• બુધવાર, 12 માર્ચ, 2025

ભુજ તા. પ્રા. શિક્ષક સમાજની બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કોડકી ટીમ વિજેતા

ભુજ, તા.10 : ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે હિલ ગાર્ડન ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જિલ્લા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ નયનાસિંહ જાડેજા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરાસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, જિલ્લા સંઘના કોષાધ્યક્ષ ધર્મેન્દ્રાસિંહ જાડેજાબી.આર.સી. કો. ઓ. ભરત પટોડિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસુમતીબેન પરમારે ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. ઉદઘાટન કાર્યક્રમમાં તાલુકા પ્રા.શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામાસિંહ જાડેજાએ સૌને આવકાર્યા હતા. શિક્ષકોમાં ખેલદિલી અને સંઘ ભાવના મજબૂત બને એ હેતુથી રમાયેલ આ ટુર્નામેન્ટમાં તાલુકાની કુલ 13 ટીમે ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ કોડકી અને કોટડા સુપર સિક્સ વચ્ચે રમાઈ હતી જેમાં કોડકી ટીમ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની હતી. કોટડાના રાજેશ ટંડેલને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફીઓ એનાયત કરાઈ હતી. મહામંત્રી મેહુલ જોષી, કોષાધ્યક્ષ કાંતિભાઈ સુથાર, વિરલાસિંહ જાડેજા, જયેન્દ્રાસિંહ ઝાલા, હાર્દિક ત્રિપાઠી, ધવલ ત્રિવેદી, ઉતમ મોતા, નિલેશ અજાણી, ઇન્દ્રજીતાસિંહ જાડેજા, અનિલ  રૂપારેલ, જય ચનિયારા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અનિરૂદ્ધાસિંહ જાડેજા, શાંતિલાલ મોતા, દિનેશ દરજી વ્યવસ્થામાં સહયોગી રહ્યા  હતા.  કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મહામંત્રી મેહુલ જોષીએ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd