અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) મીતાબેન અરવિંદભાઇ પરમાર
(ઉ.વ. 63) તે અરવિંદભાઇના પત્ની, ગં.સ્વ. વીરમણિબેન મોહનભાઇ પરમારના પુત્રવધૂ,
સ્વ. મુક્તાબેન ભનુભાઇ વરૂ (દેવળિયા)ના પુત્રી, સ્વ. ટપુબેન, રસીલાબેન, સ્વ. નિમાબેન
રોહિતભાઇ પરમારના ભત્રીજાવહુ, સ્વ. દિલીપભાઇ, સુરેશભાઇ, શેખરભાઇ, પારૂલબેન મહેશભાઇ
પરમાર, કરિશ્મા, સ્વીટી, ઝેબીનના ભાભી, ગં.સ્વ. સવિતાબેન, રાજેશ્રીબેનના જેઠાણી, મેહુલ અરવિંદના માતા, કોમલ, ભાવેશ, દીક્ષિત, ચાંદનીના મોટીમા, વિપુલકુમાર, ભાવિકકુમાર,
ટ્વિંકલબેન, શીતલબેનના મોટાસાસુ, સ્વ. ગુણવંતીબેન, શારદાબેન, કસ્તૂરીબેન,
સ્વ. ધારશીભાઇ, હિંમતભાઇના બહેન, જીયા, અંશ, શ્યામના દાદી તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(ભાઇ-બહેનોની) તા. 20-2-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ ભવન, અંજાર ખાતે.
અંજાર : હિંમતલાલ નટવરલાલ આશર (ઉ.વ. 76) (જરિયાવાળા) તે ગં.સ્વ. કુમુદબેનના
પતિ, આશિષ, વિજય (આશિષ ઓટો
સેન્ટર)ના પિતા, સ્વ. હરિદાસ વલ્લભદાસ સંપટ (મુંબઇ)ના જમાઇ તા.
19-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-2-2026ના શનિવારે સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.
અંજાર : જમનાબેન (ઝમુબેન) દેવજીભાઈ મેસુરાણી (ઉ.વ. 87) તે દેવજીભાઇ કરશનભાઈ મેસુરાણીના
પત્ની, સ્વ. ભગવતીબેન કરશનભાઈ મેસુરાણીના પુત્રવધૂ,
સ્વ. લીરીબેન નથુભાઈ વાઘમશી (શિણાય)ના પુત્રી, કાંતિલાલ, કેશવજીભાઇ, ગ.સ્વ. નર્મદાબેન
સુરેશભાઇ બલદાણિયા, ભાવનાબેન રમેશભાઇ બાંભણીયા, રંજનબેન હીરજીભાઈ વાઘમશીના માતા, દિવાળીબેન, સવિતાબેન ના સાસુ, મુકેશભાઇ, રાજેશભાઈના
ભાભી, કલાવંતીબેનના જેઠાણી, આદિત્યભાઇના
મોટીમા, રીતુબેનના મોટા સાસુ, સંજયભાઇ,
દિનેશભાઈ, શરદભાઈ, કમલબેન,
ડિમ્પલબેન, રિંકુબેન, નિશાબેન,
પુનમબેનના દાદી, રેખાબેન, ચેતનાબેન, પાયલબેનના દાદીસાસુ, હિતેન, માધવ, વિવેક, રાખી, જાનકી, હરિકાના પરદાદી તા.
18-2-2026ના અવસાન પામ્યાં છે. પ્રાર્થનાસભા
તા. 21-2-2026ના શનિવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી (શ્રી કૃષ્ણવાડી) વોરાસર સોસાયટીની
બાજુમાં, અંજાર ખાતે.
માંડવી : મેમણ મરિયમબાઈ ભચુ (ઉ.વ. 62) તે મ. અબ્દુલહમીદ (મુંબઈ)ના
પત્ની, આહમ્મદ ભચુના બહેન, અબ્દુલગની
અલીમામદના સાળી, અલ્તાફ, મુસ્તાક,
સલમાનના ફઈ, મેમણ સલીમ હુશેન (ભુજ)ના ફઈસાસુ તા.
19-2-2026ના અવસાન પામ્યા છે. ઈશાલ એ
સવાબ તા. 21-2-2026ના શનિવારે સવારે 10થી 11 બહેનો માટે કુરાન ખ્વાની તેમજ ભાઈઓ અને બહેનો માટે વાયેઝ-જિયારત
તા. 11થી 12 મેમણ જમાતખાના, મચ્છીપીઠ,માંડવી ખાતે.
માંડવી : કોરેજા હાજિયાણી આસીબાઈ મુહમ્મદ (ઉ.વ. 102) તે મ. ગફાર, અબ્દુલ્લાહ, કાદર,
અઝીઝ, સલીમ, મુસાના માતા,
કોરેજા રજાક ધુલા, કોરેજા ઈકબાલ ધુલાના મોટીમા,
મ. સમેજા સિધીક કાસમના સાસુ તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત
તા. 21-2-2026ના શનિવારે સાંજે અસર નમાઝ
બાદ ધાધલી મા દરગાહ, માંડવી ખાતે.
થરાવડા નાના (તા. ભુજ) : મોહનભાઇ કાનજીભાઇ ભોજાણી (ઉ.વ. 65) તે સ્વ. કેશરબેન કાનજીભાઇ ભોજાણીના
પુત્ર, અમૃતબેનના પતિ, સ્વ. મગનભાઇ,
અમૃતભાઇ, વિઠ્ઠલભાઇ, જગદીશભાઇ,
મંગળાબેન, બીનાબેનના ભાઇ, અરૂણભાઇ, પ્રજ્ઞાબેન, વર્ષાબેનના
પિતા, જિજ્ઞાબેન, શાંતિલાલ ઇશ્વરભાઇ ભગત
(કોટડા-ઉ.), જતિનકુમાર રાજુભાઇ ગોરાણી (દેસાઇપુરા કંપા)ના સસરા,
દક્ષ તથા ક્રિષાના દાદા, ધ્યાની, નિરેક, હેન્સી, રિષિવના નાના તા.
18-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન થરાવડા ખાતે.
ઉમેદપર (તા. ભુજ) : રાણીબેન પૂંજાભાઇ બતા (ઉ.વ. 76) તે સ્વ. પૂંજાભાઇ ભાણાભાઇ બતાના
પત્ની, ભીમજીભાઇ, હરિભાઇ,
રાજીબેન, સભીબેનના માતા, ધનજીભાઇ રાણાભાઇ બતા, પાંચાભાઇ રાણાભાઇ બતાના કાકી,
ધરમશી, ઇશ્વર, ઘનશ્યામ,
રમીલાબેનના દાદી તા. 19-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઉમેદપર ખાતે.
બળદિયા (તા. ભુજ) : માનબાઇ આત્મારામ સિજુ (ઉ.વ. 96) તે સ્વ. આત્મારામ નારણ સિજુના
પત્ની, રામજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ,
સ્વ. મગીબેન લાખાભાઇ મેરિયા (રામપર), લખીબેન બુધ્ધાભાઇ
મેરિયા (રામપર), રામીબેન ગોપાલભાઇ લોંચા (અંજાર), વાલબાઇ ખીમજીભાઇ લોંચા (અંજાર)ના માતા, દેવલબેન રામજીભાઇ
સિજુ, રામીબેન પ્રેમજીભાઇ સિજુના સાસુ, મંજુલાબેન કાનજી બળિયા (વિરાણી), સવિતાબેન પ્રેમજી બુચિયા
(સિરાચા), માયાબેન જગદીશ જેપાર (રાધનપર), કાનજી, સુરેશ, રવિ, ગોવિંદ, વિનોદના દાદી તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 22-2-2026ના રવિવારે રાત્રે આગરી અને
ઘડાઢોળ (પાણી) તા. 23-2-2026ના
સોમવારે નિવાસસ્થાન બળદિયા ખાતે.
ઢોરી (તા. ભુજ) : ગરવા સામજી ભાણા (જોગેલ) (ઉ.વ. 44) તે ગં.સ્વ. મેઘીબેન ભાણા ભચુના
પુત્ર, સ્વ. માવારાંમ બાબુભાઇ જોગેલ, હરિભાઇ જોગેલ, કાનાભાઇ જોગેલ, સમીબેન
નરેશ ધોરિયા (અંજાર), વેજીબેન શાંતિલાલ ગેડિયા (ભુજ),
શાંતાબેન લખમણ ગેડિયા (નવાગામ)ના નાના ભાઇ, દીપરાજ,
ખુશાલ, ફાલ્ગુની, એન્જલ,
આનંદ, કુર્ણાલના કાકા તા. 19-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
24-2-2026ના રાત્રે અને તા. 25-2-2026ના બુધવારે સવારે 7થી 9 પાણી (ઘડાઢોળ) સંતશ્રી માવારામ નિવાસસ્થાન, નવા ગરવાવાસ ખાતે.
