ભુજ : મૂળ માંડવીના વીરેન્દ્ર વિશનજી આડઠક્કર (ઉ.વ. 85) તે સ્વ. કમળાબેન વિશનજીભાઇના
પુત્ર, સ્વ. વાસંતીબેનના પતિ, સ્વ. બિપિન, નીતા હિતેષભાઇ (મુંદરા), કેતકી વિનોદભાઈ (માધાપર), કામિની કિશનભાઇ (ભુજ)ના પિતા,
સ્વ. કુસુમબેન અજીતભાઈ, અંજનીબેન અશ્વિનભાઈ,
ગં.સ્વ. મુક્તાબેન યોગેશભાઈ, સ્વ. રતનબેન ચત્રભુજ,
સ્વ. મંજુલાબેન ચંદુલાલ, ગં.સ્વ. સાવિત્રીબેન જેન્તીલાલ,
ગં.સ્વ. મૃદુલાબેન દીપકભાઈ, પ્રતિમબેન પ્રદીપભાઈ,
દક્ષાબેન અશોકભાઈના ભાઈ, શિવાની, ધ્રુવ, નંદીની, વિશ્વમ,
જીનલ, ટ્વિંકલના નાના, ભાવેશ,
મિતેશ, અમિત, કૌશિકના મોટાબાપા,
સ્વ. ભચીબેન વિશનજીભાઇના જમાઈ, સ્વ. મુક્તાબેન
મોહનલાલ ગણાત્રાના બનેવી, કિરીટ, પરેશ,
મનોજના ફુઆ, અભય, ડિન્કલ,
પ્રિયંશ, જીઆન, પ્રનીલ,
વિઆનના મોટા દાદા તા. 15-2-2025ના મુંદરા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2025ના સોમવારે 4.30થી 5.30ના માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ
સત્સંગ હોલ બિલેશ્વર મહાદેવ મંદિર ભુજ મધ્યે. (બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે.)
ભુજ : મેમણ ફાતિમાબાઇ ઝકરિયા (ઉ.વ.80) તે રસીદ (આપાળો), રજાક, સલીમ અને મજીદના
માતા, મેમણ લતીફના સાસુ, અસલમ, જાવેદ , હુસેન, હસન, અબ્બાસ, સમીર, સતાર, રમજાન, અમીનના દાદી, મોસીન અને
અશરફના નાની તા.15-2-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ જિયારત તા.17-2-2025ના સોમવારે સવારે 10થી 11 ભાઈઓ માટે
મસ્જિદે હસનેન, મેમણ કોલોની, ભુજ અને બહેનો માટે મેમણ કોલોની નિવાસસ્થાને.
ભુજ : આરબ ઇકબાલ હસન (ઉ.વ.74) તે મ. આરબ અબ્દુલ્લાહ સાલમ (બાજરી જામનગરવાળા)ના જમાઇ, મ. કાસમ, મ. અબ્દુલ્લાહ,
મ. સલીમ, અલીભાઇ, સુલ્તાનાબેન
(દુબઇવાળા), ખાતુન, મુન્ની (રાજકોટવાળા)ના
ભાઇ તા. 15-2-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 17-2-2025ના સોમવારે સવારે 10થી 11, મસ્જિદે ઉસ્માની, ખારીનદી રોડ, રહીમનગર ખાતે.
ભુજ : કુંભાર મુસ્કાનબાનુ (ઉ.વ.18) તે અબ્બાસ તૈયબ ઉર્ફે અભલો
મજલાઇના પુત્રી, યાકુબ, જુસબ, હસણ અને લતીફના ભત્રીજી, ઓસમાણ ફકીરમામદના ભાણેજી તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-2-2025ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન લખુરાઇ ચાર રસ્તા,
સુરલભિટ્ટ રોડ, રેલવે ફાટકની બાજુમાં.
ભુજ : ભચાઉના રાજગોર ધનજીભાઇ શંકરજી (આશારિયા) (ઉ.વ. 96) તે સ્વ. જમનાબેન શંકરજી ભગવાનજીના
પુત્ર, સ્વ. ધીરજબેન (અમૃતબેન)ના પતિ, સ્વ. શામજીભાઇ, સ્વ. ગોપાલજી (બાબુલાલ), સ્વ. રવિલાલ (મુંબઇ), સ્વ. જયંતીલાલ, સ્વ. જવાહરભાઇ (મુંબઇ), સ્વ. લક્ષ્મીબેન નારાણજી (સાંગલી)
(શંકરવાલા), સ્વ. અમૃતબેન દયાશંકર મોતાના ભાઇ, વસંતભાઇ, હસમુખભાઇ (વલસાડ), કૈલેશભાઇ,
હેમલતાબેન (જયશ્રીબેન) જનકભાઇ રાજગોર, ઇન્દિરાબેન
દિનેશભાઇ ગોર, મીનાક્ષીબેન બકુલભાઇ ગોર, જસ્મીતાબેન કમલેશભાઇ મહેતા, મનીષાબેન બાલજિતસિંહના પિતા,
કલ્પનાબેન, સ્મિતાબેન, નીતાબેનના
સસરા, ગં.સ્વ. જયાબેન આણંદજી મહેતા, ગં.સ્વ.
કંચનબેન હંસરાજ મહેતા, પુષ્પાબેન ચંપકલાલ જેસરેગોર, સ્વ. ધીરજલાલ, સ્વ. કિશોરભાઇ, સ્વ.
ચમનભાઇના બનેવી, સ્વ. મોંઘીબેન કાનજી મેઘજી વ્યાસના જમાઇ,
શિવાની, રીંકલ, ચાર્મી,
કીંજલ, ભવદીપ (ૐ), ડિમ્પલના
દાદા, દેવેન, સુલભ, રોહિત, કૃણાલ, ઉર્વશીના દાદા સસરા,
ખ્યાતિ, આનંદ, અભિષેક,
હરિઓમ, કૃણાલ, હેમાંગી,
અવની, પુનિત, વિધિ,
સ્વ. પરિતોષ, નીતુ, નીશી,
ખુશીના નાના, ચેતનભાઇ (અમેરિકા), ધર્મેશભાઇ (અંકલેશ્વર)ના નાના સસરા તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 17-2-2025ના સોમવારે રાજગોર ત્ર્યંબકેશ્વર
સમાજવાડી, સરપટ નાકા બહાર ભુજ ખાતે સાંજે 4થી 5.
ભુજ : મૂળ રવા (તા. અબડાસા)ના રબારી લખમાબાઇ મમુભાઇ (ઉ.વ.85) તે સ્વ. રબારી મમુભાઇ દેવશીભાઇના
પત્ની, ખેંગારભાઇ,
કાનાભાઇ, રાણીબેન, વિજુબેન,
સોનીબેનના માતા, સુજાભાઇ, ભચાભાઇ, લખમણભાઇ, રામાભાઇ (સણોસરા
હાલે પદમપુર)ના બહેન તા. 15-2-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ગણેશનગર (ભુજ) મધ્યે.
આદિપુર : મૂળ મોટા કાંડાગરાના વેરશી વેલજીભાઇ ડોરૂ (ઉ.વ. 94) તે વાલબાઇ વેરશી ડોરૂના પતિ, સ્વ. આત્મારામભાઇ, સ્વ.
કલુભાઇ, સ્વ. કાનજીભાઇ, ગાંગજીભાઇ,
સ્વ. રાયમલના ભાઇ, રામજીભાઇ, કમળાબેન, પચાણભાઇ, ગોવિંદભાઇ,
અંજુબેનના પિતા, પ્રવીણ, સ્વ. હરેશ, સેજલ, પૃથ્વી,
સમીર, યુવરાજ, કોમલના દાદા,
કુલજીત, આહાનના પરદાદા, હીરબાઇ,
નીલમબેન, મેઘબાઇ, રામજીભાઇ
મગનભાઇ ચંદે, વેલજીભાઇ આત્મારામ ફફલના સસરા, ઉષા હરેશ ડોરૂ, જયશ્રી પૃથ્વી ડોરૂના દાદાસસરા,
સ્વ. વેલજી બુધારામ ડાંગેરા (નાના ભાડિયા, તા.
માંડવી)ના જમાઇ, સ્વ. દેવરાજ વેલજીભાઇ ડાંગેરાના બનેવી,
વેરશી ડાંગેરા, ધનજી ડાંગેરાના ફુઆ, અશોક, રોહિત, અજિત, વનિતાના નાના તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલી છે.
અંજાર : મૂળ માળિયાના મ.ક.સ.સુ. મણિબેન હરિલાલભાઇ પરમાર (ઉ.વ.80) તે નરેશભાઇ, મધુબેન માધવલાલ સોલંકી (ગ્રામણી), સ્વ. કસ્તુરબેન ગોગાભાઇ
ચૌહાણ (થરાદ), સ્વ. રસીલાબેન રસિકલાલ ચૌહાણ (રાપર), મંગળાબેન નારણભાઇ પરમાર (તલોદ)ના માતા, પુષ્પાબેન નરેશભાઇના
સાસુ, કરમશી કારા (બિદડા)ના પુત્રી, રાધાબેન
રવજીભાઇ વાઘેલા, લીલાવંતીબેન દામજીભાઇ (સુથરી), ગં.સ્વ. મંજુલાબેન પોપટભાઇ (રતાડિયા)ના બહેન, અવની,
હાર્દિક, દિપેશના દાદી, હર્ષદ,
હિરેન, ચિરાગ, સંજયના નાની
તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 17-2-2025ના સોમવારે સાંજે 4થી 5, રઘુનાથજીનું
મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.
નખત્રાણા : કડવા પાટીદાર પ્રેમજી મનજી રૈયાણી (રામાણી) (ઉ.વ.86) તે સ્વ. મનજી ભાણજીના પુત્ર, સ્વ. પરબત, સ્વ. મુળજીભાઇ,
લાલજીભાઇ, રતનશીના ભાઇ, ખેતાલાલ,
ચંદુલાલ, સ્વ. નર્મદા (મંગર), ચંદ્રિકા (રાયપુર), રસીલા (મુંબઇ)ના પિતા તા. 15-2-2025ના લીમડી-દાહોડ મધ્યે અવસાન
પામ્યા છે. બેસણું તા. 16-2-2025ના રવિવારે સવારે 8થી 11 નખત્રાણા
પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજવાડી, નખત્રાણા
ખાતે.
મુંદરા : ખારવા ગોવિંદભાઇ જેઠાભાઇ ઝાલા (ઉ.વ.67) તે કાંતાબેનના પતિ, સ્વ. પૂરીબેન જેઠાભાઈ ઝાલાના પુત્ર,
દેવકીબેન, ચંદ્રિકાબેન, ચંપાબેન,
તારાબેન, નયનાબેન, સ્વ. અશોકભાઈ,
ભરતભાઈ, મુકેશના ભાઈ, સ્વ.
રાધાબેન જેરામભાઈ શેરાજી (જામનગર )ના જમાઈ, મહેશ્વરી,
ભારતી, હિરલ, રિષિતા,
દર્શના, કિંજલ, પૂજા,
શિલ્પા, ધર્મેશ, યોગેશ,
વિકીના મામા, રાધિકા, અશ્વિન
અને પરેશના મોટાબાપા તા. 14-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2025ના સાંજે 4થી 5 ભાઈઓ તથા બહેનો માટે સાથે ખારવા સમજવાડી
(સાગર ભુવન) મુંદરા ખાતે.
મુંદરા : ખારવા ઠાકરશી પબા ઝાલા (મીઠાપુરવાળા) (ઉ.વ. 87) તે દેવકીબેનના પતિ, સ્વ.પાચીબેન પબાભાઈ ઝાલાના પુત્ર, બાબુભાઇ, હરદાસભાઈના ભાઈ, હરેશભાઈ,
રમેશભાઈ, રાજેશભાઈ, કિશોરભાઈ,
ક્રિષ્નાબેન, રીટાબેન, બેનાબેનના
પિતા, કલ્પનાબેન, અનુબેન, કલ્પુબેન, મીનાબેનના સસરા, સ્વ.
બચીબેન ગોકળભાઈ રાઠોડ (માંડવી)ના જમાઈ, સ્વ. પ્રતાપભાઈ,
અરાવિંદભાઈ, ભરતભાઈના સસરા, પૂજા, કિંજલ, હર્ષ, હાર્દિક, કુંજન, મંથન, અર્ચના, નીવ, કૃપાલીના દાદા તા.15-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-2-2025ના સાંજે 4થી 5 ભાઈઓ તથા બહેનો સાથે ખારવા સમાજવાડી (સાગરભુવન) મુંદરા મધ્યે.
મુંદરા : જખુભાઇ ધનજીભાઇ પરમાર (ઉ.વ.77) તે કમલાબેનના પતિ, સ્વ. ચંદીબેન ધનજીભાઈ પરમારના પુત્ર, સ્વ. જેમલભાઈ, સ્વ. જયાસિંઘભાઈ, સ્વ. જેરામભાઈ, સ્વ. જાદવજીભાઈ, સ્વ. જયાબેન, ગં.સ્વ.
લક્ષ્મીબેનના ભાઈ, રૂપક, હિતેશ,
આરતીબેન, દિપાબેનના પિતા, શૈલેષ ઝાલા, હિતેશ કષ્ટા, સપના,
જાગૃતિના સસરા, રામભાઈ, સ્વ.
શંકરભાઈ, રાજેશભાઈ, સ્વ. કમલભાઈ,
પ્રવીણભાઈ, સ્વ. મનુભાઈ, કાનજીભાઇના કાકા, જય, યુગ,ખુશાલ, વંશ, મિતના દાદા,
સ્વ. પાંચીબેન શામજીભાઈ રાઠોડ (કંડલાવાળા)ના જમાઈ તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-2-2025ના સોમવારે સાંજે 4થી 5 ભાઈઓ તથા બહેનો સાથે ખારવા સમાજવાડી (સાગર ભુવન) મુંદરા ખાતે.
નખત્રાણા : હાલે અમીરપેટ (હૈદરાબાદ) સુરેશભાઇ શામજીભાઇ જબુવાણી
(ઉ.વ. 55) તે સ્વ. શામજીભાઇ કરસનભાઇ જબુવાણી
તથા શાંતાબેનના પુત્ર, અરવિંદભાઇના
મોટા ભાઇ, દક્ષાબેનના પતિ, વિનોદ તથા ઉમેશના
પિતા, મેહુલ, ગૌતમના કાકા, રાજારામ હંસરાજ રામાણીના જમાઇ તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-2-2025ના સોમવારે સવારે 8.30થી 10.30 હિંમતલાલ કરશન જબુવાણી, કૈલાસનગર છેલાની બાજુમાં, નખત્રાણા ખાતે.
ત્રગડી (તા. માંડવી) : મહેશ્વરીબા બળદેવસિંહ જાડેજા (ઉ.વ.24) તે બળદેવસિંહ વજુભા જાડેજાના
પત્ની, સ્નેહાબાના માતા, પ્રિયલબાના
કાકી, વજુભા કાનજીભા જાડેજાના પુત્રવધૂ, હરપાલસિંહ વજુભા જાડેજા, કિરીટસિંહ, મહેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, મહાવીરસિંહ,
ભરતસિંહ, મહિપતસિંહ, ધર્મેન્દ્રસિંહ,
વનરાજસિંહ, જિતેન્દ્રસિંહ, શક્તિસિંહ, કુલદીપસિંહના નાના ભાઇના પત્ની, સ્વ. વેશુભા, લખુભા, રવુભા,
બટુકસિંહ, સ્વ. કલુભા, પ્રભુભા,
હઠુભા, નટુભા, દિપુભા,
ખેતુભા, નવુભાના ભત્રીજાવહુ, પ્રતાપસિંહ, જગદીશસિંહના ભાભી તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 16-2-2025થી તા. 20-2-2025 સુધી ત્રગડી રાજપૂત ક્ષત્રિય
સમાજવાડી ખાતે. ઉત્તરક્રિયા તા. 24-2-2025ના
નિવાસસ્થાને.
શિરવા (તા. માંડવી) : શંભુલાલ શિવજી ગોરી (ઉ.વ.78) તે શિવજી ફકીરના પુત્ર, સ્વ. કસ્તુરીબેનના પતિ, વિનોદ, જિતેન્દ્ર, ભાવેશ,
ગીતાના પિતા, શંકરલાલ, લક્ષ્મીબાઇ,
મમીબાઇ, પાર્વતીબાઇના ભાઇ, મોહનલાલ મેઘજીના કાકાઇ ભાઇ, અશોક, મોહનજીના કાકા, સવિતાબેન, જિજ્ઞાબેન,
જયશ્રીબેનના સસરા, મીઠુભાઇ ગોવિંદજી ગજરા (ધુણઇ)ના
જમાઇ, રમેશ, નવીન, માધવજી, મહેશ, જાદવજીના બનેવી,
સ્વ. શામજીભાઇ, મનજીભાઇ (કોટડા)ના ભાણેજ, હેમાલીબેન,
ઓમભાઇ અરવિંદભાઇ વડોર (નિરોણા)ના પૌત્રી જમાઇ, દિવ્યા, મયૂરી, રાશિ, હર્ષ, ઓધવ, મેહુલ, પંકજના દાદા, નિર્મળાબેન શંકરલાલના જેઠ, અવની, આશિષના નાના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
16-2-2025ના રવિવારે બપોરે 3થી 4 શિરવા જાગીર હોલ ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : ગોસ્વામી સુંદરબેન (ઉ.વ. 90) તે સ્વ. શંભુગર મોહનગરના પત્ની, ગુલાબગિરિ તથા ગોદાવરીબેન મોહનગર (લુણી)ના માતા,
કનકગિરિ, કલ્યાણગિરિ, રમેશગિરિ,
અરાવિંદગિરિ કરશનગિરિના કાકાઇ ભાભી, ગુણવંતીબેન
તથા મોહનગર માધવગર (લુણી)ના સાસુ, રાજેશગર તથા રોહિતગરના દાદી,
જેન્તીગર તથા અનીલગરના નાની, વનિતાબેન તથા હેલીબેનના
દાદી સાસુ, દેવાર્થના પરદાદી તા.14-2-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા.17-2-2025ના સોમવારે સાંજે 4થી 5 કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે, ગુંદિયાળી ખાતે.
લક્ષ્મીપર (નેત્રા) (તા. નખત્રાણા) : થુડિયા રમજાન રાયધણ (ઉ.વ.68) તે ઓસમાણ રાયધણ, મ. સીધીક રાયધણ, સુલેમાનભાઇ,
અલીમામદભાઇ, રોમતબાઇ (લક્ષ્મીપર), સારાબાઇ (કોટડા જ.), ફાતમાબાઇ (કરાચી પાકિસ્તાન)ના ભાઇ,
કાઠી સલીમ ઓસમાણ (કોટડા જ.)ના સસરા, જુસબભાઇ,
અનવરભાઇ, ફરીદાબેનના પિતા, થુડિયા ઉમરભાઇ (કચ્છમિત્ર પ્રતિનિધિ), અબ્દુલભાઇ,
રઝાકભાઇ, શરીફભાઇ, હારૂનભાઇ,
અકબરભાઇના કાકા તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-2-2025ના સોમવારે સવારે 10 કલાકે નિવાસસ્થાન લક્ષ્મીપર
(નેત્રા) ખાતે.
પલીવાડ (યક્ષ) (તા. નખત્રાણા) : જીવરાજભાઇ તેજાભાઇ ધરડા (ઉ.વ.78) (માજી પ્રમુખ અખિલ ચારણ જનરલ
સમાજ) તે સ્વ. તેજાભાઈ રામજીભાઈ ધરડાના પુત્ર, સ્વ.રાણીબેનના પતિ, મણિલાલ, રમેશ,
સુરેશ (શ્યામ ઓટો-દેવપર)ના પિતા, વાલજીભાઈ,
સ્વ. મગનલાલ, સ્વ. કરશનભાઈ, છગનભાઈ, હરિભાઈ, દેવીબેન,
સ્વ.ખીમીબેન, સ્વ.કમળાબેન, સ્વ.રમણીકભાઈ, વિઠલભાઈ, નરાસિંહભાઈ,
નવીનભાઈ, જયંતીભાઈના ભાઈ, સ્વ.રાજાભાઈ રામજીભાઈ, પરબતભાઇ રામજીભાઈ, જેઠાલાલ રત્નાભાઈ, નારણભાઈ મમુભાઇના ભત્રીજા,
જેઠાભાઇ નાથાભાઈ ગોવાર (મંગવાણા)ના જમાઈ, કિરણ,
રસ્મિતા, રોશની, હરસુખ,
કાજલ, દિવ્યા, હિમાંશી,
દિશા, માધવી, જયેશના દાદા
તા.14-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા.17/18-2-2025ના સોમવાર, મંગળવાર નિવાસ સ્થાન પલીવાડ (યક્ષ) ખાતે.
થરાવડા (તા. નખત્રાણા) : સંઘાર રહીમાબાઇ (મેગુબાઇ) (ઉ.વ.67) તે ઇબ્રાહીમના પત્ની, આમદ, અબ્દુલ અને મુબારક,
ફાતમાબેન, સુબેદાના માતા, મ. ઇસ્માઇલ, ઓસમાણ, હુસેન,
ઉમર, અધાના ભાભી, સંઘાર હાજી
ગાભાના બહેન, ભજીર ઇશાક હાસમ (રવાપર), અબડા
આદમ હસણ (કોસા)ના સાસુ તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.17-2-2025ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન થરાવડા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : હાલે રાયપુર (છ.ગ.) રવિલાલ દાના નથુ
ભગત (ઉ.વ.63) તે સ્વ. દાના નથુ ભગત, સ્વ. જમનાબેન દાના ભગતના પુત્ર, દર્ગાબેનના પતિ, રમેશભાઇ, મોહનભાઇ (નાગપુર)ના ભાઇ, દીપકભાઇ, જયેશભાઇ, દીપિકાબેન (નાગપુર)ના
પિતા તા. 14-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2025ના સોમવારે સવારે 8.30થી 10.30 કાંતિભાઇ
લધા ભગતના નિવાસસ્થાને ઉમાનગર, 139, શેરી નં. 8, ભુજ ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : કરશનભાઇ હીરજીભાઇ સામાણી (ઉ.વ.70) તે લક્ષ્મીબેનના પતિ, દિપકભાઇ, દમયંતીબેન (દેવપર), વિમળાબેન (વિરાણી)ના પિતા,
સ્વ. શામજીભાઈ (વડોદરા) તથા રતનશીભાઈ (નાગપુર), કાન્તાબેન, ઝવેરબેન, રતનબેનના ભાઈ,
ધાર્મિ, ખુશી અને આરવના દાદા તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને.
ભુજપુર (તા. મુંદરા) : મૂળ ઝરપરાના ખેરાજ (બાપુ) વેરસી માતંગ
(ઉ.વ.59) તે સ્વ. દેવજી, સ્વ. સુમાર, મેઘજી,
ધનબાઇ, હાંસબાઇ, પાલઇબેન,
કેશરબેનના ભાઇ, રતન ઉકુ રતડના જમાઇ, દિનેશ, રવિ, ગોવિંદ, જશોદાના પિતા તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 16-2-2025ના, ઘડાઢોળ (પાણી) તા. 17-2-2025ના નિવાસસ્થાન આનંદ વાડી વિસ્તાર
ભુજપુર ખાતે.
સમાઘોઘા (તા. મુંદરા) : ફુલબા સદુભા જાડેજા (ઉ.વ.96) તે સ્વ. સદુભા મમુભા જાડેજાના
પત્ની, સ્વ. હનુભા, નવુભા,
કિરીટસિંહ, પ્રતાપાસિંહ, વસંતબાના માતા, વિજયાસિંહ, સિદ્ધરાજસિંહ, રાજેન્દ્રાસિંહ, અનિરુદ્ધસિંહના દાદી તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-2-2025થી 18-2-2025 સુધી દરબારગઢ ડેલી ખાતે તથા
ઉત્તરકિયા તા. 25-2-2025ના નિવાસસ્થાન, સમાઘોઘા
ખાતે.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : મોહનબા જોરાવરસિંહજી જાડેજા (ઉ.વ.85) તે સ્વ. જોરાવરસિંહજી લાલુભાના
પત્ની, સ્વ. કલુભા, સ્વ. હાલુભા,
પ્રવીણસિંહ તથા ગંભીરસિંહના ભાભી, સ્વ. વનરાજસિંહ
તથા રાજેન્દ્રસિંહ (પોલીસ)ના માતા, મહાવીરસિંહ, ભૂપેન્દ્રસિંહ (પોલીસ), ધર્મેન્દ્રસિંહ (ડાયરેક્ટર),
લગધીરસિંહ (તલાટી), પૃથ્વીરાજસિંહ, પ્રદીપસિંહ, અનિરુદ્ધસિંહ, હિતેન્દ્રસિંહ,
ગજેન્દ્રસિંહના ભાભુ, દિગ્વિજયસિંહ, યશપાલસિંહ, યુવરાજસિંહ, સંદીપસિંહ,
દિવ્યરાજસિંહ, પુષ્પરાજસિંહ, હરશ્યામસિંહ, વિશ્વરાજસિંહ, સત્યમસિંહ,
શિવમસિંહ, યશરાજસિંહ, ઓમદેવસિંહ,
ભવદીપસિંહ તથા કર્મરાજસિંહના દાદી તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-2-2025ના સાંજે 4થી 6 ભદ્રેશ્વર ક્ષત્રિય સમાજવાડી ખાતે, ઉત્તરક્રિયા તા. 20-2-2025ના ગુરુવારે નિવાસસ્થાને.
કબરાઉ (તા. ભચાઉ) : રાજુભા ફતેસિંહ (ઉ.વ.54) તે વીરેન્દ્રસિંહના પિતા, રાણુભા તથા બળુભાના કાકાઇ ભાઇ, સુરેન્દ્રસિંહ તથા યશપાલસિંહના કાકા તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર નિવાસસ્થાને તા. 17-2-2025ના
સોમવારે કબરાઉ કૃષ્ણનગર ખાતે.
વિરાણી નાની (તા. લખપત) : મૂળ નલિયાના શ્વેતાબેન રણછોડદાસ ભીન્ડે
(ઉ.વ. 39) તે ગં. સ્વ. સાકરબેન માવજી
ભીન્ડેના પૌત્રી, રશ્મિબેન રણછોડદાસ
ભીન્ડેના પુત્રી, પ્રિયાબેન
તથા વિભાબેન વિપિન કમ્બોજના બહેન, સિયોનાના માસી, ગં.સ્વ. કલાવંતીબેન માધવજી રૂપારેલના દોહિત્રી, કાનજીભાઈ રૂપારેલ, પ્રવિણભાઇ, મહેશભાઈ, રાજેશભાઈના
ભાણેજી તા. 15-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-2-2025ના રવિવારે સાંજે 4થી 5 દયાપર લોહાણા મહાજનવાડી, દયાપર ખાતે.
સુથરી : મૂળ કોંઢના રમેશભા અરજણજી ઝાલા (ઉ.વ. 48) તે સ્વ. અરજણજી નથુભા ઝાલાના
પુત્ર, જેઠુભા, લાલુભા,
જેમલસિંહ, નારાણજી, નરેન્દ્રસિંહ,
કાંતાબા, નિર્મલાબા, પ્રેમિલાબાના
ભાઇ, ધૈર્યરાજસિંહના મોટાબાપુ, માનસીબા,
બિજલબાના કાકા, રાજેન્દ્રસિંહ બચુભા પરમાર (ભુજ),
ગોપાલસિંહ કાનજીભા રાઠોડ (આદિપુર), જેસરસિંહ કાનજીભા
રાઠોડ (તરા-મંજલ)ના સાળા, સ્વ. પ્રેમસંગભા દાદુભા સોલંકી,
સ્વ. નાનજીભા દાદુભા સોલંકી, હરેશભા દાદુભા સોલંકી
(રોહા સુમરી)ના ભાણેજ તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. દશાવ વિધિ તા. 24-2-2025ના, બારસ વિધિ તા. 25-2-2025ના નિવાસસ્થાન સુથરી ખાતે.
સુડધ્રો મોટી (તા. અબડાસા) : જોષી લાલજી લધારામ પુરખા (ઉ.વ.85) તે સ્વ. લધારામ વાલજીના પુત્ર, સ્વ. ત્રિકમદાસ (મૂળજી), સ્વ. ઉમિયાશંકર, સ્વ. હીરબાઇના ભાઇ, સ્વ. મોહનલાલ, ઇશ્વર, જયેશ,
વસંત, જશોદાબેન, કલ્પનાબેન,
દમયંતીબેન, લીલાવંતીબેન, ભાવનાબેન, સરસ્વતીબેનના કાકા, નરેશ,
મનીષ, રીતેશ, શુભમ,
ચંદ્ર, યોગીતા, મયૂરીના દાદા,
ગં.સ્વ. સાવિત્રીબેન, પૂનમબેન, વૈશાલીબેન, દિનેશભાઇ (જખૌ), દિનેશભાઇ
(નારાયણ સરોવર), જીતેશભાઇ (ધનાવાડા), પ્રભુલાલ
(નલિયા), નીતેશભાઇ (કાદિયા), સંજયભાઇ (નારાયણ
સરોવર)ના કાકા સસરા, દેવર્ષિ, શીતલના દાદા
સસરા, શંભુરામ મોહનજી જોશી (બરંદા)ના ભાણેજ તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-2-2025ના સુડધ્રો મોટી ખાતે સાંજે
4થી 5.
નરેડી (તા. અબડાસા) : મૂળ ભીટારાના હીરબાઇ લાલજી મોતા (ઉ.વ.95) તે લાલજી નારાણજીના પત્ની, સુંદરબાઇ નારાણજીના પુત્રવધૂ, પુષ્પાબેન, નર્મદાબેન, મીનાબેન,
કિશોર, કનુભાઇ, શંભુલાલના
માતા, ક્રિષ્નના દાદી, સ્વ. કલ્યાણજી,
સ્વ. પ્રેમજી, બાલકૃષ્ણ, ગંગાબેન ચંદુલાલના ભાભી, સુથરીના સ્વ. ભચીબેન તથા સ્વ.
મોતીબાઇ કલ્યાણજીના પુત્રી, સ્વ. કેશવજી (માંડવી), વેલજી (સુથરી), ગુલાબશંકર (ભાડઇ), સ્વ. વાલબાઇ (વરંડી), સ્વ. સોનબાઇ (મુંબઇ), સ્વ. શાંતિબાઇ (ભીટારા), સ્વ. લક્ષ્મીબાઇ, સ્વ. ગંગાબાઇ (હમલા મંજલ), સ્વ. ધનબાઇ (ભુજપુર)ના બહેન,
સ્વ. કસ્તુરબેન, સ્વ. લક્ષ્મીબેન, ગુણવંતીબેનના જેઠાણી તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની સાથે તા. 17-2-2025ના સોમવારે 3થી 5, સાદડી નિવાસસ્થાને.
છાડુરા (તા. અબડાસા) : મેઘજી સીજુ (ઉ.વ.85) તે સ્વ. હીરબાઇના પતિ, સ્વ. ભાણબાઇ તેમજ સ્વ. હીરજીભાઇના પુત્ર,
સ્વ. લાલજીભાઇ (ગણેશનગર), સ્વ. શિવજીભાઇ,
સ્વ. જેઠાભાઇ (સાંયણ), સ્વ. સામતભાઇ, આશાભાઇના ભાઇ, લીલાધર, મનજી,
દેવજી, ખીમજી, હંસાબેનના
પિતા, સ્વ. બુધાભાઇ વેલજી, રામજી વેલજી
જેપાર (સાંભળા), સ્વ. દાદુભાઇ તથા ખેંગારભાઇ (ગણેશનગર)ના બનેવી,
નાનજીભાઇ (ગણેશનગર)ના સસરા, સ્વ. ભીમજીભાઇ જેપાર
(સાંયણ)ના સાળા, હરજી, પચાણ, માનબાઇ (ગણેશનગર), હીમાબેનના મોટાબાપા, પ્રકાશ, પ્રતાપ, કિશન, દમયંતી, અશોક, મોહન, અજય, કરણ, પુજા, દક્ષા, ભારતી, ભક્તિ, જીત, જૈમિન, આર્ય, રેનીત, રીતિના દાદા તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 17-2-2025ના સોમવારે આગરી તેમજ તા. 18-2-2025ના પાણી નિવાસસ્થાન છાડુરા
મધ્યે.
રાજકોટ : રમાબેન જમનાદાસ ચંદારાણા તે સ્વ. જમનાદાસ ગીગાભાઇ ચંદારાણાના
પત્ની, સ્વ. આણંદજી પરસોત્તમ કક્કડના પુત્રી,
મગનભાઇ ગીગાભાઇ ચંદારાણાના ભાભી, અશ્વિનભાઇ,
ભાવનાબેન દીપકભાઇ મજીઠિયાના માતા, જ્યોત્સનાબેનના
સાસુ, સેજલના દાદી તા. 14-2-2025ના અવસાન પામ્યા છે.