• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

કચ્છ સરહદે મરીન કમાન્ડોનું સઘન ચેકિંગ

નલિયા, તા. 17 : કચ્છના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જખૌ સેક્ટરમાં ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ ટીમો બનાવી યક્ષ મંદિર, પિંગલેશ્વર, કમંડ, કડુલી અને સુથરી સુધીના તટીય વિસ્તારોમાં બોટોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન માછીમારોને દરિયામાં કોઈ પણ શંકાસ્પદ બોટ કે અજાણ્યા ઇસમોની હિલચાલ જણાય તો તુરંત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd