• બુધવાર, 12 માર્ચ, 2025

ભુજમાં પૂરપાટ જતી કાર પલટી : જાનહાનિ નહીં

ભુજ, તા. 11 : શહેરના મંગલમ હોટલ ચાર રસ્તાથી માંડવી ઓક્ટ્રોયને જોડતા માર્ગ પર પૂરપાટ જતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રોંગ સાઇડમાં બે-ત્રણ પલટી મારીને ઊથલતાં ગાડીની એર બેગ ખૂલી ગઈ હતી, તો વીજ થાંભલાને પણ નુકસાન થયું હતું. ગાડીના આગળના ભાગનો બુકડો બોલી જતાં તેને હટાવવા ક્રેનની મદદ લેવી પડી હતી. જો કે, બપોરનો સમય હોતાં સદ્ભાગ્યે કોઇને જાનહાનિ થઇ ન હતી. પોલીસ તંત્રે વાહનોની ગતિ પર નિયંત્રણ લાદવું જરૂરી હોવાનું પ્રત્યક્ષ જોનારાઓએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd