નખત્રાણા , તા.
11 : આગામી હોળી, ધુળેટીના તહેવારો તથા રમઝાન માસ અને રમઝાન ઇદની
ઉજવણી ભાઇચારાથી, શાંતિમય રીતે થાય તે હેતુથી અહીંના પોલીસ સ્ટેશન
સંકુલ ખાતે પોલીસ તંત્રે વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં
પી.આઇ. એ. એમ. મકવાણાએ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં શાંતિનો ભંગ ન થાય તે માટે બંદોબસ્ત
રાખી સી.સી. ટી.વી. કેમેરાની ગોઠવણી કરાઇ હોવાની માહિતી આપી હતી. વિવિધ અગ્રણીઓએ વથાણ
ચોક, વિરાણી રોડ, બસ સ્ટેશન વિસ્તારમાં
ટ્રાફિક સમસ્યા તથા બેફામ ચાલતા વાહનો પર કાબૂ રાખવા માંગ કરી પર્વો દરમ્યાન શાંતિ
જાળવવાની ખાતરી આપી હતી. શાંતિ સમિતિની બેઠકમાં જવેરભાઇ કેશરાણી, મનીષ સુરાણી, હિતેષ સોનપાર, ભાવિન
રૈયાણી, ભરત રૈયાણી, ધર્મેન્દ્ર સુરાણી,
મામદભાઇ રાયમા, હુશેન નોડે, રાજેશ જોશી, હારુન લુહાર, લંગા
સિકંદર, સદામ રાયમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.