• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ગાંધીધામ : ઠાકુરી વલીરામ કિશનાણી (ઉ.વ. 88) તે સ્વ. વલીરામ કિશનાણી (રિટાયર્ડ કે.પી.ટી. એકાઉન્ટ્સ ઓફિસર)ના પત્ની, રાજકુમાર કિશનાણી (રિટાયર્ડ કે.પી.ટી.), રામ કિશનાણી (કિશનાણી ઇલેક્ટ્રિકલ્સ), દીપા જેઠાનંદ ફતવાણી (રિટાયર્ડ કે.પી.ટી.)ના માતા, આશા રાજકુમાર કિશનાણી, ઉષા રામ કિશનાણી, જેઠાનંદ એમ. ફતવાણીના સાસુ, કમલ આર. કિશનાણી, દીપક આર. કિશનાણી, એડવોકેટે સિમરન રવિ સોનેજા, પવન આર. કિશનાણીના દાદી, સીમા હરીશ ધનવાણી, સુમન એચ. મંદાણી, ઓમેશ જે. ફતવાણીના નાની, તમન્ના કમલ કિશનાણી, હર્ષિતા દીપક કિશનાણી, જિયા પવન કિશનાણી, નેહા ઓમેશ ફતવાણી, એડવોકેટ ડો. રવિ એન. સોનેજા, હરીશ ધનવાણી, હિતેષ મંદાણીના દાદીસાસુ, મન્નત, સિયા, વિહાન, વીર, હીરના પરદાદી, રિદ્ધિ, જિયાંશ, વિશાલ, આરવ, મંશના પરનાની તા. 14-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2024ના સાંજે 5 વાગ્યે ઝૂલેલાલ મેઈન મંદિર, ગાંધીધામ ખાતે.

આદિપુર : દાદા અરજુનદાસ ગોપાલદાસ જગેશિયા (ઉ.વ. 85) (વિનય સિનેમાવાળા) તે સ્વ. ચિત્રાબેનના પતિ, સ્વ. વિનય તથા સંજયના પિતા, સજની દ્વારકાદાસ બેલાણી, જ્યોતિ પ્રકાશ ભાગિયાના ભાઇ, વિનીશાના સસરા, માલવિકા મોહિત માખીજા, યશના દાદા, મોહિત એસ. માખીજાની, દિયાના દાદાસસરા તા. 14-10-2024ના અવસાન પામ્યા છે. પઘડી/પ્રાર્થનાસભા તા. 17-10- 2024ના ગુરુવારે સાંજે પઘડી 5.30 વાગ્યે, પ્રાર્થનાસભા સાંજે 5થી 6 મૈત્રી સ્કૂલ ડોમ, મૈત્રી રોડ, આદિપુર ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની મૈચા મનસુખભાઇ માવજીભાઇ (નાસિકવાળા) (ઉ.વ. 65) તે સ્વ. ત્રિવેણીબેન માવજીભાઇના પુત્ર, રીટાબેનના પતિ, નિશાંત, રૂપા (સપના)ના પિતા, પાર્થના દાદા, વિવાન, ધૃતિના નાના, ધનજીભાઇ માવજીભાઇ (મુંબઇ)ના નાના ભાઇ, શંકરલાલ છગનલાલ, શાંતિલાલ છગનલાલ, સ્વ. ગોરધનભાઇ છગનલાલ, સ્વ. શારદાબેન દિનેશભાઇ બગા, કમલભાઇ મોહનભાઇ, જીતુભાઇ મોહનભાઇના કાકાઇ ભાઇ, સ્વ. ઝવેરબેન વેલજીભાઇ પરમાર, સ્વ. મોંઘીબેન મૂળજીભાઇ બારમેડાના ભત્રીજા, સ્વ. ચંદુભાઇ, સ્વ. રતિલાલ, સ્વ. ગોપાલભાઇ, સ્વ. લાલજીભાઇ, સ્વ. લીલાવંતીબેન, શાંતાબેનના ભાણેજ તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-10-2024ના શુક્રવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોની સમાજવાડી, ગંગા નાકા ખાતે.

