• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

માતાજીએ ટ્રમ્પને સદ્બુદ્ધિ આપી

નવી દિલ્હી, તા. 17 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે અકે વિશેષ કાર્યકારી આદેશ જાહેર કરતાં `િલંડસે ઓ ગ્રાહમ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026' હેઠળ રશિયા અને રશિયન ઊર્જા ખરીદતા દેશો ઉપર લાગુ થનારા ઘણા નવા પ્રતિબંધો, તેના સંબંધિત નિયમ અને 100 ટકા ટેરિફમાં છૂટ આપવાની ઘોષણા કરી છે.  ટ્રમ્પના આ મહત્ત્વના નિર્ણયથી રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદતા ભારત સહિત દેશોને રાહત મળી છે. ભારત ઉપરાંત ચીન, સ્લોવાકિયા, હંગેરી અને  અઝરબૈજાનને હાશકારો થયો છે. ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કરતાં કહ્યું હતું કે, આ પગલું અમેરિકાના હિતમાં છે. ટ્રમ્પ પ્રશાસને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કાયદા લાગુ થવાના 30 દિવસની સમયસીમા પૂરી થવાની હતી. ટ્રમ્પે અમેરિકી કોંગ્રેસને મોકલેલા રિપોર્ટ અને પ્રમાણપત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે, આ છૂટ વર્તમાન સમયે અમેરિકાના હિતમાં છે. 18  સપ્ટેમ્બર, 2026ના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર મારફતે લાગુ કરવામાં આવેલા એક્ટનો હેતુ રશિયાની ઊર્જા આવકને તોડવી અને રશિયન તેલ તેમજ ગેસ ખરીદતા દેશો ઉપર ભારે ટેરિફ લાદવાનો હતો. આ કાયદામાં રશિયાથી આવતી વસ્તુઓ ઉપર 4500 ટકા સુધી અને રશિયાના ખરીદદાર દેશ ઉપર 100 ટકા સુધી ટેરિફ લાદવાની જોગવાઈ છે. ટ્રમ્પે પોતાના આદેશમાં ગ્રેહામ એક્ટની ધારા 115નો પ્રયોગ કર્યો છે. જે અમેરિકી રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય હિતના આધારે પ્રતિબંધો અને ટેરિફમાં છૂટનો અધિકાર આપે છે. ટ્રમ્પે પોતાના કાયદાની ધારા 112 અને 113 હેઠળ રશિયન સામાન ઉપર લાગતા વધારાના ટેરિફ અને રશિયન ઊર્જાના ખરીદદાર દેશો ઉપર લાગતા ટેરિફ તેમજ ધારા 102થી 11 અને 117 હેઠળ નક્કી પ્રશાસનિક પ્રતિબંધોને અસ્થાયી રૂપથી સ્થગિત કર્યા છે. કાયદામાં ભલે હાલપૂરતી છૂટ આણપવામાં આવી હોય, પણ અમેરિકાએ પોતાની પકડ ઢીલી કરી નથી. આદેશ હેઠળ અમેરિકી વ્યાપાર પ્રતિનિધિને વિદેશ, ટ્રેઝરી અને ઊર્જા મંત્રાલય સાથે મળીને એવા દેશો ઉપર નજર રાખવા કહેવામાં આવ્યું છે જે રશિયન તેલ અને ગેસની નવી ખરીદી કરી રહ્યા છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd