• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

સામખિયાળી પાસે કતલખાને લઈ જવાતાં 100 ઘેટાં મુક્ત કરાવાયાં

ગાંધીધામ, તા. 17 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં કતલખાને લઈ જવાતાં ઘેટાંને પોલીસે મુકત કરાવ્યાં હતાં.  આ કાર્યવાહી દરમ્યાન બે આરોપીઓની ધરપડક કરવામાં આવી હતી. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના  આધારે પોલીસે ગત મોડી રાત્રિના અરસામાં કાર્યવાહી કરી હતી.  બાતમી મુજબ  ટાટા આઈસર ટેમ્પો પસાર થતા તેને  રોકી તપાસ કરાઈ હતી. ટેમ્પોમાં 100 ઘેટાં ભરેલાં હતાં. આરોપીઓ ઈબ્રાહીમ  ભાકરશા શેખ અને સુલેમાન ઈસ્માઈલશા શેખ પાસે પશુઓની માલિકીના  કોઈ આધાર-પુરાવા ન હતા.આ કાર્યવાહી દરમ્યાન પાંચ મોબાઈલ ફોન કબજે કરાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd