નવી દિલ્હી, તા. 11 : ઓરિસ્સા વિધાનસભામાં
મંગળવારે જોરદાર હંગામો થયો હતો. પ્રશ્નકાળ દરમિયાન ભાજપ ધારાસભ્ય જયનારાયણ મિશ્રા
અને કોંગ્રેસ વિધાયક તારા પ્રસાદ બહિનીપતિ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. સૂત્રો અનુસાર બોલાચાલી
જોતજોતામાં મારામારીમાં બદલી હતી. જેનાથી સદનમાં રહેલા અન્ય સભ્યો સ્તબ્ધ થયા હતા.
કોંગ્રેસ વિધાયક બહિનીપતિએ આરોપ મુક્યો હતો કે જયનારાયણ મિશ્રાએ તેમનો કોલર પકડી લીધો
હતો. મારામારીની ઘટનાથી ઓરિસ્સા વિધાનસભામાં દોડધામ થઈ હતી અને સ્પીકરે હસ્તક્ષેપ કરીને
વ્યવસ્થા બહાલ કરવી પડી હતી. હંગામો યથાવત રહેતા સદનની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં
આવી હતી. આ ઘટના ઉપર નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ઘણા નેતાઓએ બનાવની આલોચના
કરી હતી. વિધાનસભા અધિકારી તરફથી કોઈ સત્તાવાર
નિવેદન જારી કરવામાં આવ્યું નથી. બહિનીપતિએ આરોપ મુકયો હતો કે ભાજપ વિધાયકે કોલર પકડીને ધક્કો માર્યો હતો.