માંડવી : કાન્તાબેન હીરાલાલ ચૂડાસમા (ઉ.વ. 63) તે સ્વ. કબીબેન પીતાંબર ભદ્રેસાના પુત્રી, સ્વ. હીરાલાલ ગાભાભાઇના પત્ની, દીપેશ, મનીષ, જયેશના માતા, પૂનમ, ઉર્મિલા, પૂનમના સાસુ, ભૂમિ, જતિન, ઝીલ, જીત, પલક, માહીના દાદી તા. 16-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ-બહેનોની તા. 17-10- 2024ના સાંજે 5થી 6 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

નાના નખત્રાણા : કાનજીભાઇ સાકરિયાભાઇ બળિયા (ઉ.વ. 45) તે સ્વ. નાનુબાઇ તથા સ્વ. સાકરિયાભાઇ ડાયાભાઇ બળિયાના પુત્ર, મુરીબેનના પતિ, પાલીબેન રામજીભાઇ સીજુ (નાના નખત્રાણા), લાખીબેન મનજી બડગા (બળદિયા), હીરાબેન ગોવિંદભાઇ ગંઢેર (નેત્રા), ડાઇબાઇ સુમાર ભદ્રુ (ભુજ), બાબુભાઇ સાકરિયાના નાના ભાઇ, ભચીબેન બાબુભાઇના દિયર, ભાવેશ, અજય, મધુ, કસ્તૂરના પિતા, સ્વ. વિશ્રામ સુમાર બળિયા, હમીરભાઇ સુમારભાઇ, સ્વ. દેવજીભાઇ સુમારભાઇના કાકાઇ ભાઇ, કિશન, કલ્પેશ, પૂજાબેન દીપકભાઇ કુંવટ (માનકૂવા)ના કાકા, સ્વ. મંગાભાઇ રાજાભાઇ, વીરાભાઇ રાજાભાઇ, ગોવિંદભાઇ રાજાભાઇના ભત્રીજા, દામજીભાઇ મંગાભાઇ પરગડુ (કોઠારા)ના જમાઇ તા. 16-10-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 19-10-2024ના શનિવારે અને ઘડાઢોળ તા. 20-10-2024ના રવિવારે નિવાસસ્થાન નાના નખત્રાણા ખાતે.

કુંદનપર-કેરા (તા. ભુજ) : દેવજીભાઈ દેવશીભાઈ આણદા કેરાઈ (ઉ.વ. 86) તે સ્વ. મૂળજીભાઈ, સ્વ. મેઘબાઈના જમાઈ, સ્વ. રતનબાઇના પતિ, નારાયણભાઈ, રવજીભાઈ, રાધાબેન કેસરા લીંબાણી (દહીંસરા), કાંતાબેન હિતેષ ભોજાણી (કેરા), વનિતાબેન માવજી વેકરિયા (કુંદનપર)ના પિતા, સ્વ. વેલજી દેવશી, ધનબાઈ નાથા, રામબાઈ ખીમજીના ભાઈ, સુરેશ, અરાવિંદ, ઉર્મિલા, નિમિશા, ભૂમિકા, હર્ષિલાના દાદા, મીનાક્ષી, પ્રજ્ઞા, નવનીત, વિશાલ, રીના, મહેશ, ડિમ્પલ, હસ્મિતાના નાના તા. 16-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-10-2024ના શુક્રવારે સવારે 7થી 8 ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું નિવાસ્થાને કુંદનપર ખાતે.

મોટી નાગલપર (તા. અંજાર) : ક.ગુ.ક્ષ ગ.સ્વ. ભગવતીબેન ચાવડા (ઉ.વ. 70) તે સ્વ. ધારશીભાઇ આણંદાભાઇ ચાવડાના પત્ની, સ્વ. મુકતાબેન ગોપાલજી જેઠવાના પુત્રી, સ્વ. મોહનભાઇ, સ્વ. મગનભાઇ, પ્રવીણભાઇ, સ્વ. બચુબેનના બહેન, ચૌહાણ નયનાબેન, વરૂ જયશ્રીબેન, રાજેશભાઇના માતા, ચૌહાણ રાજેશભાઇ, વરૂ મુકેશભાઇ, કીર્તિબેનના સાસુ, સ્વ. જયાબેન કેશવજીભાઇના દેરાણી, સ્વ. બચુબેન (સવિતાબેન)ના ભાભી, ત્રિવેણીબેન, રમણીકભાઇ, રસિલાબેન, સ્વ. શાંતાબેન, સ્વ. અનિલભાઇ, હંસરાજભાઇના કાકી, ગ.સ્વ. હંસાબેન, ગ.સ્વ. જનકબેનના મામી, હર્ષદ, સ્વ. ભાવિકા, બિપિન, મહેક, લવ્યના દાદી, આદિત્ય, શિવમના પરદાદી, પ્રિયા રોહિતભાઇ જેઠવા, હેમાંશી, કરણ, વૈદેહી, શ્રિયાના નાની તા. 16-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-10-2024ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 `ભગુ ભવન' ક.ગુ.ક્ષ. સમાજવાડી, મોટી નાગલપર, તા. અંજાર ખાતે.

સુખપર (તા. મુંદરા) : જુણેજા અકબર દાઉદ (ઉ.વ. 22) તે અમીનાબાઇ દાઉદના પુત્ર, હનીફ, શબ્બીર, ઇકબાલ, રહીમ, અલીઅસગર, રુકસાનાના ભાઇ, સધિક ફકીરમામદના ભત્રીજા તા. 16-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-10-2024ના શુક્રવારે સવારે 9થી 10 સુખપર જમાતખાના ખાતે.

કાદિયા મોટા (તા. નખત્રાણા) : દામજીભાઇ રવજીભાઇ પિત્રોડા (ઉ.વ. 82) તે સ્વ. જેઠીબેન રવજીભાઇના પુત્ર, સ્વ. સરસ્વતીબેનના પતિ, સુશીલાબેન, અનિલભાઇ, ગોપાલભાઇ, જિતેન્દ્રભાઇના પિતા, હિમાંશુ, દીપ, સ્વ. રિદ્ધિ, કાર્તિકના દાદા, રાધિકાના દાદાજી, સ્વ. હંસાબેન, રાજેશ્રીબેન, નીલમબેન, કમલેશભાઇ પઢારિયાના સસરા, સ્વ. પ્રેમજીભાઇ, શિવજીભાઇ, કેશવજીભાઇ, સ્વ. હીરુબેન, શાન્તાબેન, સરસ્વતીબેન, સ્વ. કમળાબેન, હરખુબેનના ભાઇ, સ્વ. જખુભાઇ ગુલુભાઇ ઉમરાણિયા (મુંદરા)ના જમાઇ, રમેશભાઇ જખુભાઇના બનેવી 15-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-10-2024ના શુક્રવારે બપોરે 3થી 4 મહાજન સમાજવાડી, કાદિયા મોટા ખાતે.

આધોઇ (તા. ભચાઉ) : મૂળ મોટા અંગિયાના અમિતનાથ ભરતનાથ નાથબાવા (ઉ.વ. 28) તે સ્વ. ગુણવંતીબેન વાલનાથના પૌત્ર, સ્વ. દમયંતીબેન ભરતનાથના પુત્ર, ગં.સ્વ. રામબાઇ બાલનાથ, હરિનાથ ભાણનાથ (આમરડી હાલે હલરા)ના જમાઇ, રંજનબેનના પતિ, સ્વ. રઘુનાથ (ભુજ), મહેન્દ્રનાથ, શ્યામનાથ (અંજાર), ગોવિંદનાથ, દિનેશનાથ (વિગોડી), અશોકનાથ (અંજાર), હરેશનાથ (ભુજ), હિરેનનાથ (લાયજા), ભારતીબેન, જ્યોત્સનાબેન, સરસ્વતીબેન જેન્તીનાથ (નેત્રા), નીતાબેનના ભત્રીજા, ગાભુનાથ, રઘુનાથ, સ્વ. કનુનાથ, નયનનાથ (ભચાઉ)ના ભાણેજ, રાજેશનાથ અને પરેશનાથ (આમરડી)ના બનેવી, મીરાબેન રમેશનાથ, વર્ષાબેન સતીશનાથ, કેતનનાથ, આરતીબેન, કોમલ, મિત્તલ, અનિલનાથ, ક્રિષ્નાનાથ, બાદલનાથ, સાગરનાથ, ધર્મિષ્ઠા, રાહુલનાથ, રાધિકા, અરૂણા, હેન્સી, નંદિની, દીપિકા, નીલમ, પ્રીતિ, ઘનશ્યામનાથ, આશિષનાથ, માનવનાથ, તીર્થનાથના ભાઇ તા. 14-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 24-10-2024ના ગુરુવારે નિવાસસ્થાન આધોઇ ખાતે.

મિરજાપર : મૂળ સાભરાઇના ગં.સ્વ. વસંતબેન (ઉ.વ. 88) તે હીરાગરના માતા, કાન્તાબેનના સાસુ, સુંદરગર (સાભરાઇ)ના પુત્રવધૂ, સામગર, ગોવિંદગર, જસવંતગર, લક્ષ્મીબેન (બિટ્ટા), કમલાબેન (ભુજ)ના ભાભી, સ્વ. ખીમપુરી નથુપુરી (રામપર-અબડા)ના પુત્રી, સ્વ. ધનપુરી, ખેતપુરી, નરસિંહપુરી (રામપર- અબડા), હીરબાઇ કાનગર (મોડકુબા)ના બહેન, સ્વ. માધવપુરી (રામપર-અ.), શંભુપુરી (મસ્કા), દયાલપુરી (અંજાર), હરેશપુરી (ભુજ), હિતેષગિરિ, નરેશગિરિના દાદી, મનીષા, પૂનમના દાદીસાસુ, ખુશી, મિત, વંશના મોટા દાદી તા. 16-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-10-2024ના યક્ષ મંદિર, મિરજાપર ખાતે અને તેરમાની વિધિ તા. 28-10-2024ના સોમવારે.

બાડા (તા. માંડવી) : હીરજી બુધિયા જુવડ (ઉ.વ. 55) તે સ્વ. બુધિયા ખમુ તથા ગં.સ્વ. ભાણબાઇના પુત્ર, હરશી, દામજી, નાનબાઇ, રાણબાઇ, મેગબાઇ, કાનબાઇના ભાઇ, નાનજી, શાંતિલાલ, દેવજીના કાકા તા. 16-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન મહેશ્વરીવાસ, બાડા ખાતે.

વમોટી મોટી (તા. અબડાસા) : જાડેજા જગતસિંહ (ઉ.વ. 66) તે સ્વ. જાડેજા ગોવિંદજી રાણાજી તિલાટના પુત્ર, સ્વ. બાપાલાલભાઇના નાના ભાઇ, પ્રદીપસિંહ, વનરાજસિંહ, ઇલાબાના પિતા, કિરતસિંહ, મહાવીરસિંહ, વીરેન્દ્રસિંહ, રાજદીપસિંહ, કુલદીપસિંહના કાકા તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું વમોટી મોટી દરબારગઢ પશ્ચિમે.

રાજકોટ : મૂળ વિંઝાણના લક્ષ્મીબેન કાનજીભાઇ ગણાત્રા (ઉ.વ. 91) તે કાનજીભાઇ ધારશીભાઇ ગણાત્રાના પત્ની, ખેરાજભાઇ રામજીભાઇ જગજોટા (સિંધોણી)ના પુત્રી, દયારામભાઇ, વિશનજીભાઇ, નર્મદાબેન નવીનભાઇ ઠક્કર, સરસ્વતીબેન ગોપાલજીભાઇ પોપટના માતા, શારદાબેન તથા નીતાબેનના સાસુ, જમનાદાસભાઇ નાનજીભાઇ ગણાત્રા, તુલસીદાસ નાનજીભાઇ ગણાત્રા, રામદાસભાઇ નાનજીભાઇ ગણાત્રા, મંગલદાસ નાનજીભાઇ ગણાત્રાના કાકી, કમલેશભાઇ દયારામભાઇ ગણાત્રા, ચેતનભાઇ દયારામભાઇ ગણાત્રા, જગદીશભાઇ વિશનજીભાઇ ગણાત્રા, રીટાબેન ચેતનકુમાર તન્ના, અલ્પાબેન મયૂરકુમાર સોમેશ્વર, ઉષાબેન મયૂરકુમાર પાંધી, અનિતાબેન પાર્થકુમાર સોમેશ્વર, પૂજાબેન પાર્થભાઇ રાકંગોર, નીલમબેનના દાદી, વિધિબેન જગદીશભાઇ ગણાત્રાના દાદીસાસુ, રુહીના પરદાદી તા. 16-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-10-2024ના શુક્રવારે સાંજે 4થી 5 કચ્છી લોહાણા સમાજવાડી, જૂનો મોરબી રોડ, રાજકોટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang