ભુજ, તા. 11 : વાગડ બે ચોવિસી સ્થાનકવાસી
જૈન વિશા શ્રીમાળી સમાજ દ્વારા વીબીસી ફર્સ્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ સમિટ 2025નું દુબઇમાં તા. 12 માર્ચથી 16 માર્ચ સુધી યોજાશે, જેમાં સમસ્ત વાગડ બે ચોવિસી સમાજના 18થી 35 વર્ષની વયમર્યાદાના યુવાન-યુવતીઓએ ઉત્સાહભેર જોડાયા છે. સમાજના
પ્રમુખ કીર્તિભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, રોજની બદલતી દુનિયામાં સમયના પ્રવાહમાં ચાલવું અત્યંત જરૂરી છે. આ સમિટના માધ્યમથી
સમાજના યુવાન-યુવતીઓમાં બિઝનેસ માટે ઉત્તમ કક્ષાના સમીકરણો રચાશે. તેનો મને પૂર્ણ વિશ્વાસ
છે. સમાજના મહામંત્રી સંદીપભાઇ દોશીએ જણાવ્યું હતું કે, આયોજનનો
મુખ્ય ઉદ્દેશ નવયુવાઓના વિઝનને વિશાળ બનાવવાનો છે. દુનિયા કેવી રીતે બિઝનેસ કરે છે
તે જોવા અને સમજવા માટેનો છે. ચાલુ બિઝનેસને વધારવા માટે તેને વિશ્વફલક પર વિકસાવવા
માટેનો છે. સમાજના પૂર્વ પ્રમુખ પંકજભાઇ મહેતા, વસંતભાઇ ખંડોલે
આ આયોજન માટે અભિનંદન આપ્યા હતા. વૈશ્વિક બિઝનેસના મહારથી ગૌતમભાઇ અદાણીના મોટા ભાઇ
વિનોદભાઇ અદાણી આ સમિટમાં ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે. દુબઇથી વિવિધ ફિલ્ડના નિષ્ણાંત
તસીમ પાસ્તા, નવીન ભારદ્વાજ, સી.એ. વિપુલ
કોઠારી, રાકેશ બોહરા તેમજ રિઝવાન આડતિયા વિવિધ ક્ષેત્રની માહિતી
આપશે. સમિટમાં જોડાયેલા યુવાઓની પર્સનલ મીટિંગ
યોજાશે. દુબઇ ગામ મહાજનના પ્રમુખ નીલાબેન દોશી, દુબઇ મહિલા મંડળના
પ્રમુખ કલાબેન દોશી, યોગેશભાઇ દોશી, અશોકભાઇ
દોશી, મેહુલભાઇ મહેતા સહિત દુબઇના અનેક સભ્યો આ આયોજન માટે સહયોગી
બન્યા છે. સમાજના હોદ્દેદારો પ્રમુખ કીર્તિભાઇ સંઘવી, ઉપપ્રમુખ
હસમુખભાઇ મોરબિયા રતથા મહેશભાઇ મહેતા, મહામંત્રી સંદિપભાઇ દોશી,
સહમંત્રી ડો. રમેશભાઇ દોશી તથા
ચંદુભાઇ સંઘવી, ખજાનચી જીતુભાઇ ખંડોલ તેમજ કારોબારી સભ્યો જોડાયા
છે.