાજસિંહ, ઉદયરાજસિંહના દાદી, મીતરાજસિંહ, રુદ્રરાજસિંહ, અર્જુનસિંહ, ક્રિપાલસિંહ, ધ્રુવરાજસિંહ, ધર્મવીરસિંહ, સ્વરૂપસિંહ, ધર્મરાજસિંહ, યુગવર્ધનસિંહ, કૃષ્ણરાજસિંહના પરદાદી, નીતરાજસિંહ હર્ષદસિંહ સિસોદિયાના નાની તા. 18-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2026ના ગુરુવારે સાંજે 4થી 5 માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે.ઐ

નખત્રાણા : કડવા પાટીદાર પાર્વતીબેન વાલજીભાઇ ભગત (ઉ.વ. 72) તે સ્વ. વાલજીભાઇ રતનશી ભગતના પત્ની, રાજેશભાઇ, લક્ષ્મીબેન (રાયપુર), મધુબેન (વિથોણ), હિરેનના માતા, હંસાબેન, ધરતીબેનના સાસુ, ચિંતન, કિશન, પવન, તનશીના દાદી તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-5 અને તા. 21-5 (બે દિવસ) સવારે 8.30થી 10, સાંજે 4થી 5 પાટીદાર સનાતન સમાજવાડી નં. 1, નવાવાસ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ અંજારના જયંતીલાલ વાઘજી ભારદિયા (ગજ્જર) (ઉ.વ. 82) તે સ્વ. જેવંતીબેનના પતિ, માયાબેન અને સ્વ. શાંતિલાલના પિતા, પ્રમોદભાઇ અડિયેચા અને ગીતાબેનના સસરા, સ્વ. રતનબેન દેવશીભાઇ અગારાના જમાઇ, સ્વ. દેવકુંવરબેન જોલાપ્રાના નાના ભાઇ, વિન્સી, મિતેષ, પ્રિન્સના દાદા, દિલીપ, અલ્પા, કૌશિકના નાના, જીનલ, બાદલ ગરવલિયા, રિંકલના નાનાજી સસરા તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ગાયત્રી મંદિર પાસે, સોરઠિયા સમાજવાડી ખાતે.

મિરજાપર (તા. ભુજ) : નેણબાઇ નારણ ભદ્રુ (ઉ.વ. 85) તે સ્વ. નારાણ કાનજીના પત્ની, વાલજી, દામજી, મૂરજીના ભાભી, અરજણભાઇ, જુમાભાઇ, બુધાભાઇના માતા, વાલબાઇ ગોપાલ ગોરડિયા (નેત્રા)ના સાસુ, ખેતાભાઇ, સુમાર બાલાના ભાભી, ગોવિંદ, જગદીશ, વિનોદ, મોહન, કિશનના દાદી, જસુબેન મહેન્દ્ર (ભુજ), સ્વ. ગોવિંદ માયા સીજુ, રાજા માયા સીજુના બહેન, સ્વ. માયા નથુ સીજુના પુત્રી તા. 18-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 21-5-2026 ગુરુવારે આગરી, તા. 22-5-2026 શુક્રવારે સવારે પાણિયારો નિવાસસ્થાન આંબેડકરનગર, મિરજાપર ખાતે.

ડાકડાઇ (તા. ભુજ) : શિવજી લધા જોગી (પારા) (ઉ.વ. 59) તે રતનબેનના પતિ, ખેંગારભાઇના નાના ભાઇ, માનબાઇ, રવજી, મનજી (હરજી)ના પિતા, દમયંતીબેન, માનબાઇ, રમેશના સસરા, મહેશ, જિગર, મનસુખ, હસ્મિતા, માલતીના દાદા, વિનોદ, નીતિનના નાના, ફકુભાઇ શિવજીભાઇના બનેવી તા. 18-5-2026ના અવસાન પામમ્યા છે. આગરી તા. 28-5-2026ના તથા તા. 29-5-2026ના સવારે 9.30 કલાકે ગૌપૂછ પાણી, રાત્રે ભજન અને સંતપાણી નિવાસસ્થાન ડાકડાઇ ખાતે.

બિદડા (તા. માંડવી) : સંઘાર શિવજીભાઇ ગાભાભાઇ સાકરિયા (ઉ.વ. 55) તે લક્ષ્મીબેનના પતિ, દિનેશ, રમીલા જેન્તીના પિતા, સ્વ. ગાભા કચરાના પુત્ર, સ્વ. કરશનભાઇ, રતનબેન કલ્યાણજી પ્યાજી (વાડાસર)ના ભાઇ, જેતબાઇ કરશનના દિયર, સ્વ. શામજી કચરા, સ્વ. બાબુ કચરાના ભત્રીજા, કલ્યાણજીભાઇ, રાણજીભાઇ, મગનભાઇ, ખીમજીભાઇ, નારાણભાઇ, મોહનભાઇ, કાનજીભાઇ, વાલબાઇ મેઘરાજ (બિદડા), સોનબાઇ શ્રવણ (વાંઢ)ના કાકાઇભાઇ, નારાણ જીવણ (પીપરી)ના ભાણેજ, દેવરાજ વેલજી સુઇયા (પીપરી)ના જમાઇ, ભરત, વિરમ, જયશ્રીના કાકા, પૂર્વી, યશ્વી, કાશી, વંશિકાના દાદા તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-5-2026થી તા. 22-5-2026 સુધી નિવાસસ્થાન રાધિકા દૂધ ડેરી, હાજીપીર રોડ, બિદડા ખાતે.

મસ્કા (તા. માંડવી) : ગં.સ્વ. કસ્તૂરબેન મોતા (ઉ.વ. 81) તે સ્વ. કાંતિલાલ હરિરામના પત્ની, સ્વ. પુરબાઇ હરિરામ (મસ્કા)ના પુત્રવધૂ, સ્વ. રામજીભાઇ હરિરામ (મસ્કા)ના નાનાભાઇના પત્ની, સ્વ. લક્ષ્મીબેન શામજી ઉગાણી (માંડવી), સ્વ. દેવકાબેન વાગજીભાઇ વ્યાસ (ગુંદિયાળી)ના ભાભી, સ્વ. ભરતભાઇ, દીપકભાઇ (પપુભાઇ રોટીવાલા)ના માતા, સ્વ. હીનાબેન, પૂર્ણિમાબેનના સાસુ, કશ્યપ, કાવ્ય, મૈત્રીના દાદી, ભાવિકભાઇના દાદીસાસુ, ખીમજી સુંદરજી વ્યાસ (ગુંદિયાળી)ના પુત્રી, સ્વ. કમળાબેન પ્રાણજીવન મોતા (નાગલપુર), ગં.સ્વ. ગોદાવરીબેન લક્ષ્મીકાંત કેશવાણી (નાના ભાડિયા), ગં.સ્વ. દમયંતીબેન નાનાલાલ મોતા (નાગલપુર), પુષ્પાબેન પ્રવીણકુમાર કેશવાણી (નાના ભાડિયા), ગં.સ્વ. પ્રેમિલાબેન પ્રભુલાલ જોષી (બાગ), શાંતિલાલ ખીમજી વ્યાસ (ગુંદિયાળી શેખાઇબાગ)ના બહેન, જયાબેન શાંતિલાલ વ્યાસ (ગુંદિયાળી)ના નણંદ તા. 18-5-2026ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી તા. 21-5-2026 ગુરુવારે સાંજે 4થી 6 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે તથા મોસાળ પક્ષની સાદડી તા. 21-5-2026 ગુરુવારે સાંજે 3થી 5 રાજગોર સમાજવાડી, શેખાઇબાગ, ગુંદિયાળી ખાતે.

વડવા કાંયા (તા. નખત્રાણા) : નીરજકુમાર શિવજીભાઇ બુચિયા (ઉ.વ. 16) તે સ્વ. શિવજીભાઇ લધાભાઇ બુચિયાના પુત્ર, લધાભાઇ તેજાભાઇ બુચિયા, પેથાભાઈના પૌત્ર, કરણભાઇ અને પ્રકાશકુમારના ભાઇ, હીરજીભાઇ લધાભાઇ બુચિયા, ભચીબેન વિશ્રામભાઇ જેપાર (વરમસેડા), મંજુલાબેન દેવજીભાઇ સીજુ (ભડલી), પ્રેમજીભાઇ, દેવજીભાઇ, લાલજીભાઇ, બાબુલાલના ભત્રીજા, નવ્યા, આદિત્યા, તૃષયાના કાકાઇ ભાઇ તા. 18-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 21-5-2026ના રાત્રે આગરી અને તા. 22-5-2026ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાને વડવા કાંયા ખાતે.

દયાપર (તા. લખપત) : સોની સામજી ભાણજી કટ્ટા (ઉ.વ. 85) તે સ્વ. જશોદાબેન ભાણજી પ્રાગજી (વિથોણ)ના પુત્ર, સાકરબેનના પતિ, સ્વ. રામજી ભાણજી (રવાપર),  સ્વ. અમરતભાઈ ભાણજી (વિથોણ), ઊર્મિલાબેન અમરતલાલ (નાના અંગિયા), સ્વ. મણિબેન ધારશીભાઈ (રસલિયા), સ્વ. ડાયીબેન વિશનજી (દેવપર)ના ભાઈ, લક્ષ્મીબેનના દિયર, જયાબેનના જેઠ, સ્વ. હીરજીભાઈ હેમરાજભાઈ બારમેડા (દયાપર)ના જમાઈ, ધીરજભાઈ, મહેન્દ્રભાઈ, ધનસુખભાઈના પિતા, કોકિલાબેન, જયશ્રીબેન, મીનાબેનના સસરા, વિનોદભાઈ, કિરીટભાઇ (રવાપર), કૌશલ્યાબેનના કાકા, અશોકભાઈ, દીપકભાઈ (વિથોણ), સાવિત્રીબેન, કુસુમબેનના મોટાબાપા, સ્વ. હંસરાજભાઈ, લાલજીભાઈ, મોહનભાઈ (દયાપર)ના બનેવી, કોમલ ધર્મેશભાઈ (માધાપર), અવની હિતેષભાઈ (માધાપર), દર્શન, પ્રશાંત, ખ્યાતિ, હેમલ, પ્રિયા, અંકિત, કશ્યપના દાદા, ધ્રુવ, હેમ, ખુશીના પરનાના તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-5-2026ના ગુરુવારે સાંજે 4થી 5 લખપત તાલુકા કડવા પાટીદાર સમાજવાડી, ઉમિયા માતાજી મંદિર, દયાપર ખાતે.

રાધનપુર : મૂળ સણવાના નર્મદાબેન રૂગનાથભાઇ ઓધવજી ઠક્કર (ઉ.વ. 92) તે વીરજીભાઇ લવજીભાઇ નાથાણીના પુત્રી, અનિલભાઇ, અરવિંદભાઇ, સ્વ. હરેશભાઇ, રાજેશભાઇ, ભૂપેન્દ્રભાઇ, સરલાબેન અરવિંદભાઇ પૂજારા (થરા), ઊર્મિલાબેન ચંપકલાલ ચન્નારાણા (સામખિયાળી)ના માતા, મુક્તાબેન, મધુબેન, કમળાબેન, વર્ષાબેનના સાસુ, ગોદાવરીબેન જેઠાલાલ સાયતા, મણિબેન ભૂરાલાલ મીરાણીના ભાભી, ગોવિંદજી વીરજી નાથાણી (છાડવાળા), સ્વ. ગોદાવરીબેન જયંતીલાલ સચદે (ભુજ), જયાબેન ધીરજલાલ ઘટ્ટા (રાધનપુર)ના બહેન તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનો દશો તા. 22-5-2026 શુક્રવારે સવારે 9થી 2 કચ્છ વાગડ લોહાણા મહાજનવાડી, જૂની સબજેલની સામે, બસ સ્ટેશન રોડ, રાધનપુર ખાતે.

વડોદરા : મૂળ વિંઝાણ હાલે વડોદરા પ.ક.મ.ક.સ. સુતાર જ્ઞાતિ વેલજીભાઇ સામજીભાઇ ડાભી (ઉ.વ. 93) તે સ્વ. ઉમરબાઇ સામજીભાઇના પુત્ર, સ્વ. જમનાબેનના પતિ, સ્વ. શિવજીભાઇ શામજીભાઇ (વિંઝાણ), સ્વ. લક્ષ્મીદાસ સામજીભાઇ (વિંઝાણ), સ્વ. સાકરબાઇ રામજીભાઇ (કાંડાગરા), સ્વ. લક્ષ્મીબેન મેઘજીભાઇ (જામનગર), સ્વ. દેવકાબેન ઉમરશી (સતના), સ્વ. લીલબાઇ ગોવિંદજી (લાલા)ના ભાઇ, ગં.સ્વ. રાધાબેન લક્ષ્મીદાસના જેઠ, હરેશભાઇ (વિંઝાણ), દિનેશભાઇ (સુખપર), વિનોદભાઇ, રાજેશભાઇ (વડોદરા), સ્વ. વસંતબેન અમૃતલાલ ડાભી (મિરજાપર), કોકીલાબેન કાંતિલાલ મોઢ (સુખપર), સ્વ. મંજુલાબેન વિઠ્ઠલદાસ મોઢ (નેત્રા), ગં.સ્વ. વર્ષાબેન સુરેશભાઇ મોઢ (નેત્રા)ના પિતા, ભગવતીબેન, મંજુલાબેન, લતાબેન, કલ્પનાબેનના સસરા, ગં.સ્વ. હીરાબેન પરસોત્તમભાઇ મોઢ (ભુજ), સ્વ. મણિબેન સામજીભાઇ સોલંકી (માનકૂવા), સ્વ. અમૃતબેન દેવશીભાઇ પરમાર (મોટી ખાખર)ના કાકા, પ્રવીણભાઇ લક્ષ્મીદાસ ડાભી (નારાણપર), અશ્વિનભાઇ લક્ષ્મીદાસ ડાભી (કેરા), મીનાબેન રાજેશભાઇ ચૌહાણ (નલિયા)ના મોટાબાપા, સંદીપ, કલ્પેશ, ચેતન, જિગર, જૈમીન, રીના મુકેશકુમાર (વિથોણ), ફાલ્ગુની હિતેશકુમાર (જિયાપર), હેતલ મિતેશકુમાર (નખત્રાણા), ધ્વનિ મેઘદીપસિંહ ગોહિલ (યુએસએ), શિવાનીના દાદા, કુસુમ, જિજ્ઞા, જ્યોતિ, હેમાંગી, અદિતિના દાદાજીસસરા, મિરલ, યશ, શ્લોક, પ્રિશા, ઓમ, ધૈર્ય, ગ્રીવાના પરદાદા, સ્વ. પ્રેમજીભાઇ પ્રાગજીભાઇ ગોહિલ (કોટડી મહાદેવપુરી)ના જમાઇ, જેષ્ટારામ પ્રેમજીભાઇ ગોહિલના બનેવી તા. 17-5-2026ના અવસાન પામ્યા છે. ટેલિફોનિક બેસણું છે. સંપર્ક : હરેશભાઇ ડાભી-99251 69782, રાજેશભાઇ ડાભી-94273 51404.

મુલુંડ : મૂળ કલ્યાણપર (તા. ભુજ)ના નિર્મળાબેન મહેશભાઇ સોમૈયા (ઉ.વ. 71) તે શાંતાબેન લક્ષ્મીદાસ પૂજારાના પુત્રી, પ્રાણલાલ, શૈલેશભાઇ, બિપિનભાઇ, અમરતબેન લખમશી પલણ, ઈલાબેન સુબોધભાઈ ઠક્કર, જયશ્રીબેન લક્ષ્મીદાસ પૂજારાના બહેન, પ્રતિમાબેન, શીલાબેન, વંદનાબેનના ભાભી તા. 18-5-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક : શૈલેશભાઇ-97275 34425. 

Panchang

dd