• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

વિપક્ષોના`સત્તાચોરી'ના મનસૂબા...

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : ઉચ્ચ શિક્ષણનાં પેપર ફૂટી ગયાં - ચોરી થઈ તે પછી વોટ ચોરી, ચૂંટણીપંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશકુમાર, વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સેવક સંઘના મોહન ભાગવત અને પછી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતને દૂર - સત્તાભ્રષ્ટ કરવાની ધાક - ધમકી પછી હવે મામલો ભારતમાં સત્તા પલટવાનાં કાવતરાં સુધી પહોંચ્યો છે! નેતાઓનાં ષડ્યંત્રની જાહેરાત - કબૂલાત જાહેરમાં થઈ ગઈ ! નેહા બોરાએ બાંગલાદેશે રસ્તો બનાવ્યો છે. ભારતમાં બાંગલાદેશનું અનુકરણ થશે એમ કહ્યું અર્થાત્ દેશભરમાં હિંસાચાર ફાટી નીકળશે. રાહુલ ગાંધીએ તો શિવજીની જેમ તાંડવની વાત કરી - ધમકી આપી. કાનૂની સલાહકાર પ્રશાંત ભૂષણે તો ભાંડો ફોડી નાખ્યો - રીજીમ શાસન પરિવર્તન કરવાનો નિર્ધાર જાહેર ર્ક્યો. રાહુલ ગાંધીએ ઘણી ભૂલો કરી છે, પણ સુપ્રીમ કોર્ટ ઉપર મોરચો લઈ ગયા. મુખ્ય ન્યાયમૂર્તિ મુલાકાત આપે નહીં તો ખુરસી ખાલી કરાવવાની ધમકી... ઇંદિરા ગાંધીએ તો સુપ્રીમ કોર્ટના ત્રણ સિનિયર જજને હાંસિયામાં ધકેલીને કબજો લીધો હતો, તે યાદ છે ? હવે કોકરોચવાળા ઈમર્જન્સી જેવા અત્યાચારની `ફરિયાદ' પ્રચાર કરે છે, પણ એમણે ઇંદિરા ગાંધીની ઈમર્જન્સી જોઈ નથી ! હવે કોંગ્રેસ બચાવ કરે છે કે સત્તા પરિવર્તન ચૂંટણીના માર્ગે થશે ! પણ લોકો મતદારો સ્વદેશી - વિદેશી કાવતરાં જાણી ગયા છે. નેતાઓનો પ્લાન અલગ છે. યુવાવર્ગ કોકરોચ પાર્ટીનો ઉપયોગ કરીને અશાંતિ - અરાજકતા સર્જાય, કાયદો વ્યવસ્થા ખોરવીને પોલીસતંત્ર તથા સરકાર ઉપર હિંસાચારના આક્ષેપ થાય. આવા સંજોગો સર્જાયા પછી `ચૂંટણી' થાય નહીં અને દેશભરમાં અંધાધૂંધી થાય એટલે મોદી સરકારે રાજીનામું આપવું પડે - એવી ધારણા - આશા છે. શરૂઆતમાં રાહુલ ગાંધીને શંકા હતી કોકરોચ પાર્ટીનો વિશ્વાસ કરાય નહીં. સત્તાની દોડમાં આગળ નીકળી જાય તો ? જો કે, `એકતા' બતાવવાના પ્રયાસ - નાટક થયાં અને તિરંગાનાં નામે અભિજિતે દેશભરમાં આંદોલનની હાકલ કરી તે તદ્દન નિષ્ફળ ગયા પછી રાહુલ ગાંધી શોક - અથવા સહાનુભૂતિ દર્શાવવા પણ ગયા નહીં ! `સત્તા' ચોરી લેવાના મનસૂબા છે. સત્તા પલટવાની હિલચાલ 2014માં કોંગ્રેસ સત્તાભ્રષ્ટ થઈ અને ભાજપ - એનડીએની સરકાર આવી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી શરૂ થઈ છે. કૃષિસુધારાથી લઈને ઔદ્યોગિક - જમીન સુધારા - નાગરિકત્વને લગતા બંધારણીય સુધારા થયા ત્યાં સુધી - જે પણ મુદ્દો મળે તે ઉઠાવીને મોદી હટાવો - લોકશાહી બચાવોનાં બહાનાં મળ્યાં, પણ 2014 પછી 2019 અને તે પછી ત્રીજી વખત મોદી સરકારે સત્તા સંભાળી. સ્વદેશી - વિદેશી કાવતરાં નિષ્ફળ ગયાં છે. હવે વિપક્ષી નેતાને ખાતરી થઈ છે કે લોકતાંત્રિક રીતે જ ચૂંટણી થાય તો જીતવાની આશા નથી એટલે જ અભી નહીં તો કભી નહીં - આખરી કાવાદાવા - શરૂ થયા છે. આ રાજકીય કાવાદાવાની નવાઈ નથી. વિદેશી `હાથ' હોવાનું આપણે સૌ જાણીએ છીએ. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં સત્તા આવ્યા પછી દુનિયામાં ડામાડોળ શરૂ થઈ છે. અર્થતંત્રમાં ભારતની વધતી શક્તિ અને વિશ્વમાં વધતી વગ ગમે તે ભોગે રોકવા માગે છે. ટેરિફ આક્રમણ શરૂ કર્યા પછી વાટાઘાટ પૂરી થતી નથી. ભારતના ટોચના ઉદ્યોગપતિઓ ગણાતા અંબાણી - અદાણી નિશાના ઉપર રહ્યા છે, પણ ભારતના લોકોને અમેરિકાના દુપ્રચાર કરતાં સ્વદેશી ઉદ્યોગપતિઓ ઉપર વધુ દૃઢ વિશ્વાસ છે. ભારતની આર્થિક શક્તિથી વિશ્વના દેશો અંજાઈ ગયા છે, ત્યારે આપણા સ્વદેશી વિરોધીઓને આંખમાં કણાની જેમ ખૂંચે છે. દાયકાઓ સુધી ભારતના નકલી - ઢોંગી સેક્યુલરવાદનો લાભ ઉઠાવીને નાણાંનાં જોરે ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ રોગચાળાની જેમ ફેલાઈ છે. હવે બિનસરકારી સંસ્થાઓને મળતાં વિદેશી ભંડોળની તપાસ થાય છે તેથી પણ મોદીનો વિરોધ છે. ભારતની વિદેશનીતિ `તટસ્થ' નથી `ભારતનાં હિત' માટે છે. અમેરિકા પાકિસ્તાનને બચાવી શકતું નથી - આ પણ કારણ છે. અને તેથી સ્વદેશી વિપક્ષી નેતાઓને સહાય કરે છે ! કોંગ્રેસ - રાહુલ ગાંધીની જેમ અન્ય પ્રાદેશિક નેતાઓને પણ રાજકીય ભવિષ્યની ચિંતા છે ! મોદીનું લક્ષ્ય - એક રાષ્ટ્ર એક ચૂંટણી છે અને જો તેનો અમલ થાય તો ભાજપનો અશ્વમેધ સમસ્ત દેશમાં ફરી વળશે એવો ભય છે. તેથી ગમે તે રીતે, ગમે તે ભોગે મોદી સરકારને હટાવવા માગે છે. મોદીની લોકપ્રિયતા તોડવા માટે વોટ ચોરીનો મુદ્દો મળી ગયો. આ મુદ્દો ભારતના મતદારો માટે અમૂલ્ય - અતૂલ્ય છે, ચૂંટણી દરમિયાન ભલે રેવડીઓનો વરસાદ થતો હોય અને વોટ વેચાતા પણ હોય, છતાં મત અને મતાધિકાર મતદાતાને `એક દિન કા બાદશાહ બનાતા હૈ.' મતદારયાદીઓની ફેરતપાસ શરૂ થઈ એટલે વોટ બેન્કો ઉપર ધાડ પડી. ઘણા નેતાઓ નિરાધાર બની ગયા. વોટ ચોરીનાં નામે એમને આશા અને આશ્રય મળ્યો. સંજોગો અનુસાર આંદોલન નહીં, લડાઈ શરૂ થઈ. `પેપર ચોરી' વખતે અભિજિત દીપકે નામના યુવાન અમેરિકાથી સીધા જંતર - મંતરમાં ટપકી પડયા. શિક્ષણ કરતાં નોકરી -ધંધાની વધુ ચિંતા હોવાથી જનરેશન - ઝી - ત્રીસ વર્ષથી ઓછી વયનો યુવાનવર્ગ તૈયાર હતો અને રાજકીય નેતાને તૈયાર ફોજ મળી ગઈ. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મળ્યું અને બેકાર - નિરાશ નેતાઓને ખુરસી નજર સામે તરવરવા લાગી. પણ આંદોલનને રાજકીય લડાઈનું સ્વરૂપ મળી ગયું. હિંસાનાં બીજ રોપાયાં - નેતાઓને હૈયે હોય તે હોઠે આવી ગયું. સંસદનો માર્ગ શેરીઓથી શરૂ થાય છે. મનફાવે તેવાં નિવેદનો થયાં અને સૂત્રો ગાજ્યાં. લોકતંત્રમાં વિચાર - વાણી સ્વાતંત્ર્ય છે, પણ તેની મર્યાદા - જવાબદારી પણ હોવી જોઈએ. આ લડાઈ કાનૂની તથા રાજકીય હોવા છતાં લડાઈ માત્ર સત્તાની છે. વિદ્યાર્થી - યુવાઓનાં ભવિષ્યની નહીં. નેતા - નેતાઓની સત્તાભૂખની. લોકતંત્ર મુજબ ચૂંટણીથી સત્તા મળવાની આશા નથી તેથી શેરીઓમાં અરાજકતા ફેલાવીને - હિંસાચાર ભડકાવીને સત્તા મેળવવાના પ્રયાસ થાય છે. રાહુલ ગાંધીના નિકટના વિશ્વાસુ સાથી ગણાતી કુમારી નેહા બોરાએ રાહુલ ગાંધીની પાસે ઊભી રહીને કહ્યું કે બાંગલાદેશે રસ્તો બતાવ્યો છે. ભારત અભિનંદન આપે છે અને આભાર માને  છે ! સિનિયર વકીલ પ્રશાંત ભૂષણ કહે છે અમે રાજતંત્ર - સરકાર બદલવા માગીએ છીએ અને ગમે તે ભોગે બદલીશું જ... આ એકલ - દોકલ વ્યક્તિની ધમકી નથી, પણ વિચારધારા - આઈડિયોલોજી છે. 1975થી 1977 સુધી ઈમર્જન્સીમાં ઇંદિરા ગાંધી સામે કાનૂની લડાઈ જીતનારા સિનિયર વકીલ શાંતિ ભૂષણના (સુ) - પુત્ર પ્રશાંત ભૂષણ દેશમાં ખૂનખરાબાની ધમકી આપે છે. ઘણા વાચકોને યાદ હશે 2014ના અરસામાં અરવિંદ કેજરીવાલે નવી દિલ્હીનાં રેલ ભવન બહાર ધરણાં ર્ક્યાં હતાં અને કહ્યું હતું હું અરાજકતામાં માનું છું, અરાજકતા ઊભી કરીને સત્તા મેળવવા માગું છું. આ માટે એમણે નાણાંની શક્તિ મેળવી, જેથી સત્તા સહેલાઈથી મળી શકે. અને આમ આદમી પાર્ટી લાવ્યા - અત્યારે અભિજિત દીપકેના ગુરુ છે ! વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંવિધાનની નકલ હાથમાં ફરકાવીને લોકોમાં અવિશ્વાસ જગાવવાની શરૂઆત કરી. સરકાર અને સરકારી સંસ્થાઓમાં `િહન્દુત્વ' હોવાના આક્ષેપ અને પ્રચાર ર્ક્યા. પેપર ચોરી અને વોટ ચોરીનાં નામે ચૂંટણી વ્યવસ્થા ઉપર લોકોનો વિશ્વાસ રહે નહીં તે માટે આક્ષેપ ર્ક્યા. પોલીસતંત્ર ઉપર આક્ષેપ ર્ક્યા. પોલીસ અને ભારતીય સેના પડકારે તો સરકાર ક્યાં જાશે ? એમ કહીને બળવો થવો જોઈએ એવી ઉશ્કેરણી થઈ અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ મોરચો લઈને આવેલા રાહુલ ગાંધીને મુલાકાત આપી નહીં તો કેરળ કોંગ્રેસે એમને `ખુરસી ખાલી કરો'ની ધમકી આપી. પ્રશાંત ભૂષણે જે `રીજીમ ચેન્જ'ની ધમકી માત્ર સરકાર નહીં - સમગ્ર રાજતંત્રને બદલવાની ધમકી છે. ભારતવાસીઓ આવી ધમકી સાંખી શકે ? ચલાવી શકે ? 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd