કેરા (તા. ભુજ), તા. 11 : જિલ્લાના
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં ભારે લોકપ્રિય બનેલા કચ્છમિત્ર પ્રાયોજિત રોશની અભિયાનનો
સોળમો કેમ્પ માધાપર ખાતે યોજાશે. સ્વ. રતિલાલભાઈ લાલજી શિયાણી, હસ્તે પત્ની વેલબાઈ સમગ્ર પરિવાર દ્વારા અપાયેલા
દાનથી રોશની કેમ્પનો સોળમો મણકો રવિવાર તા. 16/3ના સવારે 9:30 કલાકે લેવા
પટેલ મોટી સમાજવાડી ખાતે યોજાશે, તે માટે
નામ લખાવવા 97238 89297, 97262 31122નો સંપર્ક વહેલા તે પહેલાના ધોરણે કરાશે. પ્રથમ 350 નામ નોંધાવનાર દર્દીઓને આ કેમ્પમાં
સમાવિષ્ટ કરાશે. સારા લેન્સ સાથેની આ સર્જરીઓ જિલ્લાની આરોગ્ય પ્રવૃત્તિઓમાં શિરમોર
બની છે. આ પ્રસંગ સાથે કચ્છી લેવા પટેલ સમાજની મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલની રજત
ઉજવણી સાથે સાંકળી લેવાઈ છે, જેનું
આમંત્રણ સમાજ દ્વારા માધાપરને અને સેવાભાવિ પરિવારોને આપવામાં આવશે. તપાસ માધાપરમાં,
જ્યારે સર્જરીઓ લેવા પટેલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે.