`વોટચોરી' અને જ્ઞાનેશકુમાર,
વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મોહન ભાગવતનાં
રાજીનામાંની માગણી થયા પછી હવે આંદોલનનો વિષય બદલાયો છે અને કેન્દ્ર પણ બદલાયું છે.
જંતરમંતરમાં પ્રવેશબંધી અને ભારતીય રાષ્ટ્રધ્વજ- તિરંગાનાં નામે વિવાદ જગાવવાના પ્રયાસ
થઈ રહ્યા છે. કાનૂન-પ્રવેશબંધીનો ભંગ કરવા બદલ કોકરોચ પાર્ટીના ત્રણ નેતાને પકડવામાં
આવ્યા અને પાંચ દિવસ અટકાયતમાં રાખવાનો હુકમ થયો પછી આંદોલનને નવો વળાંક આપવા માટે
કારણ - બહાનું મળ્યું છે - હાથમાં તિરંગો લેવાય તો તે ગુનો છે? અભિજિત દીપકેએ આજે શુક્રવારે દેશભરમાં `ઝંડા દિવસ' પાળવાની હાલક કરી છે : આંદોલનનાં કેન્દ્રમાં
રાષ્ટ્રધ્વજ લાવીને લોકોનું સમર્થન મેળવવાનો પ્રયાસ છે, રાજકીય
વર્તુળોમાં તો એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, આ વખતે કોકરોચને
ધારી સફળતા મળી નહીં અને રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ ઉપર વિશાળ મોરચો લઈ ગયા તેથી કોકરોચના
`જનક'
અરવિંદ કેજરીવાલ ચોંકી ગયા અને હાથમાં તિરંગો આવી ગયો છે. ગમે તેમ પણ
વિરોધ આંદોલનની શતરંજમાં હવે નવી ચાલ શરૂ થઈ છે! અત્યાર સુધી રાહુલ ગાંધી કોકરોચથી
અલગ - દૂર રહેતા હતા, હવે પ્રેમ ઊભરાઈ ગયો છે. તિરંગો હાથમાં
હોય, તો ધરપકડ કેમ થઈ? કોકરોચે પ્રવેશબંધીનો
- કાનૂનનો ભંગ કર્યો એટલે પકડાયા કે તિરંગો હાથમાં હોવાના કારણે પકડાયા? વાસ્તવમાં આ ઘટના ચોરી - ઉપર સીનાજોરી જેવી છે? તિરંગાનો
ઉપયોગ `ઢાલ'
તરીકે થાય તે રાષ્ટ્રધ્વજનું અપમાન નથી?, પણ અભિજિત
દીપકે આંદોલન માટે લોકોનો ટેકો મેળવવા માગે છે. વોટચોરીથી આ મુદ્દો વધુ અસરકારક છે!
અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી રાજકીય શતરંજના ખેલાડી છે! અત્યારે તો રાહુલ ગાંધીની
`ચાય પાર્ટી'માં અભિજિત હાજર રહ્યા અને `મૈત્રી કરાર' થયા હોય એમ લાગે છે. હવે આજે રાહુલ ગાંધી `ઝંડા દિવસ'માં અભિજિતની શક્તિનું પ્રદર્શન જોઈને પછી દેખાવોમાં
જોડાશે. ઇન્ડિ મોરચાના કેટલા પક્ષો જોડાય છે તે પણ જોવાનું છે. યૂથ કોંગ્રેસને તો આશા
હતી કે, જંતરમંતરની પ્રવેશબંધીના વિરોધ પ્રદર્શનમાં રાહુલજી જોડાશે,
પણ રાહુલજી તો ડેલીએ હાથ દઈને ચાલ્યા ગયા હતા. બીજી બાજુ - વોટચોરીવાળા
ઢીલા પડી રહ્યા હોય એવી છાપ અને હવા છે તેથી ભારતીય જનતા પાર્ટી જનજાગૃતિ અભિયાન શરૂ
કરે એવી શક્યતા છે. સંસદનું સત્ર બોલાવીને ચર્ચા કરવાનું આહ્વાન કરે તો પણ નવાઈ નહીં.
દરમિયાન - સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની મતદારયાદીની કાપકૂપ - સુધારા સામે ફરિયાદ થઈ છે,
તેની સુનાવણી 30મી ઓક્ટોબરથી શરૂ થનારી હતી,
પણ હવે 28મીથી શરૂ
થશે. શક્ય છે કે, કોર્ટ વચગાળાનો
કોઈ આદેશ આપે. આ વિવાદ અને આંદોલનનો અંત જલદી આવે એમ લોકો ઈચ્છતા જ હશે.