• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ કાઠડા (તા. માંડવી)ના ડો. રામ કરશનભાઈ ગઢવી તે ગં.સ્વ. માલશ્રીબેન કરશનભાઈ ગઢવીના પુત્ર, પબુભાઈ ગઢવી (કવિ પુષ્પ), ભીમશીભાઈ ગઢવી (રિટાયર્ડ બી.એસ.એન.એલ.), દેવરાજ ગઢવી (ચેરમેન, કેડીસીસી બેન્ક તથા અખિલ કચ્છ ચારણ સભા પ્રમુખ)ના ભાઈ, મનીષાબેનના પતિ, રિધમ તથા ઊર્જાના પિતા, કમલ (નગરસેવક-ભુજ), ભરત, વિનય, મિલાપ, વૈભવ, માધવ, હંસા, વિપુલા, હેતલ, સોનલ, પૂજાના કાકા, સ્વ. ખીમજી મેઘરાજ ગઢવીના જમાઈ તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-2-2026થી 24-2-2026 નિવાસસ્થાને પ્લોટ નંબર-1, સત્યમ સોસાયટી, મંગલમ ચાર રસ્તા પાસે તથા પ્રાર્થનાસભા તા. 24-2-2026ના મંગળવારે સાંજે 4.30થી 6 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, મિરજાપર હાઇવે, ટાઈમસ્ક્વેરની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની હસમુખલાલ બગ્ગા (ઉ.વ. 69) તે સ્વ. વેલુબેન નાનજી પ્રાગજી બગ્ગાના પુત્ર, સ્વ. ભગવતીબેનના પતિ, નિશાંત (બન્ટી)ના પિતા, ફાલ્ગુનીના સસરા, પ્રાચી, નમ્રના દાદા, સ્વ. શાંતાબેન દેવશી સુંદરજી બુદ્ધભટ્ટી (લખુ ઢલુવાળા) (ભુજ)ના જમાઇ, સ્વ. નરોત્તમભાઇ, ગં.સ્વ. ભાનુબેન ચંદુલાલ બારમેડા (વડોદરા), સ્વ. જયશ્રીબેન રાજેન્દ્રભાઇ બારમેડા (રાયપુર), કોકિલાબેન રાજેશભાઇ બગ્ગા (માધાપર)ના બનેવી, ગં.સ્વ. ધનગૌરીબેન નરોત્તમભાઇના નણદોયા, હર્ષદ, કેતન, દિવ્યા ડેની કંસારાના ફુવા, હેતલબેન તથા ભાવનાબેનના ફુવાજી તા. 21-2-2026ના રાજકોટ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (સાસરા પક્ષની) તા. 23-2-2026ના સોમવારે સાંજે 5થી 6 મારૂ કંસારા સોની જ્ઞાતિની વાડી, કંસારા બજાર, ભુજ ખાતે.

ભુજ : કેસરબેન નારણ મકવાણા (ઉ.વ. 83) તે સ્વ. નારણ પૂંજાના પત્ની, સ્વ. રમેશભાઇ, સ્વ. જતિનભાઇ, નવીનભાઇ, રાધાબેન, પારૂબેનના માતા, દીપક, હેતલબેન, રાજા, માયાબેન, અંજુબેનના નાની, નીલમબેનના દાદી, નરશી જીવણ પઠાણના સાસુ તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-2-2026ના સાંજે 6 વાગ્યે નિવાસસ્થાન વાલ્મીકિ કોલોની, કચ્છીવાસ, સરાયાવાળા માતામ સામે, ભુજ ખાતે.

ભુજ : અબડા ઇબ્રાહિમ (ઉ.વ. 58) તે રમજુ હારુનના પુત્ર, હાજી સુમાર, કાસમ, સલીમના ભાઇ, મુસ્તફા, સુલતાનના પિતા તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-2-2026ના મંગળવારે સવારે 9થી 10 નિવાસસ્થાને ભીડ નાકા બહાર, દાદુપીર રોડ, બાપા દયાળુ નગર પાસે, ભુજ ખાતે.

ગાંધીધામ : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ  પરેશભાઈ દવે (ઉ.વ. 56) તે  સ્વ. પુષ્પાબેન, સ્વ. લાભશંકરભાઈ હરિલાલ દવેના પુત્ર, પ્રીતિબેનના પતિ, બ્રિન્દાના પિતા, સ્વ. હિતેન્દ્ર, સ્વ. ધર્મેન્દ્ર, ઉર્મિશના ભાઈ, નિધિ, કાજલ, ડોલી, હિરલ, દેવાંગ, ભાવિન, મીતના કાકા, સ્વ. રમેશચન્દ્ર ગિરિજાશંકર દવે (કંથારિયા)ના જમાઈ, સ્વ. નવનીતરાય, પ્રફુલચન્દ્રના ભત્રીજા, કલ્પેશ, સંદીપ, પ્રશાંત, જ્યોતિ, દિવ્યા, જિજ્ઞાના કાકાઈ ભાઈ તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા તા. 23-2-2026ના સાંજે 4થી 5 ગાયત્રી મંદિર, શકિતનગર સામે, ઓસ્લો સર્કલ પાસે, ગાંધીધામ ખાતે.

અંજાર : લોઢિયા જાવેદ મહમદ (ઉ.વ. 35) તે લોઢિયા મહમદ હાજી ઇસ્માઇલના પુત્ર, મ. અશરફ, શબ્બીર, ઉમર (ઉર્ફે બાપાડા), લોઢિયા હાજી રજાક, ખલીફા લ્યાકત તારમામદના ભત્રીજા, રમીજ રિઝવાન, શાલીલ, અરબાજ, અકમલના ભાઇ, ઇબ્રા. ઇશા (સોનારાવાળી ટપ્પર)ના દોહિત્ર, ખમીશા, ઇબ્રા., હુશેન, યુસબ, ઉમર, રમજુ, દાઉદ, આમદ (સોનારાવાળી ટપ્પર)ના ભાણેજ, લોઢિયા હાજી જુસબ હાજી હુશેનના પૌત્ર તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-2-2026ના મંગળવારે અસર તથા મગરીબ નમાજ વચ્ચે તુળિયા મસ્જિદ, અંજાર ખાતે.

આણંદસર (તા. ભુજ) : પ્રેમજીભાઈ રવજીભાઈ લિંબાણી (ઉ.વ. 88) તે દેવકીબેનના પતિ, મૂળજી કચરા ચીકણી (કલ્યાણપર)ના જમાઈ, છગનભાઇ, જવેરબેન (દેશલપર), હેમલતાબેન (વિથોણ), રૂક્ષ્મણિબેન (પાલીવાડ)ના પિતા, હંસાબેન (મોટા ધાવડા), ક્રિષ્નાબેન (મણિપર), કિસનના દાદા તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-2-2026ના સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ સમાજવાડી, આણંદસર ખાતે.

વાત્રા (તા. ભુજ) : પીર સૈયદ મામદશાહ હાજીમિંયા (ઉ.વ. 63) તે ગુલામ રસુલશાહ, મહેબૂબશાહ, સોયબ અલીશાહના પિતા તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-2-2026ના સોમવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન વાત્રા ખાતે.

મોમયમોરા (તા. માંડવી) : મૂળ માંડવીના અમૃતગિરિ લક્ષ્મણગિરિ ગોસ્વામી (ઉ.વ. 78) તે સ્વ. અમૃતબેનના પતિ, શિવગર આશાગર (કોડાય)ના જમાઇ, મોહનગર, મોતીગર, શંકરગર, રાજીબેન, બચુબેન, ચંચલબેન, હેમલતાબેન, મંજુલાબેન (કોડાય)ના બનેવી, શૈલેશગિરિ (માંડવી શિક્ષક), આનંદગિરિ, દીપેશગિરિ, તરુણાબેન, દર્શનાબેન (દયાપર)ના પિતા, રમીલાબેન, મંજુલાબેન, નયનાબેન, હિતેશપુરી, પુનિતપુરી (દયાપર)ના સસરા, વસંતગિરિ, ચન્દ્રગિરિ, મહેન્દ્રગિરિ (માંડવી)ના મોટા ભાઇ, ઉષાબેન, મુક્તાબેન, અનિલાબેનના મોટા જેઠ, અવનીબેન, સંદીપગિરિ, અંકિતગિરિ, મોહિતગિરિ, મહેકગિરિ, જિગરગિરિના દાદા, જય, ખુશીબેન, જીતપુરી, ક્રિશપુરી (દયાપર)ના નાના, હસુમતીબેન, શીતલબેન, કૈલાશગિરિ, નયનાબેન, ડોલીબેન, દીપકગિરિ, અર્જુનગિરિ, ધીરેનગિરિ, હેતલબેન, પ્રદીપગિરિ, મેહુલગિરિ, સુનીલગિરિના મોટાબાપા તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-2-2026ના મંગળવારે સાંજે 4થી 5 પાટીદાર સનાતન સમાજવાડી, મમાયમોરા ખાતે.

નલિયા (તા. અબડાસા) : નોડે કાસમ ઓસમાણ (ઉ.વ. 85) તે  રમજાન, અદ્રેમાનના પિતા, મ. હાસમ ઓસમાણના ભાઈ, રમજુ સાલેમામદ, આમદ, સુમાર તથા જુસબ ઓસમાણના મામા, આધમ (જડોદર), સુલેમાન હાસમના કાકા, નોડે ઈસ્માઈલ અબ્દુલા (રવાપર)ના બનેવી તા. 21-02-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-02-2026 મંગળવારના સવારે 10થી 11 મેમણ મસ્જિદ નલિયા ખાતે તથા બહેનો માટે મેમણ જમાતખાના ખાતે.

રાજકોટ : મૂળ અકરી (કચ્છ)ના મંગળાબેન (ઉ.વ. 91) તે સ્વ. શંભુરામ સુરજી ગણાત્રાના પત્ની, કિશોરભાઈ, રસિકભાઈ, પ્રવીણભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, મીનાબેન મનીષકુમાર કોટક, નયનાબેન વિલાશકુમાર ધનસોતા, જિજ્ઞાબેન સંજયકુમાર નરમના માતા, પુષ્પાબેન, જયાબેન, મીનાક્ષીબેન, મિત્તલબેન, જયશ્રીબેનના સાસુ, રેખાબેન, હિતેષભાઈ, જલ્પાબેન, નિશાબેન, યોગેશભાઈ, ચિરાગભાઈ, ધ્રુવભાઈ, રોહનભાઈ, હિમાંશુભાઈ, હીનાબેન, રીન્કુબેન, મેહુલભાઈના દાદી, રીમાબેન, વિનિબેન, મોનિકાબેન, આરતીબેન, બંસીબેનના દાદીસાસુ, દિશાંત, આરુષિ, ઋષિ, માનવ, આર્ય, જીવાંશ, નિષ્કાના પરદાદી, પૂજા, બંસી, વેદાંત, ક્રિષ્ના, નમન, જીનલ, ભૂમિના નાની, ચિંતન, ભાગ્યશ્રી, ગૌરાંશ, રુદ્રના પરનાની, સ્વ. મેઘજી ગોપાલજી ચંદે (મઉં)ના પુત્રી, સ્વ. ધનજી મેઘજી, સ્વ. પરસોત્તમ મેઘજી ચંદે, સ્વ. કેશાબેન જયરામભાઈ ગણાત્રા, સ્વ. મોંઘીબેન મેઘજીભાઈ દાવડા, સ્વ. સાવિત્રીબેન મેઘજીભાઈ દાવડાના બહેન તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. બન્નેની પ્રાર્થનાસભા સાથે તા. 23-2-2026ના સોમવારે સાંજે 5થી 6 કચ્છી લોહાણા દરિયાસ્થાન, મોરબી રોડ, ધોળકિયા સ્કૂલની બાજુમાં, રાજકોટ ખાતે.

મુલુંડ : મૂળ મોટી ઉનડોઠના ગાવિંદજી માણસંગજી રાઠોડ (ઉ.વ. 72) તે સ્વ. કેસરબેનના પતિ, મુકેશભાઈ રાઠોડ (ભુજ રાજપૂત સમાજના ઉપપ્રમુખ), દિલીપભાઈ રાઠોડના પિતા, ડિમ્પલબેન, અલકાબેનના સસરા, સ્વ. લક્ષ્મી કાનજી સોલંકીના જમાઈ, મનન, જીલ, જીયા, કૃષિવના દાદા તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-2-2026ના સોમવારે સાંજે 4થી 6 મુક્તેશ્વર મહાદેવ મંદિર, મુલુંડ (વેસ્ટ) ખાતે. 

Panchang

dd