મોટી ખેડોઈ (તા. અંજાર) : જશુબા સુરુભા જાડેજા (ઉ.વ. 69) તે સુરૂભા કશરસંગના પત્ની, જશુભા, પોપટભાના ભાભી,
નરેન્દ્રાસિંહ અને હરેન્દ્રાસિંહના માતા, ભૂપેન્દ્રાસિંહ,
બટુકાસિંહના કાકી, રવીરાજાસિંહ અને પ્રદીપાસિંહના
ભાભુ, પૂર્વદિપાસિંહ, જીતરાજાસિંહ,
શક્તિરાજાસિંહ, રુદ્રરાજાસિંહ, સૌર્યરાજાસિંહના દાદી તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-2-2026ના સોમવારે ગ્રામ પંચાયતની
બાજુમાં, કોમ્યુનિટી હોલ, ખેડોઈ
ખાતે.
સિનોગ્રા (તા. અંજાર) : મૂળ ચંદિયા (તા. અંજાર)ના નાનજીભાઇ રામજીભાઇ
બાંભણિયા (ઉ.વ. 56) તે જયશ્રીબેનના
પતિ, સ્વ. વાલીબેન રામજીભાઇ બાંભણિયાના પુત્ર,
ગં.સ્વ. જસુબેન ગોકળભાઇ (લાલાણી) હડિયાના જમાઇ, દેવજીભાઇ (સિનોગ્રા), વિશ્રામભાઇ (ચંદિયા), સ્વ. વીરજીભાઇ (ચંદિયા), શામજીભાઇ (સિનોગ્રા),
સ્વ. શાંતિબેન, ગં.સ્વ. નબુબેનના ભાઇ, ભાવેશ, જિતેશ, હિનાબેન, જિજ્ઞાબેનના પિતા, ગીતાબેન, મયુરીબેન,
મહેશભાઇ, તુલસીભાઇના સસરા, ઓમ, રિયા, હરિસિદ્ધિના દાદા તા.
18-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-2-2026ના શનિવારે સવારે 10થી 11 મચ્છોયા આહીર સમાજવાડી, સિનોગ્રા-ખંભરા રોડ, બસ સ્ટેશન પાસે, સિનોગ્રા ખાતે.
નેત્રા-માતાજીના (તા. નખત્રાણા) : સોઢા ચંદનાસિંહ ચમનાસિંહ
(ઉ.વ. 70) તે સરૂપાસિંહ, ભુરજી, બહાદુરાસિંહ,
હેમરાજાસિંહના મોટા ભાઇ, લાલજી, ગુલાબાસિંહના પિતા, ગોપાલાસિંહ, મોહનાસિંહ, સતિદાનાસિંહ, દોલતાસિંહ,
ભચાસિંહ, યુવરાજાસિંહ, સુરતાસિંહ,
વિક્રમાસિંહ, હમીરાસિંહ, નરેન્દ્રાસિંહ, મહાવીરાસિંહ, કરણાસિંહ,
રાજવીરાસિંહના મોટાબાપુ, કાવ્યરાજ ના દાદા તા.
15-2-2026ના અવસાન પામ્યા છે. બારસ તા.
26-2-2026ના નિવાસસ્થાન જી.ઇ.બી.ની બાજુમાં, નેત્રા ખાતે.
અરલ મોટી (તા. નખત્રાણા) : સોઢા દેવકુંવરબા ખેતુભા તે સ્વ. રાણુભા
મનુભા, જીવુભા, તેજુભા,
હઠુભા, ચાંધુભા, ગજુભા,
કેશુભા, ભરતસિંહ, કરણસિંહ,
શિવજીના ભાભી, વિજયસિંહ, શક્તિસિંહ, મહાવીરસિંહ, દેવુભા,
અનિરુદ્ધસિંહના મોટમા, પતુભા વેલુભાના ભત્રીજાવહુ
અવસાન પામ્યા છે. સાદડી મોટી અરલ ખાતે.
રાજકોટ : જયેશભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ તે સ્વ. નીતાબેન તથા સ્વ. ભાસ્કરભાઈ
ભટ્ટના પુત્ર, અ.સૌ.સ્વ. ભાવનાબેનના પતિ,
સિદ્ધાર્થ, પાર્થ ભટ્ટના પિતા, કિંજલ પાર્થ ભટ્ટના સસરા, કરુદ્રાશીના દાદા, ગીતાબેન તથા ભાવેશભાઈ ભટ્ટના ભાઈ તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 21-2-2026ના શનિવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન
રાજકોટ ખાતે.