• બુધવાર, 12 માર્ચ, 2025

ભારાપરની કંપનીના પ્રદુષણથી ખફા ગ્રામજનોનો વિરોધનો સુર

ગાંધીધામ, તા. 11 : તાલુકાના ભારાપર ગામમાં આવેલા એકમમાં  બે દાયકા કરતા પણ વધુ સમયથી ફેલાતા અસહ્ય પ્રદુષણના કારણ  ગ્રામજનો ભારે મુશકેલી અનુભવી રહ્યા છે.  અને વ્યાપક નુકશાની ભોગવી  રહ્યા છે. રાત્રીના સમયે રહી ન શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ પ્રદુષ ઓકતા એકમ સામે લડી લેવાના ધ્યેય સાથે ભારપર જાગીરના મહંત દ્વારા બોલાવાયેલી બેઠકમાં  આ મુદે  હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવાયો હતો. જો કે ચમત્કારને નમસ્કાર હોય તેમ બપોરે ખુંદ કંપનીના માલીકે આવીને ત્રણ મહીનામાં સમસ્યા ઉકેલવાની ખાત્રી આપી હતી. ભારાપર જાગીર ખાતે યોજાયેલી બેઠકમ આહીર સમાજ દ્વારા આહીર સમાજના  પ્રમુખ તેજાભાઈ  કાનગડ, અને  ભારાપર જાગીરના મહંત દેવજી રાજાના અધ્યક્ષ સ્થાને  બેઠક મળી હતી જેમાં જો કંપની દ્વારા પ્રદુષણ રોકવામાં નહી આવે તો  ઉગ્ર આંદોલન છેડાશે અને કંપનીના  ગેટની બહાર બેસીને ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. બે દાયકાથી કંપની દ્વારા ઓકાતા પ્રદુષણના કારણે બહેનો, બાળકો અને યુવાનોના સ્વાસ્થયને હાની  પહોંચી રહી છે.  ખેઁતીની જમીન  પણ ખેડુતો વાવી નથી શકતા. આજુબાજુના 15 કીલોમીટરમાં પશુપાલન ચરીયાણ ને પણ ખુબ જ  ભારે જફા પહોંચી છે. અને તંત્રોન સહયોગ લઈને  કંપનીને કાયદાનું ભાન કરાવાશે તેવો નિર્ણય બેઠકમા લેવાયો હતો. કંપનીની 200 મીટરમાં જ શાળા આવેલી છે.  15 વર્ષ પહેલા આ શાળામા  200 બાળકો અભ્યાસ કરતા હતા હાલ પ્રદુષણની સમસ્યાના કારણ માત્ર 15 થી 20  બાળકો જ અભ્યાસ કરતા હોવાનું લોકોએ બેઠકમાં આક્રોશ સાથે જણાવ્યું હતું. મહંત દેવજી દાદાલઘુ મહંત ભરત દાદા, કચ્છ આહીર મંડળના પ્રમુખ તેજાભાઈ કાનગડઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, ઉદ્યોગપતિ  શામજીભાઈ કાનગડ, શામજીભાઈ ખટારીયાવી.કે.હુંબલ, મુળજીભાઈ મ્યાત્રા, વાસાભાઈ આહીર, જિલ્લા પં.ના કારોબારી ચેરમેન ઘેલાભાઈ દાનાભાઈ ચાવડા, શંભુભાઈ મ્યાત્રા, જિલ્લા પંચાયત સદસ્ય ધનજીભાઈ હુંબલનવીનભાઈ જરૂ, વિરમ ગઢવી વિગેરેએ  વધતા જતા પ્રદુષણ સામે  લડત કરીને તેનું નિવારણ લાવવું પડશે તેવો સુર એકી અવાજે  વ્યકત કર્યો હતો.  બેઠકમાં આહીર સમાજ ઉપરાંત વિવિધ સમાજના લોકો હાજર રહ્યા હતાં. આંદોલનના ભાગરૂપે આજે સવારથી કંપનીમાં પરિવહન બંધ કરી  દેવાયું હતું. જો કે સાંજે બેઠક બાદ પરિવહન ચાલુ કરાયું  હોવાના અહેવાલ  સાંપડયા હતાં. - ત્રણ મહીનામાં સમસ્યા નહી ઉકેલાય તો કંપની  બંધ કરી દઈશ : કરણ શાહ  : ગાંધીધામ, તા. 11 :ભારાપરની સાલ સ્ટીલ દ્વારા ફેલાવાતા પ્રદુષણ મુદે આજે બેઠકમાં લડી લેવા ગ્રામજનો એક મત થયા બાદ ચમત્કારને નમસ્કાર હોય તેમ કંપનીના માલીકે ત્રણ મહિનામાં સમસ્યા ઉકેલવા ખાત્રી આપી હતી. બપોરે કંપનીના માલીક કરણ શાહ ભારાપર જાગીર મહંતને મળ્યા હતા. હાલ ત્રણ મહીના સુધી એક જ પ્લાન્ટ ચાલુ  રખાશે અને ત્રણ મહિનામાં પ્રદુષણની સ મસ્યા ઉકેલવા બાંહેધરી આપી હતી જો તેમ નહી થઈ શકે તો પ્લાન્ટ બંધ કરી દેવાશે તેવું કહ્યું હતું  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd