• બુધવાર, 12 માર્ચ, 2025

અવસાન નોંધ

ભુજ : અબડા ફાતમાબાઇ નૂરમામદ તે મ. ભચુભાઇ, મ. ઇબ્રાહિમ, મ. સુલેમાન (રિક્ષાવાળા), ઓસમાન, આમદના માતા, જુસબ મામદ અબડા, ઇશા વલીમામદ અબડાના કાકી તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 11-3થી 12-3 મંગળવારથી બુધવાર સુધી નિવાસસ્થાન ભીડ નાકા બહાર, કુંભાર જમાતખાના સામે, ભુજ ખાતે.

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ દમયંતીબેન દેવેન્દ્રભાઇ ત્રિપાઠી (દેવીબેન) (ઉ.વ. 81) તે પ્રેમકુંવરબેન મયાશંકર (મોટી ધુફી)ના પુત્રી, ધર્મેન્દ્ર, નીલેશ, દક્ષાના માતા, ભાવિની, હંસા અને અરવિંદ ભટ્ટના સાસુ તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા સવારે 9.30 કલાકે સંસ્કારનગર, મારુતિ પ્લોટ પાસેથી ખારી નદી પ્રયાણ કરશે.

ભુજ : મૂળ તેરાના કચ્છી સારસ્વત બ્રાહ્મણ જોશી રમાબેન હરિયામાણેક (ઉ.વ. 76) તે સ્વ. મહેશભાઇ (નિવૃત્ત એમ.ઇ.એસ.)ના પત્ની, સ્વ. અનસૂયાબેન તથા લાભશંકર વિઠ્ઠલદાસના પુત્રવધૂ, સ્વ. ભગવાનજી હંસરાજ ચાબડ (બેટ દ્વારકા)ના પુત્રી, સ્વ. મનોજ (સીઆરપીએફ), મયંકના માતા, કપિલાબેન, ભાવિનીબેન (શિક્ષિકા-વિષ્ણુધર્મ શાળા)ના સાસુ, સ્વ. બિપીનભાઇ (આદિપુર), રાજેશભાઇ, અનિલાબેન બકુલેશભાઇ ચઠમંધરા, પંકજબેન સુરેશભાઇ ખટરિયા (માંડવી), મીનાક્ષીબેન રમાકાંતભાઇ રતનેશ્વર (મુંબઇ)ના ભાભી, સરોજબેન (આદિપુર-માજી કાઉન્સિલર નગરપાલિકા), પવિત્રાબેનના જેઠાણી, સ્વ. ઇન્દુબેન જેન્તીલાલ રતનેશ્વર (સાયરા), ઉમેશભાઇ (નિવૃત્ત બીએસએનએલ-અમદાવાદ)ના બહેન, રેખાબેન (નિવૃત્ત શિક્ષિકા-સરસ્વતી શિશુ મંદિર-માંડવી હાલે અમદાવાદ)ના નણંદ, ત્રિલોક, દીપ્તિ અમિતભાઇ ધરાદેવ, તૃપ્તિ રોહિતભાઇ (મહેશભાઇ) ચઠમંધરા, નેહા રાજનભાઇ રતનેશ્વરના મોટીમા, ઉદય, ઉન્નતિ, શ્લોક, અવની, શિવમના દાદી, હરીશભાઇ, નિર્મળાબેન, રસીલાબેન, કલ્પનાબેન, રેખાબેન, જયશ્રીબેનના માસી, સ્વ. પ્રફુલ્લભાઇ કચરાભાઇ પંડયા (મઉં), નવીનભાઇ નરોત્તમભાઇ કીતા (ભદ્રેશ્વર)ના વેવાણ તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા (ભાઇઓ તથા બહેનો માટે) તા. 12-3-2025ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી કિરીટભાઇ વાઘેલા (ઉ.વ. 52) તે સ્વ. ત્રિભુવનભાઇ તથા વિજયાબેનના પુત્ર, જ્યોતિ, નિતા, યજ્ઞેશ (રુદ્ર એન્ટરપ્રાઇઝ)ના ભાઇ, લક્ષ્મીકાંત કરશનદાસ જેઠવા (ડુંગરપુર), રાજેશભાઇ જાદવજીભાઇ રાઠોડ (દેવળિયા)ના સાળા, આરતીબેન યજ્ઞેશભાઇ વાઘેલાના જેઠ, સુહાની, રુદ્રાના મોટાબાપા, રવિકાંત, ભાવિકાન્ત, મયૂરી, અંકિત, દેવ્યાનીના મામા તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-3-2025ના બુધવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ ભવન, અંજાર ખાતે. (ભાઇઓ તથા બહેનોની સંયુક્ત)

ગાંધીધામ : મૂળ આધોઇ બેરા પરબ (ભચાઉ)ના પ્રજાપતિ વાલીબેન મૂરજીભાઇ ચોનાણી (ઉ.વ. 85) તે સ્વ. મૂરજીભાઇ રણછોડભાઇના પત્ની, સ્વ. સતીબેન ભચુભાઇ ગાગાણીના પુત્રી, સ્વ. બધીબેન, રવજીભાઇ, ગવરીબેન, વિરજીભાઇ, લખમશીભાઇ, કાન્તાબેન, રાજાભાઇ, અમરતબેનના માતા, ભૂરાભાઇ, વેલજીભાઇ, દિલીપભાઇ, લાલજીભાઇ, પ્રેમુબેન, ગોમતીબેન, નીમુબેન, ગોમતીબેનના સાસુ, સ્વ. નાથીબેન, બધીબેન, ભૂરાભાઇ, માદેવાભાઇ, વાલજીભાઇ, અરજણભાઇ, શાંતિબેન, દેવજીભાઇ, રવજીભાઇના કાકી, પરેશ, દીપક, સોનલ, રમીલા, સંજય, જિતેન્દ્ર, મનોજ, જિજ્ઞા, કાનજી, વિજય, વિપુલ, રિદ્ધિના દાદી તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-3-2025ના શનિવારે સવારથી બપોર સુધી આધોઇ બેરા પરબ તેમજ સાંજે 5થી 6 પ્લોટ નં. 1, 9-એજી, રિશી શિપિંગની બાજુમાં, પ્રજાપતિ સમાજવાડી, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ ભુજના શ્રીમાળી સોની જયેન્દ્રભાઈ હરિલાલ સોની (કોંઢિયા) (ઉ.વ. 67) (નિવૃત્ત રેલવે) તે નિલાબેનના પતિ, સ્વ. હરિલાલ પરસોત્તમભાઈ (રેલવેવાળા)ના પુત્ર, ગં.સ્વ. નિર્મળાબેન ધીરજલાલ રણછોડભાઈ આડેસરા (બેંગ્લોર)ના જમાઈ, સ્વ. ભોગીલાલભાઈ, સ્વ. ચંદુલાલભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. ધનલક્ષ્મીબેન, સ્વ. નિર્મલાબેનના નાના ભાઈ, સ્વ. ભગવાનજી પરસોત્તમભાઈ કોંઢિયા, મૂળજીભાઈ પરસોત્તમભાઈ કોંઢિયાના ભત્રીજા, હર્ષ, દીપ્તિના પિતા, વિવેકકુમાર (જામનગર)ના સસરા, પ્રવીણાબેન (અંજાર), મમતાબેન (રાજકોટ)ના બનેવી, સ્મિત, ધર્મેશ, પ્રતીક, મિતેષ, રક્ષા, વર્ષા, હેતલ, શિલ્પા, કિંજલના કાકા  તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-3-2025ના બુધવારે સાંજે 5થી 6 કલ્યાણજી બાપા વાડી, શ્રીમાળી સોની સમાજ, ગાંધીધામ ખાતે.

અંજાર : હાલે પુના જ્યોત્સનાબેન (ઉ.વ. 69) તે સ્વ. ગાંગજી રૂપારેલ અને પાર્વતીબેન (કચ્છ  નિવાસી)ના પુત્રવધૂ, વિઠ્ઠલદાસ ગાંગજીના પત્ની, મુકતાબેન મોરારજીભાઈ પલણના પુત્રી, વિજેતા (ભુજ), ખુશાલ (અમેરિકા), કુંતેશ (પુને)ના માતા, હિતેનભાઈ, ભક્તિબેન, માનસીબેનના સાસુ, સ્વ. લક્ષ્મીદાસના નાના ભાઇના વહુ, સ્વ. શાંતિબેન રૂપારેલના દેરાણી, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. રામબાઇ, સ્વ. મણિબેન, સ્વ. કંકુબેન, સાવિત્રીબેનના ભાભી, ભીકુ લક્ષ્મીદાસ રૂપારેલ, બાલુ લક્ષ્મીદાસ રૂપારેલ, મીનાબેન હસમુખભાઈ મીરાણી, શોભનાબેન દિલીપ પારવાણી, પ્રીતિબેન દીપક પારવાણીના કાકી, અસ્મિતા ભીકુ રૂપારેલ, મંજુશા બાલુ રૂપારેલના કાકીસાસુ, તવીશા, સિદ્ધાંન, સાન્વીના દાદી, આરવ, આશનાના નાની તા. 11-3-2025ના પુના ખાતે અવસાન પામ્યા છે.

અંજાર : ગં.સ્વ. ગંગાબેન મંગલજી ઉદવાણી (ઉ.વ. 95) તે સ્વ. મંગલજી વેલજી રામજી ઉદવાણી (ભારત ઓટોમોબાઈલ કંપની)ના પત્ની, ભારતી, પુષ્પા, રમેશ, પ્રતિમા, ભરત, અનિલના માતા, કાન્તિલાલ વેલજી ઉદવાણી (બેંક ઓફ બરોડા-વડોદરા), સ્વ. જશોદાબેન છોટાલાલ દૈયા (રાજકોટ)ના ભાભી, સ્વ. ભચીબેન મકનજી જેરામણીના પુત્રી, સ્વ. દેવીલાબેન કાંતિલાલ ઉદવાણીના જેઠાણી, ભાવેશ, ઊર્મિ, કલ્પના, કુન્તલના મોટાબા, સ્વ. શશિકાન્તભાઈ, સ્વ. ધીરેનભાઈ, સ્વ. જયસિંહભાઈ, ચંદાબેન, જયશ્રીબેન, નીલ્પાબેનના સાસુ, નીરા ડીમ્પેશભાઈ ઠક્કર (ઓસ્ટ્રેલિયા), બિમલ, હેમલ, નીરાલી ધ્યાનીશભાઈ કેસરિયા (ભુજ), ઝેનીકા પ્રતીકભાઈ ઠક્કર (મુંબઈ), ઝીલ, ધવલના દાદી, પ્રિયા, રીનાના દાદીસાસુ, કર્મ, હેતાન્શ, માહીના મોટા દાદી, હરીશ, શિલ્પા, રૂપલ, હિતેષ, સોનલ, રાહુલના નાની, જ્યોતિ, નીતિન, વિજય, ચેતનના મામી, સ્વ. કરશનભાઈ, સ્વ. મોહનલાલભાઈ, સ્વ. કાન્તિલાલભાઇ, શારદાબેન રણછોડદાસના બહેન તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-3-2025ના બુધવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજ વાડી, ગાયત્રી ચાર રસ્તા પાસે (બન્ને પક્ષની સાથે)

અંજાર : નોડે ઓસમાણ આમદ (ઉ.વ. 69) તે મ. આમદ ગફુરના પુત્ર, મ. અલીમામદ તથા ભચુભાઇના ભાઇ, અસગર, હનીફ, અકબર, હાસમના પિતા તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-3-2025ના બુધવારે સાંજે અસર નમાજ બાદ તુરિયા મસ્જિદ ખાતે.

માંડવી : કાતિયાર કાસમ સુમાર (ઉ.વ. 99) તે ઇસ્માઇલ, રફીક, અબ્બાસ, અનવરના પિતા, ઓસમાણ, ઉમર, મામદ સુમારના ભાઇ, આમદ બુઢા, મ. આમર ગઇધર, મ. ઉમર સુલેમાન, મ. અશરફ મથડા, હુશેન મથડા, મ. કાસમ સાડના સસરા તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-3-2025ના સાંજે અસર નમાજ બાદ મસ્જિદે રહેમાનિયા, તબેલો ફળિયા ખાતે.

મુંદરા : ઝુબેદાબેન મહમદહુશેન દાણી (ઉ.વ. 78) તે મ. સુગરાબાઇ હાજીહુશેન (મીઠુભાઇ) દાણીના પુત્રવધૂ, મ. કુલ્સુમબેન શેરઅલી દરવેશઅલી જાધાણી (સુથરી)ના પુત્રી, દિલશાદ, મુનીર, અફસીન (કેનેડા), શાહિન (મુંબઇ)ના માતા, રેશ્મા દાણી, નિજાર ભગત, મોએઝ સોરઠિયા, મલિક નાથાણીના સાસુ, મ. શાહઅલીભાઇ, અનવરઅલી જાધાણી, મ. સદરુદ્દીન જાધાણી, રજિયાબેન હાજીભાઇ (મુંબઇ), સઇદાબેન સદરુદ્દીન (ભુજ)ના બહેન, અલીઝના દાદી, સાદીઆ, અઝાન, માયશા, ઇરાના નાની તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-3-2025ના સાંજે 4થી 5 મુસાફરખાના, પટેલ ફળિયા ખાતે તથા સાંજે 7.30 વાગ્યે જિયારત ખોજા જમાતખાના ખાતે.

દહીંસરા (તા. ભુજ) : કાનબાઇ વિશ્રામ ગાંગજિયાણી (ઉ.વ. 78) તે રામજીભાઇ, સામબાઇના માતા તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-3-2025ના ગુરુવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઇઓના) તથા બહેનો માટે નિવાસસ્થાન સમાજવાડી શેરી, દહીંસરા ખાતે.

કેરા (તા. ભુજ) : માનબાઇ અરજણ વોરા (ઉ.વ. 64) તે સ્વ. અરજણ કરસનના પત્ની, મનસુખ, કાન્તિ, વિનોદના માતા, ભાવિક, જયમિન, ધ્રુવ, ધ્રુવીના દાદી તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. બેસણુ તા. 13-3-2025ના ગુરુવારે સવારે 7થી 8 ભાઇઓનું સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું નિવાસસ્થાને કેરા ખાતે.

મદનપુરા (તા. માંડવી) : હાલે ઘાટકોપર (મુંબઇ) દમયંતીબેન કરમશી લાલજી રામજિયાણી (ઉ.વ. 92) તે કરમશી લાલજીના પત્ની, ચીમનભાઇ, શાન્તિભાઇ, ભાનુબેન (દુર્ગાપુર), સ્વ. ચંચળબેન (બિદડા), દિવ્યાબેન (મમાયમોરા), મીનાબેન (કુરબઇ), મધુબેન (વડવા કાંયા)ના માતા, લીલાબેન, નીતાબેન, નાનજીભાઇ, સુરેશભાઇ સેંઘાણી, શાન્તિભાઇ, મણિલાલભાઇના સાસુ, ઉપાસના સંદીપ રૂડાણી (દુર્ગાપુર), ઋત્વી, યોગેશ વાડીઆ (શિરવા), મિત્રા વરુણ, ઋષિકેશના દાદી, સ્વ. જસુબેન વાલજી પૂંજા સેંઘાણી (દુર્ગાપુર)ના પુત્રી તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-3-2025ના સાંજે 4થી 5.30 મુંબઇ (ઘાટકોપર) ખાતે તથા તા. 15-3-2025ના શનિવારે સવારે 9થી 11.30, બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાન મદનપુરા લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી રાજેન્દ્રભાઈ લાખુભાઈ કાનાણી (મુંધુડા) (ઉ.વ. 68) તે સ્વ. લાખુભાઈ રાણશીં કાનાણીના પુત્ર, વીરેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, માલતીબેન, સ્વ. દમયંતિબેનના ભાઈ, આશબાઇબેનના પતિ, ભરતભાઇ, વિજયાબેન, શીતલબેનના પિતા, નાગશ્રીબેન ભરતભાઇ, મોમાયાભાઈ પબુભાઈ ગઢવી (આદિપુર), દીપકભાઈ લક્ષ્મણભાઇ ગઢવી (કાઠડા)ના સસરા, પ્રકાશ, દ્રુપદ, ભાલેશ, પ્રદીપ, વિનિતાબેનના કાકા, ભગીરથ, કપિલ, મીરાંબેનના મોટાબાપુ, રમેશ, રમીલા, પંકજ, વિવેક, પારુલના મામા તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11, 12, 13-3-2025ના નિવાસસ્થાને કાઠડા વાડી વિસ્તાર ખાતે.

નાગલપુર (તા. માંડવી) : હીરાણી કરશન રત્ના (ઉ.વ. 105) તે લાલબાઇના પતિ, વિશ્રામ, રવજી, પ્રેમજી, રામજીના પિતા, પ્રેમબાઇ, રતનબાઇ, શાન્તાબાઇ પ્રેમજી, શાન્તાબાઇ રામજીના સસરા તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-3-2025ના ગુરુવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન નરનારાયણ દેવ વાડી, નાગલપુર ખાતે.

નાના આસંબિયા (તા. માંડવી) : ભાટી ગોવિંદભા પોપટભા (ગાગુભા) (ઉ.વ. 76) તે સ્વ. પોપટભા વેલજીભા ભાટીના પુત્ર, રતનબેનના પતિ, પ્રકાશભા, સ્વ. રમેશભા, રમીલાબેનના પિતા, જયાબેન, ગોહિલ સતીષભા લાલજીભાના સસરા, સ્વ. ગાંગજીભા, સ્વ. અરવિંદભા, સ્વ. જ્યોતિબેન, મંજુલાબેન, વિજયાબેનના મોટા ભાઇ, રવિભા અશોકભા (રાજા), ચંદ્રિકાબેન, વર્ષાબેન, અનિતાબેન, પ્રીતિબેન, ભારતીબેન, રેખાબેનના મોટાબાપુ, હર્ષ, અર્પિતા, દીક્ષિતા, વંશિકાના દાદા, રાઠોડ અરજણભા નારાણભાના જમાઇ તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-3-2025ના શુક્રવારે નિવાસસ્થાને.

મંજલ (તા. નખત્રાણા) : જયાબા ખાનુભા જાડેજા (ઉ.વ. 94) તે જાડેજા મનુભા ખાનુભા (નખત્રાણા), સ્વ. ગજુભા, સ્વ. ધર્મેન્દ્રસિંહ, ભુલુભાના માતા, નવુભા ભીખુભા, ઉમેદસિંહ, વનરાજસિંહના કાકી, પરાક્રમસિંહ મનુભા, હરદેવસિંહ મનુભા, હિતેન્દ્રસિંહ, સિદ્ધરાજસિંહ, ભૂપેન્દ્રસિંહ, રોહિતસિંહ, જયરાજસિંહ, પૃથ્વીરાજસિંહ, રાજદીપસિંહ, રૂષિરાજસિંહ, કુલદીપસિંહ, રવિરાજસિંહના દાદી તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 17-3-2025ના સોમવારે દરબાર ડેલી, મંજલ ખાતે.

નાના અંગિયા (તા. નખત્રાણા) : રબારી ખેંગારભાઇ ગાભાભાઇ (ભોપા) (ઉ.વ. 86) તે ભચીબેનના પતિ, સ્વ. સોની ગાભા, સ્વ. ખીમા ગાભા, કચરા ગાભા, સ્વ. સાગા ભાગા, સ્વ. મગીબેન, સ્વ. ભચીબેનના ભાઇ, કલા ખેંગાર, રાણા ખેંગાર, રામીબેન, જસુબેન, મગીબેન, વિજુબેનના પિતા, વેલા ખીમા, કલા સોની, કાના સોની, હીરા સોની, મેગા કચરા, કલા સાગાના કાકા, સ્વ. પચાણ લધા (ખાંભલા)ના જમાઇ તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નાના અંગિયા ખાતે.

દેવલાલી (મુંબઇ) : મૂળ માંડવીના અ.સૌ. સંધ્યા જિતેન્દ્ર મહેતા (ઉ.વ. 67) તે મંગળાબેન માધવલાલ સિંગજિયાણીના પુત્રવધૂ, હસુમતીબેન દોલતરામ મહેતાના પુત્રી, કોમલ કેતન શાહના માતા, રિશાનના નાની, લતા દિનેશ સિંગજિયાણીના દેરાણી, ભાવના બકુલ સિંગજિયાણીના જેઠાણી, સ્વ. શૈલેષભાઇ, જયશ્રીબેન, ભાગેશ, પ્રીતિના બહેન તા. 8-3-2025ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd