• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના શ્રીમાળી સોની રાજેશ ઝિંઝુવાડિયા (ઉ.વ. 60) તે સ્વ. સરસ્વતીબેન મોતીલાલ ખીમજીના પુત્ર, રીનાબેનના પતિ, કુશલના પિતા, શશિકાંતભાઇ, સ્વ. હિતેષભાઇ, સ્વ. જયાવંતીબેન, સ્વ. નિર્મળાબેન, સ્વ. હસુમતીબેન, ગં.સ્વ. રસીલાબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેન, સુલોચનાબેન, અલ્પાબેનના ભાઇ, ભક્તિબેન, ગં.સ્વ. મીનાબેનના દિયર, સ્વ. મનસુખલાલ, સ્વ. જેન્તીલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. રમેશભાઇ, સ્વ. દિલીપભાઇ, સુબોધભાઇ, ગિરીશભાઇના સાળા, અમિત, દર્શન, કિશન, રીના, બિંદિયાના કાકા, સોનલના કાકાજીસસરા, સ્વ. જશુબેન અમૃતલાલ દ્વારકાદાસ પાટડિયાના જમાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, પંકજભાઇ, કલ્પનાબેન, સ્વ. હીનાબેનના બનેવી તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-2-2026ના સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : શાહ દામોદર માવજી (માહેશ્વરી) (દલાલ શા. દામોદર માવજી જથ્થાબંધ બજાર, ભુજ) (ઉ.વ. 82) તે અમૃતબેનના પતિ, નયના, સચિન, પરેશ, જયેશ (સચિન ઓટો)ના પિતા, મીના, મિતા, સ્વ. જાગૃતિના સસરા, સ્વ. મોહનલાલ, સ્વ. અમૃતબેન (પનવેલ), ગુણવંતીબેન (નખત્રાણા)ના ભાઈ, રાજેન્દ્ર, હરિકૃષ્ણ, શિલ્પા, રીંકુના મોટા બાપા, પૂનમ, મનીષાના મોટા સસરા, વેદ, રિવાના દાદા, પાર્થના નાના તા. 24/2/26ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 25/2-2026ના સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન : 62-, પ્રમુખસ્વામી નગર, ભુજથી નીકળી ખારીનદી જશે. (લૌકિક વ્યવહાર બંધ છે). પ્રાર્થનાસભા ટેલિફોનિક સંપર્ક : સચિનભાઈ : 98252 26632, પરેશભાઈ : 98252 27632, જયેશભાઈ : 93162 08558.

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ રમેશ ચંદ્રકાંત ત્રિવેદી (ઉ.વ. 41) તે સ્વ. નીતાબેન ચંદ્રકાંતના પુત્ર, પૂજાબેનના પતિ, રિદ્ધિના પિતા, શીલાબેન રામકૃષ્ણ થોરાદના (મહારાષ્ટ્ર)ના જમાઈ, શીતલબેનના ભાઈ, હરજીવનભાઈ જોશી (ઘડુલી)ના સાળા. ડોલરબેન ત્રિવેદીના ભત્રીજા, જયશ્રીબેન શૈલેશભાઈ જાનીના ભાઈ, ગં.સ્વ. હર્ષાબેન અંબાશંકર જોશી (રામપર વેકરા), સ્વ. ગીતાબેન રમેશચંદ્ર પંડ્યા (મુગણી જામનગર), અરુણાબેન ઉમેશભાઈ ભટ્ટ (મીંદિયાળા)ના ભાણેજ, વિજયભાઈ જોશી (રામપર વેકરા), ગૌરવભાઈ પંડ્યા (મુગણી જામનગર)ના મોટા ભાઈ, અક્ષય જાની, ધ્રુવ જાનીના મામા તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-2-2026ના સાંજે 4થી 5 કોમ્યુનિટી હોલ, પ્રાથમિક સ્કૂલની બાજુમાં, મહાવીર નગર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : જગદીશ પ્રસાદ (ઉ.વ. 86) (નિવૃત્ત રેલવે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ ભુજ) તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 25-2-2026ના બપોરે 3 વાગ્યે નિવાસસ્થાને પ્લોટ નં. 33, આશાપુરા ટાઉનશિપ, ભુજથી ખારી નદી જશે.

ભુજ : મૂળ સુખપર-રોહાના કુંભાર જીલુબેન (ઉ.વ. 82) તે મ. ઈબ્રાહિમ ઓસમાણના પત્ની, હુશેન, અબ્દુલના માતા, મ. જુસબ આમદ, મામદ ઇસ્માઇલ, મુસા ઇસ્માઇલ, હાસમ ઇભલાના સાસુ, ઇકબાલ, અબ્બાસ, ઇમરાનના દાદા તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-2-2026ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન લખુરાઈ ચારરસ્તા, વાગડિયા મસ્જિદ, ગ્રીન સિટી, ભુજ ખાતે.

ગાંધીધામ : હરીશ નટવરલાલજી અગ્રવાલ (ઉ.વ. 71) (એમ. આર. શાહવાળા) (વહાણવટી એન્ટરપ્રાઇઝ) તે રજનીના પતિ, વિકાસ, શિલ્કી આનંદજી અગ્રવાલના પિતા, અમિતા, આનંદજી અગ્રવાલના સસરા, યશના દાદા, અંકુર, દીપાંશુના કાકા તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા / તિયે કી બેઠક તા. 25-2-2026 બુધવારે સાંજે 5થી 6 અંબાજી મંદિર હોલ, ઓસ્લો સેક્ટર-4, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ જખૌના ભાનુશાલી પદમશી ભદ્રા (ઉ.વ. 72) તે ભાણજીભાઇ ત્રિકમદાસના પુત્ર, સ્વ. કાનજીભાઇ, સ્વ. દયાળજીભાઇ, સ્વ. હંસરાજભાઇ, પેરાજભાઇના ભત્રીજા, સ્વ. દેવકરણભાઇ, ઠાકરશીભાઈ, ગોવિંદભાઇ, નટવરભાઇ, જેન્તીલાલના ભાઇ, ભાવેશના પિતા, અશોક, કલ્પેશ, પ્રતીક, મિહિરના મોટાબાપા, નરેશભાઇ શંકરલાલ ગોરી (સુડધ્રો નાની), હિતેષભાઇ મનસુખભાઇ નંદા (ભુજ), કિશોરભાઇ પ્રવીણભાઇ ગજરા (ધુણઇ), જગદીશભાઇ આશારિયા નંદા (બાલાચોડ નાની), વિજયભાઇ ગોવિંદભાઇ માવ (મઉં મોટી)ના સસરા, વલ્લભજી સુંદરજી દામા (નુંધાતડ), મોહનલાલ સુંદરજી દામા (નુંધાતડ), રમેશભાઇ કાનજીભાઇ ગોરી (સુડધ્રો નાની)ના સાળા, સ્વ. દામજીભાઇ જીવણભાઇ ચાંદ્રા (સાંધાણ)ના જમાઇ, હીરજીભાઇ, માધવજીભાઇ, રણછોડભાઇના બનેવી, સ્વ. પ્રેમજીભાઇ વેલજીભાઇ કટારમલ (નલિયા)ના ભાણેજ તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-2-2026 બુધવારે સાંજે 5થી 6 `ઓધવ ભવન', કચ્છી ભાનુશાલી વાડી, જનતા કોલોની સામે, ભારતનગર મેઇન રોડ, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ પાવડિયારાના જાડેજા વસુબા મનુભા (ઉ.વ. 92) તે સ્વ. મનુભા ભલુભાના પત્ની, હેમુભા, વિક્રમાસિંહના માતા, રાધુભા ભલુભા, સ્વ. જોરૂભા ભલુભાના ભાભી, સ્વ. નશુભા રાધુભા, રણુભા રાધુભા, સ્વ. રામદેવાસિંહ રાધુભા, સુરૂભા જોરૂભાના ભાભુ, યોગેન્દ્રાસિંહ હેમુભા, દિગ્વીજયાસિંહ વિક્રમાસિંહ, વીરભદ્રાસિંહ નશુભા, વનરાજાસિંહ વિક્રમાસિંહ, યશદીપાસિંહ રણુભા, જયપાલાસિંહ નશુભા, હાર્દિકાસિંહ રણુભા, જયેન્દ્રાસિંહ સુરૂભાના દાદી તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-2-206ના શુક્રવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, રિલાયન્સ પેટ્રોલપંપ પાસે, આદિપુર અને ઉત્તરક્રિયા તા. 7-3-2026ના શનિવારે નિવાસસ્થાન સિદ્ધેશ્વર પાર્ક, મકાન નં. 33, આદિપુર ખાતે.

અંજાર : મેમણ હાજીયાણી અઝીઝાબેન હાજી અબ્દુલ રઝાક સાંગાણી (ઉ.વ. 85) તે મ. હાજી અબ્દુલ રઝાકના પત્ની, મ. અલીમામદ જુસબના પુત્રવધૂ, મ. અબ્દુલ લતીફના પુત્રી, અબ્દુલ શકુર, રફીક, મ. શબીરના માતા તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-2-2026 ગુરુવારે સાંજે અસર નમાજ બાદ મેમણ સમાજવાડી, અંજાર ખાતે.

નખત્રાણા : મૂળ કાદિયા નાનાના સોની નર્મદાબેન કટ્ટા (ઉ.વ. 98) તે સ્વ. ડુંગરશીભાઇ નથુના પત્ની, સોની નાનજી લીલાધર બારમેડા (નેત્રા)ના પુત્રી, સ્વ. વેલજી નાનજી, સ્વ. શંકરલાલ નાનજી, બબીબેન મોહનલાલ (ભુજ)ના બહેન, સોની શાંતિલાલ ડુંગરશી, ભરતભાઇ ડુંગરશી, રમેશકુમાર ડુંગરશી, તારાબેન મણિલાલ સાકરિયા (ભુજ), હીરાબેન નરોત્તમ સાકરિયા (દેશલપર વાંઢાય), શાંતાબેન પ્રતાપભાઇ બુદ્ધભટ્ટી (કોઠારા)ના માતા, દમયંતીબેન, હીનાબેન, માયાબેનના સાસુ, સ્વ. શંકરલાલ નથુભાઇના ભાભી, ગં.સ્વ. ડાહીબેન શંકરલાલના જેઠાણી, કીર્તિકુમાર, ધર્મેન્દ્ર, સચિન, સાગર, આઝાદ, કોકીલાબેન જીતકુમાર સોલંકી (ભુજ), પૂજા, ઇશા, મીરાંના દાદી, ધ્રુમિલ, હેતાક્ષી, ક્રિદય, આદિત્યના પરદાદી, સોની કિશોરભાઇ (નેત્રા), વિનોદભાઇ, સ્વ. વસંતભાઇ (જામનગર), પ્રેમિલાબેન રાજેશભાઇ (બિદડા)ના મોટીમા, પ્રવીણભાઇ, ભરતભાઇ (અંજાર)ના ફઇ તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-2-2026 ગુરુવારે બપોરે 4થી 5 સોની સમાજવાડી, નખત્રાણા ખાતે.

માધાપર : મૂળ નલિયાના મંજુલાબેન રાઠોડ (ઉ.વ. 60) તે ભવાનભાઇ શામજીભાઇના પત્ની, જગદીશભાઇના માતા, સોનલબેન જગદીશભાઇ રાઠોડના સાસુ, અદિતિ, દક્ષિતા, શ્લોકના દાદી, દીપકભાઇ ભાણજીભાઇ રાઠોડના ભાભી, મેહુલભાઇ રવજીભાઇ રાઠોડ, વિપુલભાઇ પરસોત્તમભાઇ રાઠોડ, દિનેશભાઇ પરસોત્તમભાઇ રાઠોડ, મીતકુમાર દીપકભાઇ રાઠોડ, અર્પિતકુમાર દીપકભાઇ રાઠોડ, માલતીબેન સતીશભાઇ ચૌહાણ, નેહલબેન નીરભાઇ ચૌહાણ, તુલસીબેન રવિભાઇ વાડા, મીનાબેન હિતેશભાઇ વાઘેલા, ભાવનાબેન નીલેશભાઇ વાઘેલા, હીરલબેન સુશીલભાઇ સોલંકી, વૈશાલીબેન ગૌરવ વાઘેલા, દીપ્તિબેન પરિમલભાઇ પરમાર, ભૂમિકાબેન જયેશભાઇ મકવાણાના મોટીમા, કિરણ ગાભા ચૌહાણ, દમુબેન ભગવાનજીભાઇ ઝાલાના મોટાબેન, કેવલ, નીર, યશ, હર્ષ, દીપા, નીલમ, ગાયત્રીબેનના ફઇ, હરેશ ભગવાનભાઇ ઝાલા, દક્ષાબેન કનક પુરબિયાના માસી, હેમલતાબેન નારાયણ વાઘેલા, શનુબેન શંકરભાઇ મકવાણા, પારૂબેન કાનજીભાઇ મકવાણા, જ્યોત્સનાબેન ધીરજભાઇ ચૌહાણ, નીતાબેન શંકરભાઇ મકવાણાના મોટાભાભી તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-2-2026 બુધવારે સાંજે 5થી 6 અને ઉત્તરક્રિયા (દાડો) તા. 4-3-2026ના સવારે 10થી 12 સુધી તેમના નિવાસસ્થાન માધાપર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : બબીબેન બાબુભાઇ સથવારા (ઉ.વ. 62) તે બાબુભાઇ નાગરના પત્ની, જીણાભાઇ, ગોવિંદભાઇ, સ્વ. શાંતિબેન, અમથુ વડેચા (આદિપુર), કાસુબેન નારાણ કોરી (ગાંધીધામ), લીલાબેન વાલજી કુંવરિયા (કેરા), વાલીબેન ગોવિંદ ચાંગાવલિયા (માધાપર)ના ભાભી, હરજીભાઇ, મંજુબેન રાજુ વડેચા (અંજાર), કાન્તાબેન કિશોર ચાંગાવલિયા (કેરા), સંગીતાબેન ગોપાલ વાહોરિયા (માધાપર), નિશાબેન પ્રકાશ કોરી (અંજાર)ના માતા, પૂજા, મહેશ, દિવ્યા, રોશની, આરતીના દાદી, માવજીભાઇ ભીખાભાઇ સમેચા (માનકૂવા)ના પુત્રી તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-2-2026ના સાંજે 4થી 5 નિવાસસ્થાન શ્રીજીનગર ચોક, નખત્રાણા હાઇવે, માનકૂવા ખાતે.

ગોડપર (સરલી) (તા. ભુજ) : જશુબેન નારણ કાબરિયા (ઉ.વ. 63) તે નારણ દેવજીના પત્ની, હીરજી ધનજી કેરાઇ, હરજી ધનજી કેરાઇ, વાલજી ધનજી કેરાઇના બહેન, હરીશ, જિજ્ઞેશ, અમૃત જગદીશના માતા, કૃપાલી હરીશ, મનીષા જિજ્ઞેશ, જગદીશ કેરાઇના સાસુ, આયુષ, ધ્યાના, માહિમ, અહનના દાદી, રોનક, અંશના નાની અવસાન પામ્યા છે. બેસણું તા. 26-2-2026 ગુરુવારે સવારે 7.30થી 8.30 સ્વામિનારાયણ મંદિર, ગોડપર ભાઇઓનું તથા બહેનો માટે તેમના નિવાસસ્થાને.

ભુજોડી (તા. ભુજ) : માનબાઇ દેવજીભાઇ જેપાર (ઉ.વ. 65) તે દેવજીભાઇ તેજાભાઇ જેપારના પત્ની, જેન્તીલાલ, હંસાબેન ધનજી ગોરડિયા (અંજાર), નિર્મળાબેન મોહન ખોખર (ખંભરા)ના માતા, લક્ષ્મીબેનના સાસુ, હાજાભાઇ તેજાભાઇ જેપારના નાના ભાઇના પત્ની, સ્વ. ડાયાભાઇ તેજાભાઇ જેપાર, પાલજી તેજા જેપાર, ઉમરશી તેજા જેપાર, ગંગાબેન શિવજી મંગરિયા (મારૂ સમાજ પ્રમુખ)ના ભાભી, સ્વ. પૂંજાભાઇ સામજીભાઇ લોંચા (આદિપુર)ના પુત્રી, મનજી પૂંજા લોંચા, રામજી પૂંજા લોંચા, દેવજી પૂંજા લોંચા, ખીમજી પૂંજા લોંચા, સ્વ. ગોવિંદ પૂંજા લોંચા, ધનજી પૂંજા લોંચાના બહેન, આદિત્ય, ઉર્વતી, માહીરના દાદી તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 26-2-2026ના ગુરુવારે (દસમ), તા. 27-2-2026ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન ભુજોડી ખાતે.

સૂરજપર (તા. ભુજ) : મનજી હરજી હીરાણી (ઉ.વ. 92) (હાલે નૈરોબી) તે પ્રવીણ, સવિતા, રાધાના પિતા, હંસાબેનના સસરા તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-2-2026ના ભાઇઓ તથા બહેનોનું સ્વામિનારાયણ મંદિર ખાતે.

પાંતિયા (તા. અંજાર) : હરિભાઈ શામજીભાઈ લાખાણી (ઉ.વ. 61) તે સ્વ. લક્ષ્મીબેન શામજીભાઈના પુત્ર, ગીતાબેનના પતિ, દીપક, રાજેશના પિતા, સ્વ. બાબુભાઈ, સ્વ. મણિભાઈ, તુલસીભાઈ, સ્વ. પ્રહલાદભાઈ, અમૃતબેન પૂંજાભાઈ માકાણી (કોટડા), નર્મદાબેન જેન્તીભાઇ પોકાર (ખંભરા), ગં.સ્વ. કમળાબેન લખમશીભાઈ પોકાર (કનકપર), ચંપાબેન તુલસીભાઈ માકાણી (પાંતિયા)ના ભાઈ, સ્વ. નાનજીભાઈ હીરજીભાઈ માકાણી (કોટડા-ચકાર)ના જમાઈ તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન પાંતિયા ખાતે.

ભોપાવાંઢ (તા. મુંદરા) : રબારી નામાબેન જીવાભાઇ (ઉ.વ. 81) તે સ્વ. ભોપા જીવાભાઇ ભોજરાજના પત્ની, થાવરભાઇ, લખમીરભાઇ, કમુબેન, વલુબેન, પાબીબેનના માતા, રબારી હમીરભાઇ મમુ (સણોસરા)ના બહેન, રબારી ધાલાભાઇ સાંગા (બોચા), રબારી ભારાભાઇ મેજા (નાના નખત્રાણા), રબારી સુરેશભાઇ વાસંગ (સરગુઆરા)ના સાસુ તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 28-2-2026 શનિવાર અને ઘડાઢોળ-બારમું તા. 1-3-2026 રવિવારે તેમના નિવાસસ્થાન ભોપાવાંઢ ખાતે.

બેરાજા (તા. મુંદરા) : પ્રવીણભાઇ છગનલાલ સાવલા (ઉ.વ. 57) તે સ્વ. ઝવેરબેનના પતિ, સ્વ. હંસાબેન છગનલાલના પુત્ર, શિલ્પાબેન, રાહુલભાઇ (ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર, એન્કરવાલા અહિંસાધામ-મેનેજર)ના પિતા, રાજેશ, મંજુલા, રમેશ, ભૂપેન્દ્ર, સાધના, ચંદનના ભાઇ, રુચિના દાદા, નયનાબેન મણિલાલ ગડા (સાંભરાઇ), હેમકુંવરબેન નાનજીભાઇ છેડાના વેવાઇ, સ્વ. લક્ષ્મીબેન કુંવરજી ગડાના જમાઇ, હિરેનકુમાર (ભુજપર), વિરલબેનના સસરા તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-2-2026ના ગુરુવારે બપોરે 3.30થી 5 સાવલા સંકુલ, બેરાજા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : રમેશભાઇ (ઉ.વ. 61) તે સ્વ. હીરબાઇ માવજી જબુઆણીના પુત્ર, નર્મદાબેનના પતિ, સ્વ. માધવજીભાઇ, હરિભાઇ, લક્ષ્મીબેન (રાયણ), જયશ્રીબેન (શ્રીરામનગર)ના ભાઇ, રાજેશ, ધર્મેશ, શોભનાબેન (ગઢશીશા)ના પિતા, કંચનબેન, નીલમબેન, શ્રીકાંત (ગઢશીશા)ના સસરા, આર્યન, શિવાંશ, ક્રિશા, અર્પી, મીશ્વીના દાદા, કાન્તાબેન માધવજીના દિયર, રમીલાબેનના જેઠ, હિતેષ, પ્રવીણાબેન (મદનપુરા), દીપાબેન (બિદડા), હેતલબેન (બિદડા)ના કાકા, તુષાર, પંકજના મોટાબાપા, સ્વ. ગોવિંદ સોમજી પોકાર (બિદડા)ના જમાઇ તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-2 તથા 26-2-2026 (બે દિવસ) સવારે 8.30થી 11.30, બપોરે 3.30થી 5 નિવાસસ્થાન પાટવાડી ખાતે.

ભાડરા (તા. લખપત) : કૈલાસબા શંભુભા જાડેજા (ઉ.વ. 59) તે સ્વ. શંભુભા ભીખુભાના પત્ની, જેમલજી કારૂભા, દાનુભા, ગોવિંદજી, કનુભા, અરવિંદસિંહ, હરિસિંહના ભાભી, વિરમસિંહના માતા, મયૂરસિંહ મનુભા જાડેજાના મામી, મહાવીરસિંહ, રાજદીપસિંહ, નરપતસિંહ, રોહિતસિંહ, પ્રહલાદસિંહ, પ્રદીપસિંહ કનુભા જાડેજા, ક્રિષ્ણપાલસિંહ, પ્રદ્યુમનસિંહના મોટાબા, શક્તિસિંહ, જેમલસિંહના કાકી તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા બારસવિધિ તા. 1-3-2026 રવિવારે  નિવાસસ્થાન ભાડરા મોટા ખાતે.

છાડુરા (તા. અબડાસા) : ધનજીભાઇ જેઠાભાઇ સીજુ (ઉ.વ. 48) તે સ્વ. સામાબાઇ અને સ્વ. જેઠાભાઇ કેશાભાઇના પુત્ર, લીલાબાઇ અને સ્વ. આચાર લધાભાઇ બાંભણિયાના જમાઇ, જિતેશ, ગૌતમ, મોનિકા, કાજલબેન અતુલ બલિયા (દયાપર), અલ્પાબેન અશ્વિન બલિયા (પાનેલી)ના પિતા, રાજેન્દ્ર, ખેતાબાઇ ધનજી બલિયા (ઘડાણી), હીરાબાઇ રમેશ કુવટ (નરેડી), કાન્તાબાઇ દામજી કુવટ (નરેડી), ડાઇબેન નારાણ ગોરડિયા (અટડા), વીરાબાઇ રમેશ પરગડુ (લાખાપર), અનિતાબેન ધનજી બલિયા (ફુલરા), મીનાબેન મનસુખ ખંભુ (લક્ષ્મીપર), છાયાબેન કીર્તિ બલિયા (લક્ષ્મીપર), રેખાબેન મુલજી જેપાર (સાંભડા)ના ભાઇ, સ્વ. દામજીભાઇ કેશાભાઇ સીજુ, દેવજીભાઇ કેશાભાઇ સીજુ, સ્વ. દેવચંદભાઇ મનજીભાઇના ભત્રીજા, કવિતા, કૃણાલ, કરણ, આયુષ, સિદ્ધાર્થના મોટાબાપા, મુકેશ, અશોક, હિતેષ, મમતા, મહેશ, જેરામ, વિનોદના પિતરાઇ ભાઇ તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. તા. 26-2-2026ના આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 27-2-2026ના નિવાસસ્થાન છાડુરા ખાતે.

મુંબઇ/કોઠારા (તા. અબડાસા) : સચિનભા ભગવાનજી કરસનજી પરમાર (ઉ.વ. 37) તે રાશિબાના પિતા, સ્વ. માનસંગજી, કાનજીભા, સ્વ. કાન્તિભા, જગદીશભા, અમિતભા, ચંદ્રિકાબા, પ્રભાબા, સવિતાબા, સાવિત્રીબા, જયાબા, લક્ષ્મીબા, વનિતાબાના ભત્રીજા, રમેશભા, પંકજભા, વિનીતભા, કરણભા, પ્રથમભા, કલ્પનાબા, નીતાબા, નીકિતાબા, જાનકીબાના ભાઇ, ચિરાગસિંહ, હિરલબા, સાક્ષીબા, વિશ્વરાજસિંહના મામા, રીતિકભા, શિવાંગીબાના કાકા, પૃથ્વીરાજસિંહ અને જયશિવસિંહના મોટાબાપુ તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 પાળેશ્વર મંદિર, કોઠારા ખાતે.

મુંબઇ : મૂળ ગઢશીશાના મંગળાબેન (ઉ.વ. 80) તે પ્રભુલાલ રાઘવજી ચોથાણીના પત્ની, સાકરબેન કલ્યાણજી ચંદનના પુત્રી, ગીતા રસિક ગણાત્રા, ભગવતી કિશોર જોશી, આશાબેનના માતા, સ્વ. મનજી કલ્યાણજી ચંદન, કાશીબેનના મોટાબેન, પુનિત, મંગલ, ભક્તિના નાની તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : કિરણ સોનેતા-77383 79999. 

Panchang

dd