• બુધવાર, 12 માર્ચ, 2025

અવસાન નોંધ

ભુજ : ક્રિષ્નાબેન (ઉ.વ. 86) તે દેવીલાલ દેવતવાલના પત્ની, ચાંદભાઈ, ચમનભાઈના ભાભી, રમેશભાઈ, સુરેશભાઈ, સતીશભાઈ, સોનીબેન, પાર્વતીબેન, શારદાબેન, રાણીબેનના માતા, રીતેશ, પરેશ, તુષાર, હર્ષ, પ્રશિલના દાદી તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 14-2-2025ના સાંજે 4.30થી 5.30 અરિહંત નગર, ઇ-લાઇન બંગલા નં. 4, પ્રમુખ સ્વામી નગર ગેટ નં. 1, ભુજ ખાતે.

ભુજ : શાહ જિતેન્દ્ર (ઉ.વ. 84) તે સ્વ. ચંચળબેન જયંતીલાલ કલ્યાણજી (ઘીવાળા)ના પુત્ર, સ્વ. નીલમબેનના પતિ, શિલ્પા (આકોલા)ના પિતા, ઉદય શાહ (આકોલા)ના સસરા, દેવાંશી, ધ્રુવના નાના, સૂર્યકાંત (રિ. દેનાબેંક), સ્વ. સતીશ (રિ. બીઓઆઇ), સ્વ. ઉર્મિલાબેન મણિકાંત શાહ (કોચિન), સ્વ. ભાગ્યવંતી નટવરલાલ શાહ (ચેન્નાઇ), સ્વ. હંસાબેન કીર્તિકુમાર સંઘવી (મુંબઇ), ઇલાબેન ચંદ્રકાન્ત શાહ (યુએસએ)ના ભાઇ, મીનાક્ષી, હંસાના જેઠ, પ્રતીક, સ્વીટી, રીના શ્વેતાના કાકા, રેશમા, કલ્પુ, દેવેન, અમિત, સુનીલ, સંજીવ, પ્રેમલ, ભવ્યા, તોરલના મામા, સ્વ. શાંતિદાસ નાથાભાઇ શાહ (અંજાર)ના જમાઇ તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) શિલ્પા ઉદય (અકોલા) 94032 84977, સૂર્યકાંત જયંતીલાલ-98253 85425.

ભુજ : મોહમદ રમજાન મંદરિયા (ઉર્ફે બાબુ) (ઉ.વ. 39) તે ઇબ્રાહિમ, અકબર, ઇમરાનના ભાઇ, યાશીરના પિતા, નૂરમોહમદ આમદ મોખા, સાલેમોહમદ ચનેસર મોખાના ભાણેજ, અબ્દુલ મંદરિયાના ભત્રીજા તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 13, 14, 15 (ત્રણ દિવસ)સુધી સવારે 9થી 10 નિવાસસ્થાને ભીડ નાકા બહાર, ભૂતેશ્વર મંદિર ઇદગાહની બાજુમા.

ભુજ : ભીલ ગંગાબેન ગોપાલભાઇ (ઉ.વ. 83) તે અર્જુન, જગદીશ (ધણી માતંગદેવ મેડિકલ ટ્રસ્ટ, એમ્બ્યુલન્સના ડ્રાઇવર), અમૃતબેન, સંતોકબેન, ગવરીબેનના માતા, ચેતનાબેન, અનિતાબેનના સાસુ, પાર્થ (સ્વસ્તિક ઇન્ફોટેક-ભુજ ટેક્નિશિયન), અંકિતના દાદી, રાઠોડ હરેશભાઇ (ઇન્ડિયન બેંક), ભાંડેલ દિનેશભાઇ (આદિપુર નગરપાલિકા), રાઠોડ જયંતીભાઇ (નવોદય વિદ્યાલય-ડુમરા)ના સાસુ, ગોવિંદભાઇના ભાભી, કલ્પનાબેન, રમીલાબેન, તારાબેન, મંજુલાબેન, ભાનુબેનના જેઠાણી, મનોજભાઇ (હાલે અમદાવાદ), દિવેન, કરણ, દિગ્નેશ, યોગેશ, જિગર, વિશાલ, દિલીપના મોટામા, હેતલ, કરણ, હિરેન, જિજ્ઞા, સિદ્ધાંત, વેશાલી, ક્રિષા, અમિત, વિનયના નાની તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-2-2025ના શનિવારે સાંજે 5થી 6 આર્યસમાજ હોલ, લાલ ટેકરી, ભુજ ખાતે.

અંજાર : રસિકલાલ (ઉ.વ. 65) તે સ્વ. બચુબેન જમનાદાસ મજેઠિયાના પુત્ર, સ્વ. ભવાનજી ખીમજી (તુણાવાળા)ના દોહિત્ર, ચમનલાલ, કાન્તિલાલ, રમેશભાઈ, સ્વ. જગદીશભાઈ (લાલી), મહેશભાઈ, ભરતભાઈ (રાજા), સ્વ. દમયંતિબેન જયંતિલાલ (ભરૂચ), કાન્તાબેન પ્રવીણભાઈ (ગાંધીધામ), સ્વ. ચંદ્રીકાબેન, દીપ્તિબેન જગદીશ (અંજાર), સ્વ. નીતાબેનના ભાઈ તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-2-2025ના સાંજે 4.30થી 5.30 રાધા વલ્લભ મુંડનવાડી (પલણવાડી), યોગેશ્વર ચાર રસ્તા પાસે, અંજાર ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી શાન્તાબેન વિશનજીભાઇ ખોડિયાર (ઉ.વ. 79) તે સ્વ. પુરીબેન તથા સ્વ. ઓધવજીભાઇ મેઘજીભાઇ ખોડિયારના પુત્રવધૂ, સ્વ. વિશનજીભાઇ ઓધવજીભાઇ ખોડિયારના પત્ની, પ્રભુલાલ, નવીનભાઇ, ભાગેરતીબેન (દ્વારકા), વનિતાબેન (માધાપર), પ્રવીણાબેન, ભારતીબેનના માતા, સંગીતાબેન, મીતાબેન, મહેશભાઇ, દિનેશભાઇ, કાનજીભાઇ, શૈલેષભાઇના સાસુ, વરૂન, પરમ, હરશિવના દાદી, ભૂમિત, હિરેન, રજત, જીનલ, માધવી, ભૂમિ, ધ્રુવ, હસ્તીના નાની, સ્વ. રામજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. ધનજીભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ. પોપટભાઇ, સ્વ. મગનભાઇ, સ્વ. જયાબેન, સ્વ. બચુબેનના ભાભી, સ્વ. વેલજીભાઇ, દેવરામભાઇ, લક્ષ્મણભાઇ લોહારિયાવાળાના બહેન તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ તથા બહેનોની) તા. 15-2-2025ના શનિવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ, અંજાર ખાતે.

અંજાર : મૂળ લોડાઇના સોનીબેન રાણાભાઇ શેખવા (ઉ.વ. 80) તે રાણાભાઇ કરમણભાઇ (રિટા. શિક્ષક)ના પત્ની, કાનાભાઇ રામાભાઇ મેરિયા (જવાહરનગર)ના પુત્રી, શાન્તાબેન ખેંગાર પરમાર, મોહનભાઇ, પ્રેમિલાબેન હમીરભાઇ મેરિયા (સુમરાસર-શેખ), શંકરભાઇના માતા, સામજીભાઇ, કરશનભાઇના ભાભી, નારણભાઇ શેખવાના કાકી, સીમા, અનિતાના સાસુ તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અને સામાજિક લોકાઇ તા. 15-2-2025ના શનિવારે સવારે 9થી 1 નિવાસસ્થાન પ્લોટ નં. 121, ઓમનગર, દબડા, અંજાર ખાતે અને તા. 17-2-2025ના સોમવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન લોડાઇ ખાતે.

કુંદનપર (તા. ભુજ) : હીરજીભાઈ નારાણ વેકરિયા (ઉ.વ. 76) તે ગં.સ્વ. રાધાબાઈના પતિ, સ્વ. નાનજી, રામબાઈ, જશુબાઈ, વિજયાબેન, કાંતાબેન, શાંતાબેનના પિતા, પ્રેમજીભાઈ, સ્વ. વાલબાઈના ભાઈ, કેસરભાઈ પ્રેમજીના દિયર, મનજી હરજી, સ્વ. રામજી હરજી, કરસન હરજીના બનેવી, કિશોર, લીલા, વિજયા, ઘનશ્યામ, જયશ્રી, લોકેશ, હર્ષિ, સ્વામી વ્યાપકકેસમુનીના દાદા, રવજી પરબત, સુરેશ લાલજી હાલાઈ, કાનજી શામજી, અરાવિંદ નાનજી, નરેન્દ્ર વાલજી, નવીન નાનજીના સસરા તા. 13-2-2025ના અવસાન પામ્યા છે પ્રાર્થનાસભા તા. 15-2-2025ના શનિવારે સવારે 7.30થી 8.30 ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું નિવાસસ્થાને કુંદનપર ખાતે.

નાગિયારી (તા. ભુજ) : બાફણ આમધ જુમ્મા (માજી સરપંચ) (ઉ.વ. 54) તે બાફણ હાજી અધભા, મ. મીઠુ જુમ્મા, મ. સુમાર જુમ્મા, સિધિક જુમ્મા, નૂરમામદ જુમ્મા (નાગિયારી ઉપસરપંચ, મિયાણા ગરાસિયા ઉપપ્રમુખ ભુજ તાલુકા)ના ભાઇ, દાઉદ, જુણસના પિતા, ઇશા અને ગફુરના કાકાઇ ભાઇ, ઇશા, અબ્દુરેમાન, સાલે, સુલતાન, મુસાના કાકા, મેર અલી આમધના બનેવી તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-2-2025ના શનિવારે સવારે 9.30થી 10.30 નાગિયારી ખાતે.

નાના વરનોરા (તા. ભુજ) : મોખા ભચાબાઈ સુમાર (ઉ.વ. 70) તે મ. સુમાર ઉર્ફે બાલુભાના પત્ની, ઉમર, અયુબ, રજાક, મામદના માતા તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 14-2-2025 સુધી નિવાસસ્થાને.

કેરા (તા. ભુજ) : રતનબાઈ મુરજી જોગી (સંઘાર) (ઉ.વ. 75) તે મુરજી જેસાના પત્ની, સ્વ. જેસા પબાના પુત્રવધૂ, સ્વ. મમુ જેઠા જોગી (કેરોસીનવાળા) (ભુજ)ના પુત્રી, જીવણભાઈ, સ્વ. કાનજી, સ્વ. શામજી, પ્રેમજી, માંગીબેન, રાજબાઈના ભાભી, લાલજી, હિરજી, શાંતાબેન, રમીલાબેન, જયાબેન, લક્ષ્મીબેન, વનીતાબેન, અશોક, બાલુના માતા, રવજી મમુ, રવજી વેલજી, ધનબાઈ, પ્રેમબાઈના બહેન, બાબુલાલ, નવીનના ફઈ, રમેશ, મનીષ, કાનજી, નારાણ, રોહિત, નિતીન, રાજુ, શિવ, શંકરના દાદી, ભરત, ભાવેશ, જયેશ, મિતેષ, પાર્થના નાની, કાંતાબેન, ભારતીબેન, શામજી, સુરેશ, રાજેશ, કાનજી, સ્વ. પ્રભુલાલના સાસુ, સ્વ. વાઘજીભાઇ, સ્વ. લખુભાઈના પુત્રવધૂ તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. આગરી રાત (સંતવાણી) તા. 21-2-2025ના શુક્રવારે અને ગૌપુછ પાણી તા. 22-2-2025ના શનિવારે નિવાસસ્થાને જડેશ્વર મહાદેવની બાજુમાં, કેરા ખાતે.

ઝુરા-કેમ્પ (તા. ભુજ) : સોઢા રાણાજી મેરામણજી તે સ્વ. રામસિંહ મેરામણજી, સ્વ. સરૂપાજી મેરામણજી, સોઢા દાનાજી ખીમાજીના ભાઇ, મહેન્દ્રસિંહના પિતા, સોઢા ભોમસિંહ રામસિંહ, ખેંગારજી સ્વરૂપાજી, વિક્રમસિંહ સુરતાજી સોઢાના કાકા, પ્રતાપસિંહ યદાજી સોઢા, ભૂપતસિંહ સુજાજીના દાદા તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 14-2-2025ના સાંજે, ઘડાઢોળ તા. 15-2-2025ના નિવાસસ્થાન ઝુરા કેમ્પ ખાતે.

મસ્કા (તા. માંડવી) : ખમુભાઇ જુમાભાઇ ધુળિયા (ઉ.વ. 85) તે સ્વ. હીરબાઇ જુમાભાઇના પુત્ર, સ્વ. પરમાબાઈના પતિ, કાનબાઇ આસમલ ડુંગડિયા (સાડાઉ), લીલબાઇ ભાણજી જેપાર (ભારાપર), ધનબાઇ ઠાકરશી જેપાર (ભારાપર), દેવલબેન રવજીભાઇ મોથારિયા (નાની ખાખર), મોહનલાલ ઉર્ફે વાછિયાના પિતા, પુરબાઇના સસરા, ભારતી, પ્રીતિબેન, રાજેશના દાદાબાપુ, સ્વ. જટાશંકર, સ્વ. ખેંગારભાઇ, મેઘબાઇ, વાલબાઇ, માનબાઇ, સ્વ. માલબાઇના મોટા ભાઇ, ઝોલા પચાણભાઇ જખુભાઇ (બિદડા)ના જમાઇ, જખુભાઇ માવજીભાઇ (બિદડા), ઉર્મિલાબેન (દરશડી)ના બનેવી, ધનજી, રવજી, માલશી, સુરેશ, વિશ્રામના મોટાબાપુ તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 19-2-2025ના બુધવારે આગરી (કોઠ) તથા તા. 20-2-2025ના ગુરુવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાને.

વેકરા-રામપર (તા. માંડવી) : કલ્યાણ વિશ્રામ ભુડિયા (ઉ.વ. 50) તે રામબાઇના પતિ, અમરબાઇ, વિશ્રામ સામજી ભુડિયાના પુત્ર, નીકિતા, જયશ્રી, સજના, લીપાના પિતા, મહેન્દ્ર, નીરવના સસરા, લાલજીભાઇ, વેલબાઇ, પુરબાઇ, હીરબાઇના નાના ભાઇ, રવજી રામજી હિરાણી (અંજાર)ના જમાઇ તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-2-2025ના શુક્રવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે વેકરા લેવા પટેલ સમાજવાડી તથા બહેનો માટે નિવાસસ્થાને.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : પાયલબા જયેન્દ્રસિંહ જાડેજા તે સ્વ. જાડેજા કિરીટસિંહ ચતુરસિંહના પુત્રવધૂ, જયેન્દ્રસિંહ કિરીટસિંહના પત્ની, યોગેન્દ્રસિંહના ભાભી તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 17-2-2025ના, બેસણું નિવાસસ્થાન ભદ્રેશ્વર ખાતે.

પત્રી (તા. મુંદરા) : મુકેશ હીરજી જેસરેગોર (ઉ.વ. 54) તે રામીબાઇ હીરજી જેસરેગોરના પુત્ર, સ્વ. ઈશ્વર, રસિક, સ્વ. મંજુલાબેન, ગવરીબેનના નાના ભાઈ, વર્ષાબેનના પતિ, ખુશી (ડકી) આરયાના પિતા, અરૂણાબેન, નિર્માણઆબેનના દિયર વિપુલભાઈ, ભરતભાઈ, રાહુલભાઈ, પ્રિયકભાઈ, કોમલબેન, ચાંદનીબેનના કાકા તા. 13-2-2025નાં અવસાન પામ્યા છે. સાદડી તા. 15-2-2025ના શનિવારે વથાણ ચોક, સમાજવાડી, પત્રી ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : આગા ઓસમાણ સુમાર (ઉ.વ. 49) તે સાલેમામદ, ઇસ્માઇલના ભાઇ તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-2-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન રેલ ફળિયા, નિરોણા ખાતે.

ઘડાણી (તા. નખત્રાણા) : કુંભાર ઉમર હાસમ (ઉ.વ.32) તે દાઉદ, રફીકના ભાઇ, હારૂન ઓસમાણ (નેત્રા)ના જમાઇ તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-2-2025ના શનિવારે સવારે 10થી 11 કલાકે નિવાસસ્થાન ઘડાણી જમાતખાના ખાતે. 

નરેડી (તા. અબડાસા) : વેલજીભાઈ મુરજી કુંવટ (ઉ.વ. 85) તે સ્વ. મુરીબાઈના પતિ, જેપાર ભોજાભાઈ દેવશી (વરાડિયા)ના જમાઈ, સ્વ. ગાવિંદભાઈ, કરશનભાઈ, વાલજીભાઈ, લાલજીભાઈ, સ્વ. જીવાબેન રમેશ જેપાર (રામવાડી)ના પિતા, સ્વ. બુધાભાઇ, ધનજીભાઈ, જીવાબેન કેશાભાઈ સિજુ (વારડિયા)ના ભાઈ, નાનજીભાઈ, રવજીભાઈના કાકા, ભીમજી, નવીન, શાંતિલાલ, રમેશ, કાંતિલાલ, કલ્પેશ, પ્રેમજી, રાહુલ, જેન્તી, દિનેશ, દર્શનના દાદા તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 21-2-2025ના શુક્રવારે પાણી (ઘડાઢોળ) તા. 22-2-2025ના શનિવારે નિવાસસ્થાન નરેડી ખાતે.

લઠેડી (તા. અબડાસા) : જાડેજા મનુભા (ઉ.વ. 39) તે સ્વ. વંકાજી જશાજીના પુત્ર, દેવાજી, ભાવસંગજી, મયાબાના ભાઇ, જયદેવસિંહના પિતા, સ્વ. વંકાજી સંગાજી, સ્વ. જાલુભા, સ્વ. રતનજી, સ્વ. કાનજીભા, પ્રાગજી, હરિસંગજી, સ્વ. હઠીસંગજીના ભત્રીજા, જટુભા, જીતુભા (લઠેડી સરપંચ), હેમનસિંહ, મનુભા, કેશુભા, વિરમજી મહેન્દ્રસિંહ, સિદ્ધરાજસિંહ, બળદેવસિંહના કાકાઇ ભાઇ, હાર્દિકસિંહ, ભગુભા, લાખુભા, મહાવીરસિંહ, દાનવીરસિંહ, મહિપાલસિંહ, હર્ષિતસિંહ, રાજદીપસિંહ, શક્તિસિંહના કાકા, પલભાટી સરદારસિંહ દેવાજી (ખુડા)ના સાળા, યુવરાજસિંહ, સ્વ. હિતરાજસિંહના મામા, ગોહિલ સ્વ. સંગ્રામજી દેશરજી (જામનગર)ના દોહિત્ર, ગોહિલ રૂપસંગજી, કલ્યાણજી, કાનજીભાના ભાણેજ, વાધા સ્વ. પબાજી દેવાજી (હિંગરિયા હાલે નાની ધુફી)ના જમાઇ, વાધા વીરેન્દ્રસિંહના બનેવી તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન લઠેડી ખાતે.

નલિયા (તા. અબડાસા) : ઓઢેજા સધીક અલ્લારખા (ઉ.વ. 63) તે મ. ઉમર અલ્લારખા, મ. હારૂન અલ્લારખા, ઓઢેજા મુબારકના ભાઈ, ઓઢેજા રમજાનના કાકા, સિકંદર રમઝાન, જુણસ અયુબના સસરા તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા 15-2-2025ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન સપના નગર, નલિયા ખાતે.

બિટ્ટા (તા. અબડાસા) : કુંભાર આમધ હુશેન (ઉ.વ. 62) તે ઇશાક અને અભુભખરના પિતા, મામદ હુશેનના ભાઇ, ઇકબાલ, સતારના કાકા, આમધ સિદીક, હારુન બુડાના સસરા તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-2-2025ના શનિવારે સવારે 10 વાગ્યે બિટ્ટા જમાતખાના ખાતે.

મુંબઇ (દાદર) : મૂળ વાગડ ગાગોદરના મણિબેન ચુનીલાલ વોરા (ઉ.વ. 90) તે નવીનભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. નરેશભાઇ, ઉર્મિલાબેન પારેખ, નીલાવંતીબેન શાહના માતા, સુશીલાબેન, ચંદ્રિકાબેન, સ્વ. નાનાલાલ પારેખ, સ્વ. મુક્તિલાલ શાહના સાસુ, ચિરાગ, ધવલ, રિમ્પલ, કૃતિ તથા તીર્થરત્ન મહારાજ સાહેબના સંસાર પક્ષે દાદી, નિકુંજકુમાર, ડોલીબેન, અમીતાબેનના દાદીસાસુ, અર્હમ તથા જીયાનના મોટા દાદી, મંજુલાબેન પ્રાણલાલભાઇના કાકી, સરૂપીબેન છગનલાલ મહેતાના પુત્રી, સ્વ. મણિલાલ મહેતાના બહેન, સ્વ. કુંવરબેન મહેતાના નણંદ, વિશાલ, વૈભવ, પાયલ, મીત, રાજના નાની, રચના, સલોની, પ્રિયંકાના નાનીસાસુ, ભોગીલાલ મહેતા અને વંદિતાબાઇ મહાસતીજી (ભગીનીવૃંદ)ના ફઇ તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-2-2025ના શુક્રવારે સાંજે 4થી 5.30 કરશન લધુ હોલ (નવનીત જૈન હેલ્થ સેન્ટર), દાદર વેસ્ટ, મુંબઇ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd