• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

અડવાણીને છાતીમાં સંક્રમણ થતાં હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી, તા. 17 : વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં સંક્રમણ થતાં દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આઇસીયુમાં સારવાર લઇ રહેલી જૈફ નેતાની તબિયત સ્થિર છે, તેવું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું. દરમ્યાન દેશના આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ અડવાણીની મુલાકાત લઇને તબિયતની જાણકારી લીધી હતી. પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી છેલ્લાં અઢી વર્ષમાં છ વાર હોસ્પિટલમાં દાખલ થઇ ચૂક્યા છે. એપોલો હોસ્પિટલમાં ન્યૂરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત સૂરીના નિરીક્ષણ હેઠળ સારવાર ચાલી રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd