ભુજ : ગં.સ્વ. દમયંતીબેન મધુસૂદન પાદરાઇ (ઉ.વ. 81) તે સ્વ. મધુસૂદન
હરિરામ પાદરાઇ (ઠક્કર)ના પત્ની, ભાવેશ (હિના પ્રિન્ટર્સ), હિના, દક્ષા, ભાવના, ભુવન
(ભાવેશ પ્રિન્ટરી)ના માતા, રચના (તારા), અવની, મહેશકુમાર ભીમજી ગણાત્રા, તુષારકુમાર
જેન્તીલાલ ચોથાણી, હેતલકુમાર છગનલાલ પોપટના સાસુ, શૈલ (આઇબીએમ-બેંગ્લોર), પર્વના દાદી,
નિધિના દાદીસાસુ, યશ્વી, પંક્તિ, પ્રિયંક, શુભના નાની, સ્વ. તુલસીદાસ સ્વાર (માંડવી)ના
પુત્રી, જગદીશ (પપ્પુ), સ્વ. તારાબેન ચંદુલાલ માધવાણી (પનવેલ), મધુબેન રાજેશભાઇ ખાંટ
(મુંબઇ)ના બહેન, દર્શના કેયૂરભાઇ ચોથાણી, નિધિ કલ્પેશભાઇ ઠક્કરના ફઇ તા.
10-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-10-2024ના રવિવારે
સાંજે 4થી 5 માતા ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : લોહાર અનવર કાસમ વડાલાવાળા (ઉ.વ. 45) તે મ. લોહાર કાસમ
સિધિકના પુત્ર, રજાક, રહીમ, ઇકબાલ, અલ્તાફના ભાઇ, રેહાન, સુહાનના પિતા, લોહાર ગફુર
સિધિકના ભત્રીજા, ફિરોજ, મુસ્તાકના કાકાઇ ભાઇ તા. 11-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-10-2024ના સવારે 10થી 11 મુસ્તફા મસ્જિદ, ભુજ ખાતે. બહેનો માટે નિવાસસ્થાન મુસ્તફા
નગર, નૂરાની ચોક શેરી નં. 1, ભુજ ખાતે.
ભુજ : ખતુબાઈ હસનભાઈ સોરઠિયા (ઉ.વ. 82) તે મ. હસનભાઈ સોરઠિયાના
પત્ની, અબ્દુલહલીમ (ભાલોભાઈ), રઝિયાબેન, જમીલાબેન, સાયરાબેનના માતા, કાસમભાઈ, હાસમભાઇ,
આદમભાઈ સોરઠિયાના ભાભી, હાજી ઓસમાણભાઈ લાડકા (કોર્ટ), અનવરભાઈ લાલોર (બેન્ક ઓફ ઇન્ડિયા)ના
સાસુ તા. 11-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-10-2024ના રવિવારે સવારે
10થી 11 નિવાસસ્થાન અમીનગર, ક્રિષ્ના પેટ્રોલપંપ પાસે, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે.
ભુજ : કુંભાર નરગીસ ઓસમાણ (ઉ.વ. 16) તે મ. જાકબ ઇસ્માઇલ (લોડાઇવાળા)ના
દોહિત્રી, મ. જુમા જાકબના ભાણેજી તા. 10-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
12-10-2024ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સંજયનગરી, કામરૂદેશ હનુમાન મંદિર, બેકરીની
બાજુમાં, ભુજ ખાતે.
આદિપુર : દુરુપતિબેન ગોબિંદરામ સુરતાણી (ઉ.વ. 91) તે સ્વ. ઐશીભાઇ,
સ્વ. નારીભાઇ, સ્વ. પમન, સ્વ. સુંદર, કંચન, વિજય (એસ.આર.સી. લિ.)ના માતા, મમતા, ગોરધન
ટી. નાનકાણી (હોટેલ સિલ્વર રોક-ગાંધીધામ), જ્યોતિ, કોમલ, સોનમના સાસુ, સ્વ. શોભરાજમલ
દરિયાનાનીના પુત્રી, જિતેન (દુબઇ), પિંકેશ (દુબઇ), ભૂમિકા કિરણભાઇ નાયર, ખુશ્બૂ, તૃષ્ણા,
નિધિના દાદી, સિમરન રવિ અડવાણી, હીર દીપક ભહીરવાણીના નાની તા. 10-10-2024ના અવસાન પામ્યા
છે. પઘડી/પ્રાર્થનાસભા (ભાઇઓ તથા બહેનો માટે) તા. 12-10-2024ના શનિવારે સાંજે 5.30
કલાકે નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર હોલ, આદિસર તળાવ પાસે, આદિપુર ખાતે.
અંજાર : મણિબેન બેચરદાસ નાગજી કોડરાણી (ઠક્કર) (ઉ.વ. 83) તે
સ્વ. જશોદાબેન બેચરદાસ નાગજી કોડરાણીના પુત્રી, સ્વ. જમનાદાસ, સ્વ. ગોપાલભાઇ, સ્વ.
દેવજીભાઇ, સ્વ. હીરાલાલ (મુંબઇ), સ્વ. તુલસાબેન લક્ષ્મીદાસ રાણા (મુંબઇ), સ્વ. કાંતાબેન
નરભેરામ રૂપારેલ (મુંબઇ)ના બહેન, સ્વ. રુક્ષ્મણિબેન, સ્વ. પુષ્પાબેન, ગં.સ્વ. ગંગાબેન,
સ્વ. સુમિત્રાબેન (મુંબઇ)ના નણંદ, સ્વ. નારાણજી ભીમજી પલણના દોહિત્રી તા.
10-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-10-2024ના રવિવારે સાંજે 4.30થી
5.30 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
માંડવી : બાબુલાલ બર્ગી (રિટાયર્ડ કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ)
(ઉ.વ. 75) તે રેણુકાબેનના પતિ, જય તથા અજિતના પિતા, નીકિના સસરા, સ્વ. ગંગાબેન ઉમરશી
ઘેલાના જમાઇ, નીલિમા રમેશ રાસ્તેના બનેવી તા. 6-10-2024ના સુરત ખાતે અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 13-10-2024ના રવિવારે સાંજે 5થી 6 સત્સંગ આશ્રમ, માંડવી ખાતે.
માંડવી : જયાબેન પલીચા (ઉ.વ. 85) તે સ્વ. પરસોત્તમ ગોકલદાસ પલીચાના
પત્ની, સ્નેહલતા, નીરુ અને જયેન્દ્રના માતા, નેહા, મધુરસિંહ અને પરેશભાઇના સાસુ, પૂજા,
વિશાલ, કિંજલ, રાજના નાની તા. 11-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
13-10-2024ના રવિવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા મહાજનવાડી, પ્રાર્થના હોલ, માંડવી ખાતે.
માંડવી : જયસુખ ઠાકરશી રાઠોડ (ખારવા) (ઉ.વ. 60) (નલિયવાળા) તે
સ્વ. કસ્તૂરબેનના પુત્ર, ગં.સ્વ. રસીલાબેન લીલાધરભાઇ હોદારના જમાઇ, મનીષાબેનના પતિ,
સ્વ. રમેશભાઇ, છોટાલાલભાઇ, શરદભાઇ, ગિરીશભાઇ, ગં.સ્વ. ભારતીબેન, અન્નપૂર્ણાબેનના ભાઇ,
હંસાબેન, કલ્પનાબેન, ગીતાબેન, વિનેશભાઇના બનેવી, કવિતાબેનના નણદોયા, દીપેન, સોહિનીના
પિતા, મનીષ, નીરવ, કિરણ, દીપેશ, વિનય, રશ્મિ, દીક્ષિતા, ખુશાલી, તન્વીના કાકા, શિવ,
કુંજના ફુવા તા. 10-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-10-2024ના શનિવારે
સાંજે 5થી 6 ભાઇઓ અને બહેનોની સાથે સત્સંગ આશ્રમ, નાના તળાવ પાસે, માંડવી ખાતે.
માનકૂવા (તા. ભુજ) : રૂપાભાઈ જીવાભાઈ જોગેલ (ગરવા મારાજ) (ઉં.વ.
75) તે ગં.સ્વ. ડાઈબેનના પતિ, સ્વ. બેનાબેન જીવાભાઈ હીરાભાઈ જોગેલના મોટા પુત્ર, સંદીપભાઈ,
મણિબેન નાનજી ગેડિયા (માનકૂવા), મોગતાબેન હરિભાઈ ગેડિયા (લોડાઇ), દિવ્યાબેન બંસીલાલ
શ્રીમાળી (ધમડકા), જશોદાબેન અર્જુન ગેડિયા (લોડાઇ)ના પિતા, રેખાબેનના સસરા, અક્ષરા,
કિંજલના દાદા, ગોપલ, હધુભાઈ, હાજાભાઇ, શાંતિબેન હરિભાઈ ગેડિયા (કડોલ), કુંવરબેન ધનજીભાઈ
ગેડિયા (લોડાઇ)ના મોટાભાઈ, સ્વ. અમરીબેન કરશનભાઇ ગેડિયા (ધમડકા)ના જમાઈ, નામેરીભાઈ,
વેલજીભાઈ, પુરીબેન પાલભાઈ જોગેલ (ઢોરી), રાજીબેન રૂપાભાઈ જોગેલ (ઢોરી), જશીબેન મનુભાઈ
જોગેલ (કોટાય)ના બનેવી તા. 10-10-2024ના અવસાન પામ્યા છે. આગરી- ધાર્મિકવિધિ તા.
17-10-2024ના ગુરુવારે સાંજે સત્સંગ તથા તા. 18-10-2024ના શુક્રવારે સવારે 6થી 9 ઘળાઢોળ
(પાણીયારો) નિવાસસ્થાને માનકૂવા ખાતે.
મમુઆરા (તા. ભુજ) : લક્ષ્મીબેન કલ્યાણભારથી ગુસાઈ (ઉ.વ. 92)
તે મોહનભારથી, પ્રભાબેન શાંતિગર, સરસ્વતીબેન શ્યામપુરી (ભુજ), કમળાબેન હીરાગર (ઝીંકડી),
મંજુલાબેન તુલસીગરના માતા, સ્વ. નારાયણભારથી ઈશ્વરભારથીના ભાઇનાવહુ, સ્વ. રણછોડભારથી
ઈશ્વરભારથી, બાલકભારથી ઈશ્વરભારથી, લખમણભારથી ઈશ્વરભારથીના ભાભી, શીતલબેન મોહનભારથીના
સાસુ, સ્વ. શાંતિબેન ભાણગર (રાપર), સ્વ. નર્મદાબેન
જ્યોતપુરી (ખાવડા), ગોદાવરીબેન મોહનગર (ભચાઉ)ના ભાભી, રાહુલભારથી મોહનભારથી, શિવમભારથી
મોહનભારથી, જિજ્ઞા પાર્થગિરિ (નાગલપર)ના દાદી તા. 11-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-10-2024ના સોમવારે સાંજે 4થી 5 સમાજ મંદિર, મમુઆરા ખાતે તથા ભંડારો તા.
23-10-2024ના બુધવારે.
સાપેડા (તા. અંજાર) : પુંજીબેન બારોટ (દેવાત્કા) (ઉ.વ. 95) તે
સ્વ. જીવરામભાઇના પત્ની, સ્વ. ખીમજીભાઇ, સ્વ. ભીમજીભાઇ, પ્રેમજીભાઇ, સ્વ. વિનોદભાઇ,
સ્વ. જવેરબેન, કમળાબેનના માતા, ભાવેશભાઇ, મહેશભાઇ, પ્રકાશભાઇ, દીપેનભાઇ, વિવેકભાઇના
દાદી તા. 11-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2024ના સોમવારે સાંજે
4થી 5 નિવાસસ્થાન સાપેડા?ખાતે.
સુખપર (તા. મુંદરા) : સોતા રુકિયાબાઇ ઇબ્રાહીમ (ઉ.વ. 59) તે
અબ્દુલા, અસલમના માતા, રમજાનના સાસુ, દાઉદ, આધમના ભાભી, રમજાન, ઓસમાણ, અલીમામદના બહેન
તા. 10-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-10- 2024ના રવિવારે સવારે
9.30થી 10.30 સુખપર જમતાખાના ખાતે.
વડવા ભોપા (તા. નખત્રાણા)
: મૂળ મોરગરના રબારી વરજંગ કાના (ઉ.વ. 68) તે મોંગીબેનના પતિ, ગં.સ્વ. નાથીબેન સુરા
કરમટા (ઘોડાલખ)ના ભાઇ, લીલાબેન, ધુલા, લાખા,
વંકા, જેસાના પિતા, સ્વ. રવા માંદા
(ખાભલા)ના જમાઈ, હીરા મંગલ (ભુજ)ના સસરા, કરના, કરમશી, બુધાના બનેવી, સ્વ. કરના રાણા,
સ્વ. ભીમા રાણા (મોરગર)ના કાકાઈ ભાઇ તા. 8-10-2024ના આવસાન પામ્યા છે. બેસણું ભોપા
વડવા નિવાસસ્થાને.
કાદિયા (તા. નખત્રાણા) : ભટ્ટી મૌલાના હાજી હુસૈન જાકબ (ઉ.વ.
64) તે અબ્દુલ (નખત્રાણા), મુબારક (અંજાર), હસન, આમદ (બાવલો), સલીમ (ભુજ)ના પિતા, ઇસ્માઇલ,
અકબર, સુમાર, મામદ (જુમ્મા), આદમ, મ. ઓસમાણ, આમદના ભાઇ, પઠાણ અબ્દુલ્લા ઉમર (કાદિયા)ના
સાળા, મ. પડેયાર ખમીશા મામદ (જડોદર)ના જમાઈ, મ. પડેયાર હારૂન ખમીશા, મ. ઇબ્રાહીમ ખમીશા,
ઓસમાણ ખમીશા (જડોદર)ના બનેવી, ભટ્ટી રહેમતુલ્લાહ નૂરમામદ (ઝુરા), તાહિર ભટ્ટી (ભુજ)ના
સસરા તા. 10-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-10-2024ના રવિવારે સવારે
10થી 11 મફતનગર, મસ્જિદ જમાતખાના, મોટા કાદિયા ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : મૂળ પુનાના દિનેશભાઇ ચંદન (ઉ.વ. 68)
તે સ્વ. મંજુલાબેન મોહનલાલના પુત્ર, સ્વ. પ્રેમજી હરિરામ (ઢોલુબાપા)ના પૌત્ર, કસ્તૂરીબેનના
પતિ, સુભાષ, પ્રકાશ, મહેશ, સ્વ. રાજેશના ભાઇ, રાજેશના માનસ પિતા, કૈલાસ, વિકી, કેદાર,
બિના, કૃપા, વિદ્યા, દિશા, આશાના કાકા, સ્વ. પ્રેમજી ભવાનજી સચદેના જમાઇ, સ્વ. ડાઇબાઇ
માધવજી જીવરાજ તન્નાના દોહિત્ર, શ્વેતા રાજેશ ઠક્કરના સસરા, માસ્ટર વિહાનના દાદા તા.
11-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-10-2024ના રવિવારે
સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રવાપર ખાતે.
કોઠારા (તા. અબડાસા) : કોકિલાબેન (ઉ.વ. 76) તે મુખ્યાજી સરોજચંદ્ર
રેવાશંકર જોષીના પત્ની, રમણકાન્તભાઇ, નરેન્દ્રભાઇ, પ્રતાપભાઇ, સ્વ. નવનીતબાળા મહેતા
(જામનગર), ગં.સ્વ. દેવયાનીબેન દવે (ભુજ), સ્વ. રંજનબેન વ્યાસ (માંડવી)ના ભાભી, સ્વ.
હસમુખબાળાના દેરાણી, નીલાબેન, સરલાબેનના જેઠાણી, નયનભાઇ, દુલારી ચૈતન્ય મહેતા (સુરત),
પ્રીતિ નીરવ દવે (અમદાવાદ), કલા ત્રિલોક વ્યાસ (ગાંધીધામ)ના માતા, નીતા શિશિર ઠાકર,
તુષાર (આઇ.ટી.આઇ.), મલય (વી.આર.ટી.આઇ.), મૈત્રી શૈલેષ જોષી, ઉર્વી ટીનેશ વ્યાસ, ભાર્ગવના
કાકી, નીકિતાના સાસુ, નેહા, સ્વ. રમણતારાબા નવનીતરાય ઠાકર (ગોંડલ)ના પુત્રી, સ્વ. અશોકભાઇ,
કૌશિકભાઇ, સ્વ. જ્યોતિબેન મધુકાન્ત દવે, સ્વ. તરલિકા અશ્વિનભાઇ જોષી, ગં.સ્વ. બકુલા
રોહિતભાઇ વ્યાસ, સ્વ. નીરુબેન મહેન્દ્રભાઇ વ્યાસના બહેન, હસ્તાબેન, ફાલ્ગુનીબેનના નણંદ,
અચ્યુત, હિતૈશી, કાલિંદી, સ્વરા, જયની, શુભ, દ્વિજા, ધીમહિના દાદી, કલ્યાણી, બાલાર્ક,
મિસરી, કવન, રચિત, જુગલના નાની તા. 11-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 14-10-2024ના સોમવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ મંદિર, કોઠારા ખાતે.
તલોદ (જિ. સાબરકાંઠા) : મૂળ ગેડી (તા. રાપર)ના મ.ક.સ.સુ. દરજી
છગનલાલ વીરાભાઇ પરમાર (ઉ.વ. 81) તે રૂખમણિબેનના પતિ, સ્વ. ગાભુભાઇ, સ્વ. ડાયાલાલ, સ્વ.
દિવાળીબેન હીરાલાલ પીઠડિયાના ભાઇ, કનુભાઇ, રમેશભાઇ, જશ્રીબેન રાજેશ મકવાણા (સાણંદ),
રંજનબેન કનુભાઇ લિમ્બડ (આદિપુર)ના પિતા, જયશ્રીબેન, મીનાબેનના સસરા, સ્વ. મકવાણા રવાભાઇ
ડોસાભાઇ (આડેસર)ના ભાણેજ, નારણભાઇ લાલજીભાઇ લિમ્બડ (રાપર)ના બનેવી, ગં.સ્વ. સાનુબેન,
મંજુબેન, અનસૂયા, હંસા, બબીબેનના કાકા, સ્વ. વિનોદ, સ્વ. ધનસુખ, રાજાભાઇ, હસમુખ, વસંતીબેન,
ભગવતીબેનના મોટાબાપા, અક્ષય, યશ, ધ્રુવ, હર્ષ, નિખિલ, ધ્રુવના દાદા તા. 10-10-2024ના
અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા, મોરિયા, નાત તા. 20-10-2024ના રવિવારે સવારે નિવાસસ્થાન
દેસાઇનગર સોસાયટી, તલોદ, જિ. સાબરકાંઠા ખાતે.