• ગુરુવાર, 20 માર્ચ, 2025

અવસાન નોંધ

ગાંધીધામ : મૂળ દુર્ગાપુર (તા. માંડવી)ના પુરબાઇ જખુભાઇ કટુઆ (ઉ.વ. 77) તે સ્વ. જખુભાઇ પુનશીભાઇના પત્ની, સ્વ. કરમશી પનુશીભાઇ, ચોથીબાઇ થાવરભાઇ ડોરૂ (ભુજપુર), નેણબાઇ માલશીભાઇ ડોરૂ (કિડાણા)ના ભાભી, સ્વ. દેવજી વિશાભાઇ વિંઝોડા, સ્વ. પચાણભાઇ વિંઝોડા (માંડવી), સ્વ. હરશીભાઇ વિંઝોડા, કેશાભાઇ વિંઝોડા (કિડાણા)ના મોટા બહેન, લાખાભાઇ, ભાણજીભાઇ, ખમુભાઇ, લક્ષ્મીબેન, રતનબેન, હીરુબેનના માતા, માનબાઇ, લક્ષ્મીબેન, ગંગાબેનના સાસુ, સંજય, નરેશ, સ્વ. ભાવેશ, અશ્વિન, રાહુલ, નીલેશ, અમન, અર્ચના, જયા, દમયંતી, પાર્વતી, ગૌરી, કૌશલ્યાના દાદી તા. 2-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 6-3-2025ના ગુરુવારે આગરી, જ્ઞાનકંથન (જાગરણ), તા. 7-3-2025ના શુક્રવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન મકાન નં. 1185, સેક્ટર નંબર 14, રોટરી નગર, ગાંધીધામ ખાતે.

આદિપુર : નરેશ વેન્સીમલ લખ્યાણી (ઉ.વ. 62) તે સ્વ. જમનાબેન વેન્સીમલના પુત્ર, દિપાબેનના પતિ, નીરજ, જય, આરતી, કૃપાલીના પિતા, પલક, નિકિતા,અશોક, બાબુભાઈ (વિકી) ના સસરા, દિનેશ, સુનિલ, કિશોર, રેખા ગોવર્ધનદાસ ચેલાણી (ઉલ્હાસનગર), ચેતના હરીશકુમાર તુલસાની (દુબઈ)ના ભાઈ, યુવરાજ, મનરાજના દાદા, દિયા, અભિમન્યુના નાના, સ્વ. ભજનલાલ ફગુણમલ નારંગના જમાઈ, ગોપાલ, ચંદ્રુ (કકુ), સરલાબેન ગ્વાલાણીના બનેવી તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (પઘડી) ભાઈઓ તથા બહેનોની તા. 6-3-2025ના સાંજે 5થી 6 ગુરુવારે ઝૂલેલાલ મંદિર, શિવ રેજેન્સીની બાજુમાં, ગાંધીધામ ખાતે.

માંડવી : મૂળ કાઠડાના હાલે અમદાવાદ ભારતીબેન વિષ્ણુપરી (ઉ.વ. 80) તે સ્વ. વિષ્ણુપુરી શ્યામપુરીના પત્ની, કિશોરપુરી, મનોજપુરીના માતા, સ્વ. વસંતબેન ગોવિંદપુરીના દેરાણી, ગં.સ્વ. અનસૂયાબેન રામપુરીના જેઠાણી, ગં.સ્વ. કમળાબેન લક્ષ્મણગિરિ, સ્વ. જશોદાબેન તુલસીગિરિ, સ્વ. રુક્ષ્મણીબેન વિનોદગિરિ, સ્વ. કબીબેન શંભુગિરિના ભાભી, સ્વ. શંકરગિરિ લાલગિરિ (મંજલ હાલે અમદાવાદ)ના પુત્રી, દામગર, ભગવાનગિરિ, મોહનગિરિ, સ્વ. હીરાબેનના બહેન, સ્વ. નર્મદાબેન, સ્વ. સરસ્વતીબેન, સ્વ. સવિતાબેનના નણંદ, ગોસ્વામી વિજયપુરી, જગદીશપુરી, સ્વ. નરસિંહપુરી ગોસ્વામી, હેમપુરી, રમેશપુરી, સ્વ. પ્રજ્ઞાબેન, ભારતીબેનના મોટીમા, ઉમેશગર, સ્વ. મહેશગર, હરેશગર (જયભોલે-મુંદરા), રમેશગર, નવીનગર, અશોકગરના ફઇ, સુરેશગર, મૂલગરના બહેન તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-3-2025ના સાંજે 4થી 5 દશનામ અખાડા, નવા નાકા પાસે, માંડવી ખાતે.

ભચાઉ : બિપીનચંદ્ર (શંકરલાલ) ભગવાનજીભાઈ મિરાણી (ઉ.વ. 64) ગં.સ્વ. ગુણવંતીબેનના પતિ, સ્વ. રાધાબેન ભગવાનજીભાઈ જીવણભાઈના પુત્ર, સ્વ. અમૃતલાલ, શાંતિલાલ, મહેન્દ્રભાઈ, સ્વ. સાવિત્રીબેનના ભાઈ, સ્વ. શાંતિલાલ, દયાદજીભાઈના કાકાઈ ભાઈ, ગં.સ્વ. કમળાબેન, રતનબેનના દિયર, દમયંતિબેનના જેઠ, સ્વ. મગનલાલ કરસનદાસ સોમેશ્વર (ભચાઉ)ના જમાઈ, બચુલાલ, સ્વ. બળવંતલાલ, પુષ્પાબેન શાંતિલાલ પુજારા (મુંબઈ), અરૂણાબેન સુરેશભાઈ નાથાણી (માધાપર) જયશ્રીબેન નવીનભાઈ પુજારા (ભચાઉ)ના બનેવી, સ્વ. જગજીવન જેઠાલાલ રૈયાના સાળા, જેઠાલાલ વિશ્રામ પૂજારા, મંગલજી વિશ્રામના દોહિત્ર, સ્વ. દયાળજી, સ્વ. હરખચંદ, સ્વ. વિઠ્ઠલદાસ પૂજારા (ભચાઉ), સ્વ. માનુબેન કાનજીભાઈ રાજદેવ (રાજકોટ), રંભીબેન ભોગીલાલ મિરાણી (ગાંધીધામ)ના ભાણેજ, ભારતીબેન દક્ષેશકુમર કારીયા (આણંદ), ગીતાબેન વિરેનકુમાર ભિંડે (થાણા), કપિલના પિતા, કાજલબેન, દક્ષેશકુમાર સુરેશભાઈ કરિયા (આણંદ), વિરેનકુમાર ધનસુખભાઇ ભીંડે (થાના)ના સસરા, અનિલ, નીલેશ, વિશાલ, ઉદય, પ્રીતિબેનના કાકા, સ્વ. રુક્ષ્મણી બેન ગોકળદાસ પુજારા (આધોઈ)ના ભત્રીજા તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-3-2025ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ખાવડાના શિવજીભાઇ ભચાભાઇ ભીંડે (ઠક્કર) (ઉ.વ. 74) તે સ્વ. હરખાબેન ભચાભાઇના પુત્ર, જશોદાબેનના પતિ, ભાવના, હિના, રૂપલ, અલ્પા, સાગરના પિતા, પીયૂષભાઇ, હેમેન્દ્રભાઇ, સતીષભાઇ, નીલેશભાઇ, રૂચિબેનના સસરા, સ્વ. મોહનભાઇ, મણિબેન, લક્ષ્મીબેન, તુલસાબેન, ભાગીરથીબેન, નર્મદાબેન, ભાનુબેનના ભાઇ, સ્વ. હરજીવન પ્રેમજી મજેઠિયાના જમાઇ, હરેશભાઇ, અનિલભાઇ, ભાગીરથીબેન મુકેશભાઇ, બંસરીબેન દિનેશભાઇના બનેવી, ગોપાલજીભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. શરદભાઇ, હરેશભાઇ, નટુભાઇ, ભરતભાઇના સાળા, સ્વ. કાંતાબેન, સ્વ. હંસાબેનના દિયર, હર્ષકાંતાબેન, દમયંતીબેન, તૃપ્તિબેન, મીરાંબેનના જેઠ, હયાનના દાદા, રીયા, વંશ, ધ્રુવ, પ્રિન્સ, પ્રિશાના નાના તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-3-2025ના સાંજે 5થી 6 નિવાસસ્થાન ઓધવબાગ-3, માધાપર ખાતે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-3-2025ના સાંજે 4થી 5 યક્ષ મંદિર, માધાપર ખાતે.

શેરડી (તા. માંડવી) : જત મરીયાબાઈ અલીમામદ (ઉ.વ. 65) તે અલીમામદ કાસમના પત્ની, ઈબ્રાહિમ, ઈસ્માઈલ, હમીદના માતા, મ. જુસબ, હુસેન, મ. ઈશા, મુશા કાસમ, સિધીક અભા, સિધીક નૂરમામદ, અનવર મામદ, ઈબ્રાહિમ જુમ્મા, ઈસ્માઈલ મામદ, હાસમ ઈબ્રાહિમ, અબ્દુલા ભચુના ભાભી, અલીમામદ મંમુ (દેઢિયા)ના બહેન તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-3-2025ના શુક્રવારે સાંજે 6થી 7 જમાતખાના, શેરડી ખાતે.

મોથાળા (તા. અબડાસા) : ભારા દાદા કન્નર તે લખમીબાઇના પતિ, પરબત, ગંગાબેન, પ્રેમિલાબેન, શોભનાબેન તથા મનજીના પિતા, રમીલાબેનના સસરા, રસીલાબેન તથા મનીષના દાદા તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. વિધિ પૂર્ણ થઇ છે.

ગાંધીનગર : મૂળ કુકરાણાના ગુણવંતીબેન ભગવાનભાઇ પટેલ (ભાથી) (ઉ.વ. 75) (નિવૃત્ત આચાર્ય શિક્ષિકા) તે સ્વ. ભગવાનભાઇ ત્રિભોવનભાઇના પત્ની, કલ્પેશ, વિનેશના માતા, રમીલાબેન, દેવાંગીબેનના સાસુ, નૌશીલ, જેનિશ, મૈત્રીબેન, આશાના દાદી, સ્વ. ગોદાવરીબેન શિવજી પરમાર (હાજાપર)ના પુત્રી, ઇશ્વરલાલભાઇ (માધાપર), સ્વ. નિર્મળાબેન રઘુભાઇ ટાંક (નાસિક), સ્વ. શાંતાબેન કેશવજી ચૌહાણ (દહીંસરા), ભગવતીબેન શિવજી (હાજાપર), દક્ષાબેન રમેશચંદ્ર સાવરિયા (આબુરોડ-પૂના)ના બહેન, આશિષ, ડો. વિશેષ પરમાર (પીડિયાટ્રિક-રેબનો હોસ્પિટલ-ભુજ), અંકિતા ચૌહાણ (માધાપર)ના ફઇ, કિરણભાઇ ટાંક (નાસિક), કેતનભાઇ ટાંક (નાસિક), શીલાબેન રાઠોડ (કલ્યાણ-મુંબઇ), નરેન્દ્ર ચૌહાણ (કચ્છમિત્ર પ્રતિનિધિ-દહીંસરા), ભારતીબેન જયંતીલાલ પરમાર (કુકમા-બળદિયા), નીરજભાઇ સાવરિયા (જગુ) (નાસિક), બરખાબેન ચૌહાણ (સુરત)ના માસી, ભાર્ગવભાઇ પટેલ (ગાંધીનગર)ના દાદીસાસુ તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું-પ્રાર્થનાસભા તા. 9-3-2025ના રવિવારે સવારે 9થી 12 ઉમિયા માતાજી સંસ્થાન, કલેક્ટર કચેરી સામે, સેક્ટર-12, ગાંધીનગર ખાતે.

ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ કલ્પનાબેન કિરીટભાઈ પાઠક (ઉ.વ. 80) તે હિના (હિતેષા), જલ્પા, વૈશાલીના માતા, ગુણેન્દ્ર પાઠક, કશ્યપ વોરા, કિન્નર ત્રિવેદી (સીસ કેર)ના સાસુ, માનસ (સેન્ટ્રલ બેંક), પલ્લવ (મુંબઈ), દેવ (બેંગ્લોર), કૃપલ, શ્લોકના નાની, નિધિ, અંકિતા, શ્રેયાંશીનાં નાનીજી તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 6-3-2025ના સવારે 9 કલાકે નિવાસસ્થાન આઈયાનગરથી સ્વર્ગ પ્રયાણધામ જશે.

ભુજ : શખે સારાબાઇ હુશેન (ઉ.વ. 65) તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. માધાપર હાઇવે, દીપક પેટ્રોલપંપ પાસે, ભુજ.

મુંદરા : ગિરનારા બ્રાહ્મણ અ.સૌ. દક્ષાબેન ભટ્ટ (ઉ.વ. 60) તે જયકૃષ્ણ (કનુભાઇ) (શ્રીનાથજી હવેલીના મુખ્યાજી)ના પત્ની, સ્વ. પુષ્પાબેન અનંતપ્રસાદ ભટ્ટના પુત્રવધૂ, ગં.સ્વ. માલતીબેન ત્રિગુણરાય ઠાકર (જૂનાગઢ)ના પુત્રી, અક્ષય કમલ (અનુ મારાજ), સ્વ. હરિચ્છાબેન નિકુંજભાઇ ઠાકર (વડોદરા), સુનિતાબેન જગદીશભાઇ શર્મા (જયપુર-રાજસ્થાન)ના ભાભી, જાગૃતિબેનના જેઠાણી, રાધિકા, જલ્પન, રવિ, ગોપીના મોટીમા, રાકેશ ત્રિગુણરાય ઠાકર, પ્રગ્નેશભાઇ ત્રિગુણરાય ઠાકર, સ્વ. કીર્તિબેન જાગેશકુમાર પાઠક (જૂનાગઢ)ના બહેન, સૂરજ પરેશભાઇ જોશીના મોટા સાસુ, શ્રીયાના મોટા નાની તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું ઉઠમણું તા. 7-3-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ગિરનારા બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, કાંઠાવાળા નાકા પાસે, મુંદરા ખાતે.

કુકમા (તા. ભુજ) : પરસોત્તમભાઈ કરશન પરમાર (ઉ.વ. 68) ભાવેશ પરસોત્તમ પરમાર, હેતલ નિમેશ ચૌહાણ, સ્વાતિ રમેશ ચૌહાણના પિતા, નાનાલાલભાઈ, પ્રેમીલાબેન, હેમલતાબેન, પ્રભાબેનના ભાઈ, બિંદિયા ભાવેશ પરમારના સસરા, ક્રિતીના દાદા, રુષિત, ક્રિષા , જયના નાના તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-3-2025ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, મિસ્ત્રી સમાજવાડીમાં.

કુરબઇ (તા. ભુજ) : મહેશ્વરી શિવજીભાઇ નારાણભાઇ ધેડા (માજી સરપંચ) (ઉ.વ. 75) તે સ્વ. દેવલબેન નારાણના પુત્ર, માનબાઇના પતિ, લાલજીભાઇ, બાબુભાઇ, ખેરાજભાઇ, છગનભાઇના મોટા ભાઇ, કરશનભાઇ, હરેશભાઇ, રાજેશભાઇ, સ્વ. શાંતાબેન ભાગવંતના પિતા, વલુભાઇ, હરજીભાઇ, મૂરજીભાઇ પુનાભાઇ રોશિયા (દેવપર-ગઢ)ના ભાણેજ, હાજાભાઇ ભારૂભાઇ નંજણ (કોજાચોરા)ના જમાઇ, હરજીભાઇ, લાલજીભાઇ, વલુભાઇના બનેવી તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-3-2025ના રવિવારે રાત્રે આગરી તેમજ તા. 10-3-2025ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન કુરબઇ ખાતે.

સુખપર (તા. ભુજ) : ચાવડા મનોજભાઇ (ઉ.વ. 19) તે કમળાબેન દિનેશ રાજાભાઇના પુત્ર, આશાબેન (સુખપર), શારદાબેન (ખેડબ્રહ્મા)ના ભત્રીજા, પ્રેમજીભાઇ લોંચા (નખત્રાણા)ના ભાણેજ, જેન્તીભાઇ, અશોકભાઇ, સ્વ. ડાયાલાલ, સ્વ. છગનલાલ, રામીબેન (અંજાર), સવિતાબેન ભાણજી (નખત્રાણા), પ્રેમિલાબેન નથુભાઇ (સુખપર)ના ભત્રીજાના પુત્ર તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 9-3-2025ના સાંજે સત્સંગ તથા તા. 10-3-2025ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાન સુખપર, જૂનાવાસ ખાતે.

સાપેડા (તા. અંજાર) : રાંભઇબેન લખાભાઇ મરંડ (ઉ.વ. 61) (પૂર્વ સરપંચ સાપેડા ગ્રામ પંચાયત) તે લખાભાઇ ચોથાભાઇ મરંડ (આહીર)ના પત્ની, શંકરભાઇ, મંજુબેન, સાકરબેનના માતા, કંકુબેન શંકરભાઇ મરંડ, મંજુબેન નવીનભાઇ મરંડ, સાકરબેન શંકરભાઇ ઝેર (આહીર)ના સાસુ તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન સાપેડા ખાતે.

બાડા (તા. માંડવી) : મૂળ ખૂડાના કેણાબા પ્રાગજી પલ્લ (ઉ.વ. 80) તે જાલુભા, માધુભા, રતનજી, દેવુબા મહેન્દ્રસિંહ જાડેજા (બાંભડાઇ), સજ્જનબા પથુભા સમા (ગોએરસમા)ના માતા, સ્વરૂપસિંહ, પ્રદીપસિં, નરેન્દ્રસિંહ, ભરતસિંહ, મીનાબા, શીતલબા, આયુષીબા, ગીતાબા, દિવ્યાબાના દાદી, સ્વ. મમુજી, સ્વ. પચાણજી, ગોવિંદજી, પ્રતાપજીના બહેન તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 15-3-2025ના શનિવારે નિવાસસ્થાન કરણનગર, બાડા ખાતે.

નાગલપર (તા. નખત્રાણા) : ભગવાનભાઈ દેવશીભાઈ ધોળુ (ઉ.વ. 61) વાલજીભાઈ, ડાયાભાઈ, રમીલાબેન (નખત્રાણા), કસ્તૂરબેન (રાયપુર), લક્ષ્મીબેન (સુરત)ના ભાઈ, હિંમતભાઈ (અમદાવાદ), હરેશભાઈ (સુરત)ના કાકા તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-3-2025ના શુક્રવારે સવારે 9થી 10.30 નાગલપર પાટીદાર સમાજવાડીમાં.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : શિવગણભાઇ વસ્તાભાઇ રૂડાણી (ઉ.વ. 86) તે માવજીભાઇના નાના ભાઇ, ભાણજીભાઇ, લક્ષ્મીબેન (હૈદરાબાદ), હંસાબેન (નખત્રાણા), ગૌરીબેન (નાગપુર), મણિબેન (આનંદસર), જયાબેન (કોટડા-જ.)ના પિતા, પરસોત્તમભાઇ, સ્વ. લાલજીભાઇ, ગોરધનભાઇના કાકા, નવીનભાઇ, અક્ષના પડદાદા તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધી તા. 15-3-2025ના વિરાણી મોટી ખાતે. પ્રાર્થનાસભા તા. 6-3-2025થી તા. 7-3-2025 સુધી સવારે 8.30થી 10.30 અને બપોરે 3થી 5 નિવાસસ્થાને જી.એમ.ડી.સી. હાઇસ્કૂલ રોડ ખાતે.

મંગવાણા (તા. નખત્રાણા) : હાલ ઘાટકોપર (મુંબઈ) જયંતભાઈ પુરૂષોત્તમ ગણાત્રા (ઉ.વ. 70) તે ગં.સ્વ. ગોદાવરીબેનના પુત્ર, વર્ષાબેનના પતિ, સ્વ. નાગરદાસ મહેતાના જમાઈ, પ્રમિત, મોનિત, પાયલ, નીકિતાના પિતા, સ્મિતા, તનુજા, દીપાના ભાઈ, વ્રીયોના, ઈવાન, કિયાશના દાદા તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી.

વામકા (તા. ભચાઉ) : ઘનશ્યામભાઈ ચોહાણ (ઉ.વ. 46) તે ચત્રભુજભાઈ રણછોડભાઈ ચૌહાણ (વાળંદ)ના પુત્ર, ટીનાબેનના પતિ, હેતલ, સોનુ, જયદેવના પિતા, આયુષી, પ્રિન્સના મોટાબાપા, નીલેશભાઈ ચૌહાણ, વનિતાબેન ગોહિલના મોટા ભાઈ, સ્વ. બાબુભાઈ રણછોડભાઈ ચૌહાણ વાળંદના ભત્રીજા, અંજારના પંકજ વેલજીભાઈ ગોહિલ અને હિતેશ ગોહિલના બનેવી તા. 5/3/2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 7-3-2025ના નિવાસસ્થાન વામકા ખાતે.

નલિયા (તા. અબડાસા) : વેલજીદાદા મતિયા (ઉ.વ. 80) તે સ્વ. જમનાદાસ મતિયાના પુત્ર, ગં.સ્વ. કેશરબાઇના પતિ, લક્ષ્મીબેન જખુભાઇ પાતારિયા (બરંદા), ગંગાબેન અર્જુનભાઇ એડિયા (ભુજ), સ્વ. રતનશી, રામજીભાઇ, ભીમજીભાઇ, સ્વ. વીરેન્દ્રના પિતા, ધનબાઇ, ડેમાબાઇ, ગં.સ્વ. ભાવનાબેન, જખુભાઇ પાતારિયા (બરંદા), અર્જુનભાઇ એડિયા (ભુજ)ના સસરા, રમેશ દેવજી મતિયા, ધરમશી દેવજી મતિયાના ભાઇ, આનંદ, વિનોદ, ગુલાબના મોટાબાપુ, જશોદા વિનોદ પાતારિયા (ઐડા), પ્રેમિલા અશ્વિન ધેડા (મુંદરા), રસીલા જયેશ એડિયા (ભુજ), રાધિકા, દિવ્યા, વંદના, ડિમ્પલ, છાયા, સંગીતા, અલ્પેશ, વિજય, દિનેશ, મહેશના દાદા, ફફલ થાવરભાઇ (બરંદા), કાનજીભાઇ ઝોલા (બરંદા)ના વેવાઇ, મનજી, જેન્તી, નીતા, પંકજ, હર્ષના નાના તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 9-3-2025ના રવિવારે આગરી (કોઠ) તથા તા. 10-3-2025ના સોમવારે પાણીઆરો નિવાસસ્થાન દક્ષિણ મહેશ્વરીવાસ, ગ્રામ પંચાયત પાછળ, નલિયા ખાતે.

નલિયા (તા. અબડાસા) : હાલે મુલુન્ડ-મુંબઈ સોલંકી ગોપાલજી રાસુભા (ઉ.વ. 61) તે ગં.સ્વ. કાંતાબેનના પતિ, સ્વ. ગાભુભા સિંધલ (વિંઝાણ)ના જમાઈ, લક્ષ્મીબેન, ઉષાબેન, વિજયાબેન, હરેશભાના ભાઈ, વિજય, રંજના, નેહાના પિતા, પાર્શ્વના દાદા તા. 2-3-2025ના મુલુન્ડ (મુંબઈ) મધ્યે અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 7-3-2025ના શુક્રવારે સાંજે 4થી પ કચ્છી રાજપૂત સમાજવાડી, નલિયા ખાતે.

મુંબઇ-મુલુંડ : હાલે ન્યૂજર્સી (અમેરિકા) કચ્છી લોહાણા પ્રતાપ રામદાસ તોડાઇ (ઉ.વ. 85) તે સ્વ. લક્ષ્મીબેન રામદાસ તોડાઇ (લાતુર)ના પુત્ર, સ્વ. રુક્ષ્મણીબેન ગોવિંદજી વર્ધન (ઘાટકોપર)ના જમાઇ, દિવ્યાબેનના પતિ, પૂર્વી, પારુલ, શ્વેતાના પિતા તા. 1-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd