• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

ગાંધીધામમાં ફીલ્મી ઢબે ક્રેટા કારમાંથી 3.83 લાખનો શરાબ ઝડપાયો

ગાંધીધામ, તા. 17 : શહેરમાં વહેલી સવારે પોલીસ  અને શરાબ ભરેલી કાર વચ્ચે બે કિલોમીટર સુધી રેસ લાગી હતી.  જો કે, આરોપી કાર મૂકીને  ફરાર થઈ ગયો હતો. કારમાંથી 3.83 લાખની કિંમતનો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના સત્તાવાર  સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ક્રેટા કારમાં ભચાઉથી ગાંધીધામ દારૂ લવાતો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન જી.જે.-01- ડબલ્યૂબી -5821 નંબરની કાર આવતાં તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પંરતુ  આરોપી કારચાલકે પોલીસને જોઈને  ગાડી  દોડાવી દીધી હતી. પોલીસે તેનો પીછો કર્યો હતો.  કારચાલકે હાઈવેથી ગાડી ઓસ્લો સર્કલ, ગણેશનગર, સપનાનગર,  ઈફકો પાછળના રોડ થઈ ટાગોર રોડ સુધી દોડાવી હતી. પોલીસે ઓસિયા મોલના પાછળના  ભાગે  કારને આંતરી હતી,પરંતુ આરોપી નાસી ગયો હતો. કારમાં તપાસ કરતાં તેમાંથી  અંગ્રેજી પ્રકારના શરાબની જુદી જુદી બ્રાન્ડની  દારૂની 91 બોટલ અને પ્લાસ્ટિકના 2736 કવાર્ટરિયા કબજે કરાયા હતા. શરાબના જથ્થાની કિંમત રૂા. 9.83 લાખ આંકવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd