• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

તહેવારો પર વેપારીઓને યુપીઆઈ વેરા રાહત

વિશ્વભરમાં આવકાર્ય રહેલી ભારતની ક્રાંતિકારી ઓનલાઈન ચુકવણા વ્યવસ્થા યુપીઆઈની માથે ઘેરાયેલા નજીવા વપરાશ દરનો ઓછાયો હાલ તુરંત તહેવારોની મોસમ સુધી ટળી ગયો છે. યુપીઆઈ મારફતે ખરીદીના ઓનલાઈન ચુકવણા પર સરકારે 0.4 ટકાનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) વસૂલવાનો નિર્ણય જાહેર કર્યો, ત્યારથી વેપારી વર્ગે તેનો ભારે વિરોધ કર્યો હતો.  આમ તો 1પમી ઓક્ટોબરથી એમડીઆરને અમલી બનાવવાનો હતો, પણ હવે તહેવારોની મોસમ જોતાં સરકારે આ અમલને હવે દિવાળી સુધી મુલત્વી રાખવાનો નિર્ણય લીધો છે.  સ્વભાવિક રીતે વેપારીઓને તેમની માટે ભારે મહત્ત્વની તહેવારોની મોસમમાં આ નિર્ણયથી રાહત મળશે.  ભારત જેવા વિશાળ દેશમાં લારી ગલ્લા ધરાવતા નાના વેપારીઓથી માંડીને મોટા સ્ટોરના માલિકો તમામને એક તાંતણે બાંધતી સરળ અને સલામત ચુકવણા વ્યવસ્થા યુપીઆઈનો વ્યાપ ઐતિહાસિક સ્વીકૃતિ પામ્યો છે.  ભારતમાં ડિજિટલ લેવડદેવડમાં ચાવીરૂપ યુપીઆઈના વહેવારમાં એમડીઆર વસૂલવાના નિર્ણયનો સ્વાભાવિક રીતે ભારે વિરોધ થઈ રહ્યો છે.   રૂા. 2000 કે તેનાથી વધુના વહેવારમાં 0.4 ટકા એમડીઆર પ્રથમ નજરે નજીવો જણાય છે,  પણ સ્વભાવિક રીતે તેનાથી વેપારીઓના ખર્ચમાં વધારો થાય તે નક્કી છે.  આમ તો આ દર ગ્રાહકોનાં માથે આવતો નથી, પણ નિયત શરતોએ વેપારીઓ પાસેથી વસૂલવાની દરખાસ્ત છે, પરંતુ ભારતીય પ્રકૃતિને જોતાં એમડીઆરનો બોજો તો આખરે ગ્રાહકો પર આડતરી રીતે આવી જાય એવી આશંકા છે.  દિવાળીના તહેવારો સુધી એમડીઆરાના અમલને ટાળવાનો નિર્ણય આ મામલાનો કોઈ કાયમી ઉકેલ ગણી શકાય તેમ નથી.જો તહેવારો બાદ આ દરની વસૂલાત થાવાનું નક્કી હોય, તો સરકાર અને વેપારી સંસ્થાઓએ તેના ઔચિત્ય, વાસ્તવિક બોજા અને નાના વોપારીઓ પરની અસર અંગે સાથે બેસીને મંથન કરવાની આવશ્યકતા જણાઈ રહી છે. તાજેતરમાં રાજધાની દિલ્હીમાં ચાલતાં વિવિધ આંદોલનો અને તેની સામેનાં પોલીસ પગલાંને લીધે તહેવારોની મોસમમાં વેપારીઓ માટે ભારે ચિંતા ઊભી થયાની અરજી દિલ્હીની વડી અદાલત સમક્ષ થઈ છે. ખેરખર તો તહેવારોની મોસમમાં આવા આંદોલનોને લીધે સામાન્ય નાગરિકોથી માંડીને વેપારીઓને વેઠવી પડતી હાલાકી અંગે હવે  અદાલતે લાલ આંખ કરવાની ખાસ જરૂરત વર્તાઈ રહી છે.   તહેવારોની મોસમની નાના વેપારીઓથી માંડીને ગ્રાહકો ભારે આતુરતા સાથે  રાહ જોતા હોય છે.  આવામાં યુપીઆઈની રાહત ખરા અર્થમાં તહેવારોને સુધરવામાં મદદરૂપ થશે,  પણ આ રાહતને કઈ રીતે કાયમી સ્વરૂપ આપવું તેના પર સરકારે હવે મંથન કરવાની ખાસ જરૂરત છે.  આશા રાખી શકાય કે તહેવારોમાં હવે ગ્રાહકો મન મૂકીને ખરીદી કરશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd