• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ભારતીય નાવિકો સામે જોખમ

અંતહિન જણાતા મધ્યપૂર્વના જંગમાં આર્થિક અને માનવી ખુવારી પણ ચિંતાજનક બની ગઈ છે. દરિયાઈ માર્ગો પર વિસ્તરી રહેલા સંઘર્ષના લોહિયાળ ઓળામાં ભારત સહિતના દેશોના નિર્દોષ નાગરિકોના જીવન પર જોખમ વધી રહ્યંy છે.  અત્યાર સુધી 16 જેટલા ભારતીય નાવિકના જીવ ગયા છે અને સંખ્યાબંધ ઘવાયા પણ છે. આવામાં હવે સવાલ એ છે કે, દરિયાઈ માર્ગો અને પરિવહન વ્યવસ્થાની સલામતી માટેના આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન માટે કોઈ જવાબદારી શા માટે લેતું નથી ?  આમ તો દરેક બાબત માટે વેશ્વિક સ્તરના કાયદા અસ્તિત્વમાં છે, પણ તેના અમલ માટે કોઈ વ્યવસ્થા ન હોય તેવી ચિંતાજનક સ્થિતિ સામે આવી ચૂકી છે. વળી દરેક દેશની સરકારની જવાબદારી હોય છે કે, તે પોતાના નાગરિકોની સલામતી માટે સક્રિય પગલાં લે. ભારત સરકાર સામે પણ આ જવાબદારી વહન કરવાનો સમય આવ્યો છે.  માત્ર ચિંતા વ્યક્ત કરીને પોતાની જવાબદારી અદા કરવાનો સંતોષ માનવાથી વિશેષ રીતે હવે ભારત સરકારે આ માટે જવાબદાર રાષ્ટ્રો અને એજન્સીઓને વૈશ્વિક નિયમોના પાલનની અનિવાર્યતા ગળે ઉતારવા કડક વિરોધ અને રજૂઆત પર ધ્યાન કેન્દ્રીત કરવાની હવે ખાસ જરૂરત છે. આજના આધુનિક સમયમાં એક તરફ મધ્યપૂર્વના દેશોમાં ભારતીયોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે, તેની સાથોસાથ દરિયાઈ પરિવહનમાં ભારતીય કર્મીઓની સંખ્યા હવે વિશ્વના ટોચના દેશોની સમાન બની રહી છે. હાલત એવી છે કે, દુનિયાના લગભગ દરિયાઈ માલવાહક જહાજોમાં ભારતીય નાવિક તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવી ચૂક્યું છે. આવામાં આ આરબ દેશોમાં થતા હુમલા અને દરિયાઈ પરિવહનની ઉપર વધી રહેલા જોખમે ભારતીયોની સલામતી સામે ગંભીર સવાલ ખડા કર્યા છે. આમ તો ઈરાન અને અમેરિકા વચ્ચેનો જંગ વકર્યો છે, ત્યારથી હોર્મુઝની ખાડીમાં અટવાયેલા જહાજોમાંથી ભારતીય નાવિકોને હેમખેમ બહાર કાઢવા ભારતીય એજન્સીઓ સક્રિય પગલાં લઈ રહી છે. સરકારે એવો દાવો પણ કર્યો છે કે, અત્યાર સુધી ચાર હજારથી વધુ ભારતીય નાવિકને સલામત રીતે પરત લવાયા છે. જો કે, આ જળ વિસ્તારમાં આવન-જાવન કરતા જહાજોમાં ભારતીય નાવિકોની સંખ્યા હજી યથાવત્ રહી છે.  વળી આ જહાજો પર હુમલા પણ થતા રહે છે, જેને લીધે જોખમ પણ સતત વધતું રહે છે.  આમ તો એવા વૈશ્વિક કાયદા છે કે, જંગના સમયે સંબંધિત પક્ષોએ સૈનિકો અને નિર્દોષ લોકો વચ્ચેના ફરકને સમજીને લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ, પણ કમભાગ્યે આવા કાયદાના અમલની જવાબદારી ધરાવતા સંયુક્ત રાષ્ટ્રસંઘની પોતાની નબળાઈને લીધે હુમલાઓમાં સામાન્ય નાગરિકોની ખુવારી વણથંભી રહી છે. ભારતે હવે આ મામલે યુએન સહિતના વેશ્વિક મંચોને સામાન્ય નાગરિકોની સલમતી માટે ફરી જાગૃત કરવા માટે અસરકારક રજૂઆતનો માર્ગ લેવામાં અગ્રેસર થવું જોઈએ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd