• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

ભુજની પેઢીના સાત ચેક પરત ફરતાં આરોપીને એક વર્ષની સજા

ભુજ, તા. 17 : શહેરની ભાગીદારોની પેઢીના સાત ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા આપતો ચુકાદો કોર્ટે આપ્યો છે. ફરિયાદી શિરીષભાઇ મનસુખલાલ વ્યાસે પોતાની બચતની રકમ આરોપી મે. લાલજી લખમશીના ભાગીદારોની પેઢીના ભાગીદાર રાજેન્દ્ર લાલજી ઠક્કર, પુનિત મહેન્દ્ર ભીંડે (રહે. તમામ ભુજ)ને ધંધા માટે રકમ ઊછીની આપી હતી. પેઢીના સાત ચેકો ભાગીદારો પાસેથી આવ્યા હતા. આ ચેકો પરત ફરતાં થયેલા કેસમાં ભુજના ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તક્સીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ અને સાત ચેકોની રકમ તથા વળતર રૂા. 2,70,000 સહિત રૂા. 16,20,000 ચૂકવવાનો હુકમ કર્યો છે. આરોપી પુનિત ભીંડે ગેરહાજર હોતાં કોર્ટે સજા વોરંટ જારી કર્યું છે. ફરિયાદી પક્ષે સિનિયર એડવોકેટ ભરત વી. શેઠ હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd